________________
શારદા સિદ્ધિ
૧૧૭
ઊધ્યેા હાય તા જ સ્વપ્ન આવે ને? રાતના ચાકીયાતથી ઘાય ખરું? આ રીતે આખી રાત જાગવાની મારી આજ્ઞાનો તે ભંગ કર્યાં છે. આજ્ઞાનો ભગ કરીને થતા કોઈ પણ લાભ મારે માટે નકામેા છે. ભલે, તેં મારા જાન બચાવ્યા. એ બદલ ઉપકાર માનીને મેં તારા સત્કાર કર્યાં. ફૂલહાર પહેરાવી બહુમાન કર્યું. પણ મારી આજ્ઞાનો ભંગ કર્યાં એના દંડ રૂપ હું તને નોકરીમાંથી કાયમ માટે રજા આપું છું.
બધુએ ! આજ્ઞા પાલનનુ કેટલું મહત્ત્વ છે એ તમે સમજ્યા ને ? ચેાકીયાતે શેઠની આજ્ઞાનો ભંગ કર્યાં તેા શેઠે એને કાયમ માટે નોકરીમાંથી રદ કર્યાં. તે વાત આપણે પણ સમજવાની છે. મિલમાલિક શેઠ તે પરમાત્મા અને ચાકીયાત સમાન જીવાત્મા. જ્યારે અમે દીક્ષા લઈએ ને તમે સામાયિક લો ત્યારે આપણે વીતરાગ પ્રભુને કોલ આપીએ છીએ કે હે પરમાત્મા પ્રભુ ! હું... આપની આજ્ઞા પ્રમાણે જીવીશ. મારા પ્રાણુ કૂરબાન કરીશ પણ આપેલ પાંચ મહાવ્રતા, પાંચ સમિતિ અને ત્રણ ગુમિનુ' યથાતથ્ય પાલન કરીશ. દીક્ષા લઈને જે આત્મા મૂળ ગુણુ અને ઉત્તર ગુણામાં વફાદાર ન રહે તેમને પુણ્ય બધાય અને તેનાથી પાંચ હજાર રૂપિયાના ચેકનો જેમ દેવલોકના સુખા પ્રાપ્ત થાય પણ તે પુણ્યનો ભાગવટા પૂર્ણ થઈ જાય પછી શું ? અધોગતિના દ્વારે ઉઘડવાના કે મીજી કઈ ? અને આ જીવાત્મા રૂપી ચાકીયાતને માનવભવમાંથી ઘણાં લાંબા કાળ માટે સસપેન્ટ જ થઈ જવું પડે.
આટલા માટે આપણે સમજવુ જોઇએ કે ભગવાનની આજ્ઞાનો ભંગ કરીને ગમે તેટલો લાભ થતા હાય તેા એવા લાભની અમારે જરૂર નથી, કારણ કે ભગવાનની આજ્ઞા એ જ અમારા શ્વાસ અને પ્રાણ છે. વીતરાગની આજ્ઞા એ જ અમારુ જીવન છે. આજે ઘણાં માણસા ખેાલે છે કે સાધુ સાધ્વીઓએ હવે માઈકનો ઉપયેગ કરવા જોઈ એ. જમાનો બદલાયા છે હવે એમના જુના સિદ્ધાંતા બદલવા જોઈ એ. જો માઇકનો ઉપયાગ કરે તે ઘણી માનવમેદની લાભ લે. ભાઈ! લાભની વાત આગળ કરીને ભગવાનની આજ્ઞાનો ભંગ કરીને જૈન સાધુ સાધ્વીઓએ માઇકમાં ખેલવુ' તે બિલકુલ ઉચિત નથી. ખીજા તે સાંભળીને કેટલુ આચરણ કરશે તે તે જ્ઞાની જાણે પણ અમે બીજાને લાભ મળે તે માટે ભગવાનની આજ્ઞાનો ભંગ કરીને ગુન્હેગાર અન્યા ને ? માટે આવું ન ખેલશે. આવુ... ખેલનાર શ્રાવકા પણ ભગવાનની આજ્ઞાનો ભંગ કરવામાં નિમિત્ત બનીને પાપના ભાગીદાર બને છે, માટે હવે કદી આવુ. એલશેા નહિ. શ્રાવક બનીને સાધુના ચારિત્રના લૂંટાવનાર ન બનશે પણ સાધુ જિનશાસનને વફાદાર રહે એની પૂરી તકેદારી રાખજો. સાધુના મેલા કપડા જોઈને દુગંછા ન કરશે. એવું ન ખેલશેા કે સાધુ સ્નાન કરતા નથી એટલે ગદા છે. આવું ખેલવાથી પણ અન`તા સ'સાર વધે છે. આપણે ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનની વાત ચાલે છે. તેમાં એ સાધુએ દુગછા કરી તેા ભવ કરતા કરતા ચંડાળ કુળમાં ઉત્પન્ન થયા. બંને બુદ્ધિશાળી છે,