________________
શારદા સિદ્ધિ ભગવાને એમના જ્ઞાનના બળથી એ પણ જાણી લીધું કે હું એમને જવાની આજ્ઞા આપીશ તે એનું પરિણામ સારું નથી અને ના પાડીશ તે રહેવાને નથી, એટલે મૌન રહ્યા, ત્યારે જમાલીએ મૌનને અર્થ ઉધે કર્યો કે મને જવાની આજ્ઞા આપી. તેઓ અલગ વિચરવા લાગ્યા. આ વાત તે લાંબી છે પણ હું તમને ટૂંકમાં કહું છું. એક વખત પ્રસંગે ઉપસ્થિત થતાં એમણે ભગવાનના વચન ઉથલાવ્યા. એક તે ભગવાનની આજ્ઞા વિના અલગ થયા ને બીજું ભગવાનના વચન ઉથલાવ્યા તે મરીને કિલ્પિષી દેવ થયા. સમજાણું ને? ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાથી જીવને કેટલું નુકશાન થાય છે. સાંભળે, એક વ્યવહારિક જ્ઞાન આપીને સમજાવું.
લંડન જતા રકતે ચેકીયાત” –એક કરોડધિપતિ શેઠ હતા. એમને મોટો વિશાળ બંગલો હતા. બંગલાને ફરતે વિશાળ બગીચે હતું. આ બગીચાનું ધ્યાન રાખવા માળીઓ અને નોકરે રાખ્યા હતા અને બંગલાનું ધ્યાન રાખવા માટે બે ચેકીયાતે રાખ્યા હતા. તેમાં એક રાતને અને બીજે દિવસનો ચોકીયાત હતો. બંને શેઠના બંગલાને ફરતા આંટા મારતા ને બંગલાનું બરાબર ધ્યાન રાખતા. એક વખત શેઠને લંડન જવાનું નક્કી થયું. એમની ટિકિટ પણ આવી ગઈ. એક દિવસ શેઠ સવારના પ્રહરમાં ચા-પાણી પીતા હતા તે સમયે રાતને રોકીયાત દેડતે આવીને શેઠના પગ પકડીને કહે છે શેઠજી ! આપ ત્રણ દિવસ પછી લંડન જવાના છે છે પણ હું આપને નહિ જવા દઉં. ચેકીયાતની વાત સાંભળીને શેઠને ખૂબ ક્રોધ આવ્યું. અરે, બેવકૂફ! મારે લંડન જવાનું છે ને તું કયાં અપશુકન કરવા આવ્યો! તારા જેવા અભણ અને જડ માણસને મારી વાતમાં ડખલગીરી કરવાને શું અધિકાર? ગેટ આઉટ ! એ મૂર્ખ ! તું અહીંથી ચાલ્યો જા. શેઠે તે ગુસ્સાથી આંખ લાલ કરીને કહી દીધું છતાં પેલો ચોકીયાત તે શેઠના પગમાં પડીને કરગરે છે કે શેઠ ! આપ મને ગેટ આઉટ કરે કે મારી નાંખે, જે કરવું હોય તે કરો પણ હું આપને નહિ જવા દઉં. ખૂબ કરગરવા લાગ્યો ત્યારે શેઠના શેઠાણી બાજુમાં બેઠા હતા એમના મનમાં થયું કે આ ચેકીયાત શેઠને લંડન નહિ જવા દેવા માટે આટલું કરગરે છે તે એને પૂછું તે ખરી કે એ શા માટે ના પાડે છે? શેઠ કહે છે એ અબૂધને શું પૂછવું છે. જવા દે, પણ શેઠાણીએ પૂછયું, ભાઈ! તું શા માટે ના પાડે છે? ત્યારે કહે છે બા! આજે રાત્રે મને એવું સ્વપ્ન આવ્યું છે કે શેઠ જે પ્લેનમાં જવાના છે તે પ્લેન સળગ્યું ને ધરતી ઉપર તૂટી પડ્યું. આ સાંભળીને શેઠાણી ચમક્યા ને એમણે પણ પેલા ચોકીયાતની માફક શેઠને કહ્યું તો તે હું પણ તમને નહિ જવા દઉં. ટિકિટ કેન્સલ કરાવી દે. ન કરે નારાયણ અને એનું સ્વપ્ન સાચું પડી જાય તે ? ત્યારે શેઠે તાડૂકીને કહ્યું કે તું પણ એના જેવી બુકધુ કયાં બને છે? એવા સ્વપ્ના કંઈ સાચા પડતા હશે? હું એવા સ્વપ્ના કંઈ માનતા નથી. હું તે ચોક્કસ જવાને જ. તને કંઈ ભાન છે કે નહિ? મારે ત્યાં