________________
શારદા સિલિ પણ અતિ દુર્લભ એ મનુષ્ય જન્મ પામીને જેઓ ધર્મની આરાધના નથી કરતા તે મહામહેનતે મેળવેલા ચિંતામણી રત્નને સમુદ્રમાં ફેકી દે છે.
હે રાજન! હવે ધર્મ કહે કેને? જેનામાં મુખ્ય દયા હોય તેને ભગવાને ધર્મ કહ્યો છે. જેનામાં દયા નથી તે સાચો ધર્મ નથી. જેમ નાયક વિનાનું સૈન્ય ગમે તેટલું મોટું હોય તે પણ તે નિષ્ફળ નીવડે છે, તેમ દયા વિનાનો ધર્મ નિષ્ફળ નીવડે છે, માટે દયાને પ્રધાન ગણવામાં આવી છે.
“ગુરૂ મહારાજના ઉપદેશથી જિતારી રાજાનું મંથન કરતું મન.”: ગુરૂ ભગવંતના મુખેથી આવી અમૂલ્ય અમૃતમય વાણી સાંભળીને જિતારી રાજાના હયામાં હર્ષોલ્લાસના મોજા ઉછળવા લાગ્યા. વ્યાખ્યાન સાંભળી ગુરૂને વંદન કરીને મહારાજા પિતાના રાજભવનમાં આવ્યા અને પિતાને રાજકાર્યમાં જોડાયા, પણ ગુરૂ ભગવંતને ઉપદેશ એમના મગજમાં ગૂજવા લાગ્યા. આખો દિવસ પૂર્ણ થયો. રાત્રિના શાંત વાતાવરણમાં એકાંતમાં રાજા આત્મચિંતન કરવામાં જોડાયા. અહ! મેં આજ સુધી મને મળેલે ઉત્તમ માનવભવ અર્થહીન પ્રવૃત્તિમાં વેડફી નાંખે. ભૌતિક સુખ માટે મેં રાત દિવસ ધાંધલ અને ધમાલ કરી અને શાશ્વત સુખ આપનાર ધર્મની આરાધના કરી નહિ. એ મહાત્માઓને ધન્ય છે કે જેઓએ આ સંસારનો ત્યાગ કર્યો છે. સંસારથી, સંસારની વાસનાથી વિરક્ત થઈને જેઓ માત્ર આત્મજ્ઞાન અને આત્મચિંતનમાં રત રહે છે તેવા મુનિ ભગવતેને હજાર વાર ધન્યવાદ છે. તેમનું જીવન જીવ્યું સાર્થક છે.
સવાર અને સાંજ, સુખ અને દુઃખ, આશા અને નિરાશા, જય અને પરાજય અમીરાઈ અને ગરીબાઈ એમ દ્વો જગતમાં ચાલ્યા કરે છે. કાળનું ચક્ર નિરંતર અવિરતપણે ઘૂમતું રહે છે. ક્ષણે ક્ષણે આયુષ્યક્ષીણ થતું રહે છે. અંતે આ જીવ કાળને કેળિયે બની જાય છે ત્યારે માનવીને પરિવારમાંથી કોઈ તેની સાથે જતું નથી. પુત્ર, પત્ની, માતા-પિતા, સ્વજનમિત્ર એ સમયે કંઈ કામ લાગતા નથી. એ બધાને અહીં મૂકીને પરલોકગમન કરવું પડે છે. તે સમયે તે આ ભવે જે કંઈ અછત અને દુષ્કત કર્યા હોય તે સાથે આવે છે. બાકીનું બધું અહી રહી જાય છે. ગુરૂદેવે કહ્યું છે તે સાવ સત્ય છે. સર્વજ્ઞ ભગવંતે પ્રરૂપેલો જૈન ધર્મ કલ્યાણકારી છે અને તેમાં પણ નિવૃત્તિને માર્ગ તે અનંત કલ્યાણકારી છે. તેની આરાધનાથી સમસ્ત આધિવ્યાધિ-ઉપાધિ, જન્મ-જરા અને મરણને સર્વથી નાશ થાય છે. મારે પણ હવે એ જ ધર્મનું આરાધન કરવું જોઈએ. કાળરાજા મારે કેળિયે કરી જાય તે પહેલા મારે ધર્મની સાધના કરી લેવી જોઈએ, કારણ કે આયુષ્યને શું ભરોસો છે? આ રીતે જિતારી રાજાએ આખી રાત આત્મચિંતનમાં પસાર કરી. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.