________________
૧૧૦
શારદા સિદ્ધિ રાજદૂતે આવીને જિતારી રાજાને પ્રણામ કરીને મૂલ્યવાન નજરાણું ભેટ ધર્યું. એનો સ્વીકાર કરીને રાજાએ દૂતને આગમનનું કારણ પૂછ્યું એટલે તે હરિસેન માટે સુરસુંદરીની વાત કરીને તેનો પરિચય આપીને વીરસેનના રાજનૈભવની વાત કરી. જિતારી રાજાએ વિચાર કર્યો કે શુભ કાર્યોમાં વિલંબ શા માટે કરે? રાણી આદિની સંમતિ લઈને કહેણને સ્વીકારી લીધું અને ઘડીયા લગ્ન લેવાનું જણાવી ગ્ય સત્કાર કરી રાજદૂતને વિદાય કર્યો.
થોડા જ દિવસમાં ફરીથી ઉજજૈની નગરી લગ્નની ધમાલથી ધમધમી ઊઠી અને ભીમસેનની માફક ખૂબ ઠાઠમાઠથી હરિસેનનો વરઘડે નીકળ્યો ને શુભ દિવસે અંગ દેશમાં પહોંચી ગયે. વીરસેન રાજાએ ખૂબ ઠાઠમાઠથી જાનૈયાઓને આદર સત્કાર કર્યો, અને પિતાની લાડકી દીકરીને ખૂબ ધામધૂમથી પરણાવી. તેને અઢળક કરિયાવર કરીને હિત શિખામણ આપીને મંગળ દિને સાસરે જવા વિદાય કરી. હરિસેન અને સુરસુંદરી લગ્ન કરીને ઉજેની પાછા ફર્યા ત્યારે નગરજનોએ તે બંનેનું ઉમળકાભેર સ્વાગત કર્યું. જિતારી રાજા અને ગુણસુંદરી રાણીએ બંને પુત્રના લગ્ન સારી રીતે કરીને શાંતિનો શ્વાસ લીધો. હવે એમના માથેથી ભાર ઉતર્યો એટલે હૈયું હળવું બન્યું.
છે. આ તરફ ભીમસેનના સસરા માનસિંહ રાજા પોતાની બીજી દીકરી સુલોચના માટે ચિંતા કરતા હતા. એટલે તેને માટે રાજદૂત મેકલીને બધે તપાસ કરાવી. રાજદૂતે ઘણાં દેશમાં ફરીને આવીને રાજાને કહ્યું કે ક્ષિતિપ્રતિષ્ઠિત નામે નગરમાં વિજયસેન રાજા રાજ્ય કરે છે. તેના પ્રતાપથી દુશ્મનો થરથર ધ્રુજે છે. રૂપ-ગુણમાં તેમજ કુળમાં તે આપણી સુલોચનાને માટે યોગ્ય છે. માનસિંહ રાજાએ તરત પિતાની પુત્રીનું કહેણ મોકલાવ્યું. વિજયસેને તે તરત સ્વીકારી લીધું. ખૂબ ધામધૂમથી સુલોચનાના લગ્ન થઈ ગયા.
હવે પુત્રને પરણાવ્યા પછી જિતારી રાજા અને ગુણસુંદરી રાણી બંને આનંદથી રહે છે. બંને પુત્રવધૂઓ ગુણવાન અને ખાનદાન છે. એમનો વિનય-વિવેક, નમ્રતા વગેરે ગુણે જોઈને સાસુ સસરાની છાતી ગજગજ ફૂલે છે ને આનંદથી દિવસે પસાર કરે છે. જિતારી રાજા વિચાર કરે છે કે હવે પુત્રને રાજ્યાભિષેક કરીને હું આત્મસાધનામાં જોડાઉં. રાજા આ વિચાર કરે છે ત્યાં શું બનશે તેને ભાવ અવસરે કહેવાશે.