________________
શારદા સિદ્ધિ
સતત ચિંતા સહુ કેઈનું માથું નમાવી દે છે. મને મારી ભૂલનું તું પ્રાયશ્ચિત કરવા દઈશ? ત્યારે દેવીભાઈએ એના બંને હાથ પકડીને કહ્યું બહેન ! મારી એક દઢ શ્રધા છે કે પ્રકૃતિ સદા મંગલમય છે. તે જે કંઈ કરે છે તે આપણું ભલા માટે છે. તમે મને પ્રસૂતિગૃહમાંથી રજા ન આપી હોત તે આવી ભવ્ય હોસ્પિતાલનું સર્જન ન થાત. મારા સાસરિયા અને પિયરિયાઓએ મને કડવા મહેણાં મારીને મને એમ ન કહ્યું હતું કે તું જ બધાને ભરખી ખાય છે તે હું કદાપિ નર્સની ટ્રેનીંગ કોલેજમાં જાત નહિ, અને મને મારું જીવનકાર્ય સાંપડત નહિ. બહેન! હું તે સદા એ જ માનું છું કે પ્રકૃતિ સદા મંગલમય છે. તે જે કંઈ કરે છે તે આપણા અને સૌના ભલા માટે કરે છે, પછી ભૂલ અને માફીનો પ્રશ્ન નથી રહેતું. હું ખરેખર તમારી અણુ છું કે તમે મને પ્રસૂતિગૃહમાંથી કાઢી મૂકી. આ સાંભળી અંગ્રેજ બાઈનો કંઠ ભરાઈ ગયો. આખરે એ અંગ્રેજ બાઈએ પોતાના પર્સમાંથી ડાયરી કાઢીને કંઈક લખીને આપ્યું અને કહ્યું કે મારી થયેલ ભૂલને સુધારવાની આ કાપલીન સ્વીકાર દ્વારા મને તક આપે. તેવી મારી નમ્ર પ્રાર્થના છે. દેવીમાઈએ કાગળની ચબરખી ઉઘાડી. તેમાં તે અંગ્રેજ મહિલાએ લખ્યું હતું કે “મારી તમામ માલ મિલકત આ હોસ્પિતાલને ભેટ આપું છું. દેવીમાઈના ભવ્ય જીવનકાર્યને એક તુચ્છ નમ્ર અંજલિ રૂપે.” એક વખત જેને તિરસ્કાર કર્યો હતે તેનો જ એ : અંગ્રેજ બાઈએ કેટલો સત્કાર અને કેટલી પ્રશંસા કરી ! આ દેવીમાઈની હોસ્પિતાલ અત્યારે નાસિકમાં છે. એમ સાંભળ્યું છે.
ટૂંકમાં આ દષ્ટાંત દ્વારા તમને સમજાઈ ગયું હશે કે કર્મમાં કેટલી તાકાત છે! કર્મથી આ સંસારનું ચક્ર ચાલ્યા કરે છે, માટે કર્મશત્રુની સેનાને હઠાવવા માટે બને તેટલો ધર્મ કરવાની આવશ્યકતા છે. સમય થઈ ગયો છે. આજે સાણંદ સંઘ ઉમળકાભેર આગામી ચાતુર્માસની વિનંતી કરવા સુરત સંઘને આંગણે આવ્યો છે તેથી તેમને થોડો ટાઈમ આપવાનો છે. ગઈ કાલે નવસારી સંઘ આવ્યો હતો. બીજા સંઘે આવવાના સમાચાર છે.
ચરિત્ર - કૌશાંબી નગરીના માનસિંહ મહારાજાએ ઉજજૈનીથી આવેલા સુમિત્ર દૂતને પૂછ્યું કે તારી પાસે ભીમસેનકુમારની છબી અને કુંડળી છે? સુમિત્ર દુતે કહ્યું હતું. તે મને બતાવ, એટલે સુમિત્રે ભીમસેનકુમારની છબી અને કુંડળી માનસિંહ રાજાના હાથમાં આપ્યા. માનસિંહ રાજા ભીમસેનકુમારની છબી ધારી ધારીને જેવા લાગ્યા. કુમારની પડછંદ કાયા, ભરાવદાર મુખ, વિશાળ કપાળ, અણુદાર નાક, પ્રતાપી આંખો, લોભામણા હેઠ અને નજરમાં ભારોભાર નમ્રતા, આ બધું રાજા ખૂબ બારીકાઈથી જેતા હતા. આ જોઈને સુમિત્રે કહ્યું–રાજન ! તમે શું જોઈ રહ્યા છે? શું અમારા કુંવરમાં કંઈ ખામી લાગે છે? રાજાએ કહ્યું-સુમિત્ર ! તું આ શું બોલ્યો? તારા