________________
શારદા સિદ્ધિ
૧૦૧
કહ્યું સુમિત્ર ! તેં તે ઘણું ઉત્તમ અને ઉમદા કાર્ય કર્યું, હવે તુ' એ કહે કે તે' જે કન્યા જોઈ છે તે કેવી છે? તેનું કૂળ, મા-બાપ બધા કેવા છે? તુ' નક્કી કરીને આવ્યો છે એટલે આપણા રાજગૌરવને અનુકૂળ હશે એમ હું માની લઉં છુ. સુમિત્રે હ ભેર કહ્યું મહારાજા ! હું ઘણાં ઘણાં દેશોમાં ક્ર્યાં, ઘણાં રાજમહેલોમાં ઘૂમી વળ્યેા. અનેક રાજકન્યાએ જોઈ પણ જેની સાથે મેં યુવરાજ ભીમસેનનું સગપણ કર્યુ છે તેના જેવી કન્યા તે મે' કયાંય જોઈ નથી. તેના જેવુ' ઉમદા કૂળ અને ઉચ્ચ સંસ્કાર ખીજે કયાંય જોવા મળ્યા નથી, પછી કન્યાના માતાપિતાનો પરિચય આપ્યા, અને સુશીલા રૂપમાં, ગુણમાં, બુદ્ધિમાં કેવી તે પોતે જે રીતે જોઈ હતી તે રીતે તેના ભારોભાર વખાણ કર્યાં, પછી જે જે વિધિ માનિસંહ રાજાએ કરી હતી તે બધુ રાજાને કહ્યુ..
જિતારી રાજાએ સુમિત્રને કહ્યુ` સુમિત્ર શાબાશ ! તારી બુદ્ધિ, કાય અને શક્તિને ધન્યવાદ છે. તે ખૂબ ઉત્તમ કુળની કન્યા શોધી છે. હવે આપણે ઘણી ત્વરાથી લગ્નની તૈયારી કરવી પડશે. હા... મસિંહ રાજાએ પણ જલ્દી લગ્નમહેસ્રવ ગોઠવવાનુ' કહ્યુ છે. હુમાં ને હર્ષોંમાં હું આપને એ કહેવુ' ભૂલી ગયા. ભલે, તા હવે આજથી જ શુભ લગ્નની તૈયારીઓ શરૂ કરી દઈએ. એમ કહી રાજાએ પેાતાના.. ગળામાંથી રત્નનો હાર કાઢી સુમિત્રના ગળામાં પહેરાવીને કહ્યુ લે આ રત્નનો હાર સગાઈની ખુશાલીમાં તને ભેટ અને આ રાજસાંઢણી પણ તને ભેટ આપુ છું, એટલે સુમિત્રે કહ્યુ` રાજન્ ! આપ ઘણું જીવે. આપના સુખશાંતિ સદાકાળ રહેા. એમ કહી રાજાને પ્રણામ કરીને સુમિત્ર રવાના થયા.
આ તરફ રાજાએ રાજ્યાતિષીઓને તેડાવી લગ્નનું શુભ મુહુર્ત જોવડાળ્યુ ને લહીયા પાસે સુવર્ણાક્ષરે લગ્નપત્રિકા લખાવી. તે લઈને તાબડતાખ એક દૂતને સાંઢણી ઉપર કૌશાંબી નગરી મેાકલીને કહેવડાવ્યુ` કે તમે લગ્નની તૈયારી કરો. અમે જાન લઈને આવીએ છીએ. એ જ દિવસે રાજાએ ઉજ્જૈની નગરીના પ્રતિષ્ઠિત સજ્જનોને પણ લગ્નનુ' આમંત્રણ મેાકલ્યુ. રાજમહેલમાં લગ્નની તૈયારી કરવાના આદેશ આપ્યા એટલે જોતજોતામાં તે આખી ઉજજૈની નગરી લગ્નની ધમાલથી ધમધમી ઊઠી. આ રીતે ઉજ્જૈની નગરીમાં લગ્નની ધામધૂમને ધમાલ ચાલે છે. હવે કેવા ઠાઠમાઠથી જિતારી રાજા ઉજ્જૈની નગરીમાં જાન લઈને જશે ને કેવી રીતે લગ્ન થશે. તેના ભાવ અવસરે, 卐
卐
45