________________
૧૦૪
શારદા સિદ્ધિ
છે. દુનિયામાં તેના જે સમ્રાટ નથી. આ મનુષ્ય જન્મ પામીને આત્મસ્વરૂપ પામ્યા વિના જે હતો તે ને તે જે ચાલ્યા જાય તો તેના જેવો કઈ ભિખારી નથી.
ઉત્તરાધ્યયન સૂત્રના વીસમા અધ્યયનમાં અનાથી મુનિએ શ્રેણિક રાજાને સાચા સમ્રાટ બનવાનું સ્વરૂપ સમજાવતા કહ્યું હે રાજન ! જે વિધિથી હું સમ્રાટ બન્ય છું તે વિધિ તું સાંભળ. એમ કહીને પોતાની આત્મકથા કહી હતી અને ખૂબ ભારપૂર્વક સમજાવ્યું હતું કે અનાથ મનુષ્ય કેટલું દુઃખ પામે છે. જ્યારે આત્મસ્વરૂપની પીછાણ થતાં બનેલો સનાથ રત્નત્રયીની આરાધના કરતા જે સમ્રાટપણુ પામે છે એવી મહાન વ્યક્તિના શરણે મૃત્યુનું આક્રમણ આવે તો પણ હોંશ અને હર્ષથી મૃત્યુને આમંત્રણ આપે છે. જેમ તમારે ઘેર તમારા જમાઈરાજ આવે ત્યારે તમે તેનું સ્વાગત કેવી સરસ રીતે કરે છે? તેવી રીતે આત્મજ્ઞાન પામેલો આત્મા સમ્યક્દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના કરતા જે મૃત્યુ આવે તો તેને સહાયક મિત્ર માને છે, પણ મૃત્યુથી ડરતો નથી. મૃત્યુનો ડર કોને હોય છે? ગુજરાતના રાજ્યનું તથા કેન્દ્રનું પ્રધાન પ્રદ મેળવ્યું, લાખ રૂપિયાની સંપત્તિ મેળવી પણ મૃત્યુના આક્રમણ વખતે ગમે તેવા સત્તાધીશે કે લક્ષાધિપતિ હોય તો પણ ડરી જાય છે. કરોડો રૂપિયાની સંપત્તિ કે સત્તા મૃત્યુના ભયથી બચાવી શકતી નથી. અનંતજ્ઞાનીઓ ફરમાવે છે કે જે આત્માએ રત્નત્રયની આરાધના કરી છે, જેણે આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરી છે તેને માટે મૃત્યુ એક મહોત્સવ બની જાય છે. જ્યારે આત્માને પોતાની અમરતાનું ભાન અને વાસ્તવિક જ્ઞાન થઈ જાય છે ત્યારે તે આત્મા મૃત્યુંજ્ય બની જાય છે. એક દષ્ટાંત આપીને સમજાવું.
એક વખત એક રાજા ઘેડે બેસીને ફરવા જઈ રહ્યા હતા. માર્ગમાં એક સંન્યાસી , મળ્યા. એ તો નીચી દષ્ટિ રાખી ભિક્ષાચરી કરવા માટે જઈ રહ્યા છે. રાજા તેમનું સૌન્દર્ય જોઈ આશ્ચર્યચકિત બની ગયા. અહા, શું એમનું તેજ છે ! કેવું પ્રભાવશાળી મુખ છે! ભરયુવાની છે છતાં સંસારના વૈભવ વિલાસ છોડીને સંન્યાસ કેમ લીધે હશે ? જેની જેવી દષ્ટિ હોય છે તેને તેવું જ બધું દેખાય છે. મહાત્મા ત્યાગથી રંગાયેલા છે એટલે એમને બધું ત્યાગમય દેખાય છે. જ્યારે રાજા ભોગથી રંગાયેલા છે એટલે એમને ભેગમય દેખાય છે. ત્યાગીને મન રાજા હોય, ચકવતી હોય કે ઈન્દ્ર હોય બધા સરખા છે. એમને મન ત્યાગની મહત્તા છે. તેમને સંસારમાં ખૂચેલાની દયા આવે છે. અમે તમને બ્રહ્મચર્યનું પાલન કરતા જોઈએ, પાપથી પાછા હઠતા જોઈએ, આત્મસ્વરૂપમાં રમણતા કરતા જોઈએ તો આનંદ થાય અને વૈભવવિલાસમાં ગળાબૂડ ખૂચેલા જોઈએ તો દયા આવે કે આ બિચારે પૂર્વની કમાણે ખાઈ રહ્યો છે. મજ મઝા ઉડાવી રહ્યો છે પણ આવતા ભવમાં ક્યાં જશે ? રાજાના મનમાં ભોગના વિચાર આવ્યા. જ્યારે મહાત્માએ રાજાને જોયા ત્યારે મુનિના મનમાં થયું કે રાજા