________________
શારદા સિદ્ધિ
૧૦૫ સ્વરૂપવાન છે. રાજાને આવી સુંદર કાયા મળી છે. જે એ ધર્મ પામશે તો કેટલા જીને ધર્મ પમાડશે.
દેવાનુપ્રિયે! આજે રાજધર્મ ચાલ્યા ગયા છે. તેના કારણે દેશમાં અંધાધૂંધી ચાલી રહી છે. જ્યારે અકબર બાદશાહ ધર્મ પામ્યા ત્યારે તેમણે દાંડી પીટાવી હતી કે જ્યાં સુધી મારી આણ વર્તે છે ત્યાં સુધી કોઈએ હિંસા કરવી નહિ. જે હિંસા કરશે તેને ફાંસીની શિક્ષા થશે. તે વખતે સર્વત્ર અહિંસાનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું હતું પણ આજે રાજ્ય ધર્મ નષ્ટ થઈ જવાને કારણે હિંસાનું તાંડવ નૃત્ય કરી રહ્યું છે અને લાખો મૂંગા છો કચ્ચર ઘાણ વળી રહ્યો છે.
સનિને રાજ્ય પ્રલોભન આપતા રાજા” આ રાજા અને સંન્યાસી બંનેની દૃષ્ટિ જુદી હતી. બંને પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. બીજે દિવસે રાજાએ સંન્યાસીને પોતાના દરબારમાં બોલાવીને કહ્યું હે મહાત્મા ! આ તમારે ભગવે ભેખ ઉતારી નાખ અને રાજકુમારનો વેશ પહેરી લે. મહાત્મા કહે છે શા માટે ? રાજા કહે છે મારી કુંવરીએ આપને જ્યારથી જોયા છે ત્યારથી એ આપના રૂપમાં મુગ્ધ બની છે, અને હું પણ આપના રૂપમાં મુગ્ધ છું માટે આપ મારી કુવરીનો સ્વીકાર કરી લો. એ બીજા રાજકુમારને ઈચ્છતી નથી. તે આપને ઈચ્છે છે તેથી મને તો એમ થાય છે કે આપનું ભાગ્ય ખીલી ઉઠયું છે. આપના પુણ્યનો સૂર્ય ઝળહળી ઉઠે છે. કદાચ આપને એમ થાય કે હું પરણું : તે ખરે પણ મારી પાસે પૈસા નથી તે પરણીને શું કરું? તે આપ એની ચિંતા કરશે નહિ. મારે એકેય પુત્ર નથી. એકની એક પુત્રી છે. એટલે આખું રાજ્ય આપનું છે. કન્યા મળશે ને રાજ્ય પણ મળશે. સંસાર સુખનું કેવું જોરદાર પ્રલોભન ! આ પ્રલોભન કંઈ જેવું તેવું નથી. સંન્યાસી એક શબ્દ પણ બેલતો નથી. કદાચ તમને આવું પ્રલેભન મળે તે શું કરો ? હું તમને પૂછું છું કે તમે ઘરેથી ઉપાશ્રયે આવવા નીકળ્યા. ત્યાં દીકરે આવ્યો. ચાલો બાપુજી ! જલ્દી, તમારી દુકાને જરૂર છે. તે શું કરશે? બોલો, પાછા વળશો ને ? આત્મજ્ઞાની સંન્યાસી તે કંઈ જ બોલતા નથી. રાજા કહે છે કે જલ્દી વેશ ઉતારી નાંખો ને મારી વાતને સ્વીકાર કરે. જે મારી વાતને સ્વીકાર નહિ કરો તે આ મારી તલવાર તૈયાર છે. રાજા તલવાર ઉગામીને બેઠા છે પણ મહાત્માના મુખ ઉપર ભયની સહેજ પણ રેખા દેખાતી નથી. મરણનો ડર કેને હોય? વગો પમરસ માં, સવૈયો અપમત્ત નત્યિ મય આચા. સૂ. અ. ૩ ઉ. ૪
પ્રમાદીને સર્વત્ર ભય હોય છે, અપ્રમત્ત આત્માને કોઈ પ્રકારનો ભય હોતો નથી. મરણનો ડર અજ્ઞાનીને, જ્ઞાનીને નહિ. જ્ઞાનીઓ જન્મથી ડરે છે અજ્ઞાનીઓ મૃત્યુથી ડરે છે. અહીં રાજા સંન્યાસીને મારી નાંખવાની ધમકી આપે છે ત્યારે યુવાન સંન્યાસી કહે છે રાજન ! હું તે મરી ગયો છું તે તમે રાજકુમારી તેની સાથે પરણાવશો!
જ્યાં હું જ નથી ત્યાં તમે રાજકુમારીના લગ્ન કેની સાથે કરશે? આ શબ્દોમાં શું શા. ૧૪,