________________
શારદા સિદ્ધિ
૧૦૭ અમે તમને આટલો મરણનો ડર બતાવ્યો છતાં આપને મરણનો ડર કેમ ન લાગે? ત્યારે સંન્યાસીએ શાંતિથી બે જ શબ્દોમાં જવાબ આપ્યો કે “મૈ જહાં હ વહાં વહ નહિ હૈ.” આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી એ ભૂમિ ઉપર મૃત્યુની સત્તા દેખાતી નથી, જ્યાં ઘોર અંધકાર હોય ત્યાં ટયુબલાઈટ સળગાવવામાં આવે તે અંધકાર શો જડે પણ ખરે? “ના”. એમ જ્યાં આત્મજ્ઞાનનો પ્રકાશ છે ત્યાં અજ્ઞાનને અંધકાર રહી શકતું નથી. અત્યાર સુધી દેહના નાશે આત્માનો નાશ માનતા હતા પણ હવે એ અજ્ઞાન ટળી ગયું.
બંધુઓ ! રાજા અને કુંવરી બંને સંન્યાસીના સમાગમથી બોધ પામી ગયા. તેમને આત્મદશાનું ભાન થઈ ગયું. આજે આપણે બધા બેલીએ છીએ ને કે દેહ મરે છે હું નથી મરતો, અજર અમર પદ મારુ.” આ ધૂન બોલાવીએ ત્યારે જોરશોરથી બેલો છે પણ ભૂલેચૂકે કસોટીનો પ્રસંગ આવે ત્યારે સમતા રહેવી કઠણ છે. મહાત્મા કસોટીના પ્રસંગમાં પણ ડગ્યા નહિ તે રાજા અને કુંવરી બોધ પામી ગયા. સેનાની કસોટી થાય છે. હીરાને સરાણે ચઢવું પડે છે ત્યારે તેની કિમત થાય છે, તેમ તમે પણ કસોટીની સરાણે ચઢવાનો પ્રસંગ આવે ત્યારે મહાત્માની જેમ અડગ રહે તે સમજી લેવું કે મને કંઈક જ્ઞાન પ્રાપ્ત થયું છે. બાકી સંસારનું ગમે તેટલું જ્ઞાન મેળો પણ આત્મિક લક્ષ વિનાનું જ્ઞાન એ સાચું જ્ઞાન નથી.
આપણે તેરમા અધ્યયનની વાત ચાલે છે તેમાં એક વાત આવી ગઈને કે નમુચિ પ્રધાનને લૌકિક જ્ઞાન ઘણું હતું, કળાએ ઘણી શીખ્યો હતે. એનામાં બુદ્ધિ પણ ઘણું હતી છતાં આત્માનું કઈ લક્ષ ન હતું. એની બુદ્ધિ નિર્મળ ન હતી, એટલે અક્ષમ્ય અપરાધને કારણે રાજાએ તેને દેહાંત દંડની શિક્ષા કરી પણ ચંડાળને દયા આવી તેથી તેને બચાવ્યા અને તે ભૂત્તદત્ત નામના ચંડાળને ત્યાં ગુપ્તપણે રહી એના બે પુત્રને ભણાવ્યા ને સંગીતકળામાં પારંગત બનાવ્યા પણ નમુચિ પ્રધાને ભૂતદત્ત ચંડાળની પત્ની સામે કુદષ્ટિ કરી એટલે ચંડાળને આ વાતની જાણ થતાં એને મારવાના ઉપાયો શેધવા લાગે. પણ બાળકને આ વાતની ખબર પડી એટલે ગુરૂાણથી મુક્ત થવા નમુચિને ગુપ્ત રીતે ભગાડી મૂક, નમુચિ ત્યાંથી છૂટીને ફરતો ફરતો હસ્તિનાપુરમાં સનતકુમાર ચક્રવતિ રાજ્ય કરતા હતા ત્યાં આવ્યો. એનામાં બુદ્ધિ તે હતી જ એટલે બુદ્ધિ જોઈને સનતકુમાર ચક્રવતિએ એને મંત્રીનું પદ આપ્યું.
નમુચિ તે ત્યાં મંત્રીપદ ભેગવવા લાગ્યો. આ બાજુ બે ચંડાળપુત્રો ધીમે ધીમે મોટા થયા. પૂર્વના પાપકર્મના ઉદયથી ચંડાળને ઘેર જન્મ મળે પણ એમનું રૂપ ઘણું હતું. એ બંને પુત્રો રાજકુમાર જેવા શોભતા હતા અને સંગીત કળા, નૃત્ય કળા આદિ કળાઓ શીખ્યા હતા. બંને યુવાન થયા એટલે રૂપ, યૌવન, લાવણ્ય અને નૃત્યકળા વગેરેથી વારાણસીના નગરજનોના મનને રંજન કરવા લાગ્યા. એ વીણ