________________
૧૦૦
શારદા સિદ્ધિ
અને કન્યા પાતાના શીલ અને ચારિત્રથી સસારને અભૂતપૂર્વ રીતે અજવાળશે. ભીમસેન પણ આ કન્યાને સારી રીતે રાખશે, તેના સુખ અને શાંતિ માટે કાળજી રાખશે. તેને દુઃખ નહિ પડે. સુશીલા પ્રત્યે તે અપૂર્વ રાગ ધરાવશે. આવેા સરસ ચાગ તા ભાગ્યે જ કોઈને હાય છે. આ લગ્ન સબધ બાંધવામાં સુખ સુખને સુખ રહેલુ છે. જ્યાતિષીઓનો અભિપ્રાય સારા મળ્યા એટલે સૌને ખૂબ આનંદ થયા. આમ તે છબી જોઈને ભીમસેન સૌને ખૂબ ગમી બચેા હતા. તેમાં જાતિષીઓએ આ પ્રમાણે કહ્યું એટલે સુશીલાને ભીમસેન સાથે પરણાવવાનું નક્કી થયું. તેથી સુમિત્રને અત્યંત આનંદ થયા કે પાતાના રાજકુમાર માટે આવી રત્ન જેવી કન્યા મળી. હવે એનુ” મન ઉજ્જૈની જવા તલસી રહ્યુ` હતુ`. જલ્દી મહારાજાને આ શુભ સમાચાર આપીને ખુશ કરુ'. માનસિહ રાજાએ પેાતાનો નિર્ણીય જાહેર કર્યાં એટલે સગપણ થયાની નિશાની રૂપ સુવર્ણનું નાળિયેર, સાનામહોર આપીને ભરસભામાં સગપણની જાહેરાત કરી અને સુમિત્રને મૂલ્યવાન વસ્ત્રો, રત્નનો હાર વિગેરે કિમતી ભેટા આપી વેવાઈના ઘરનો માણસ માની તેનુ' બહુમાન કર્યું.
“ઉજ્જૈનીમાં સુમિત્ર પ્રધાનનું આગમન”: હવે સુમિત્રે કહ્યુ હુ' જલ્દી જઈને અમાશ મહારાજાને જલ્દી આ શુભ સમાચાર આપુ' એટલે માનસિ‘હરાજાએ “કહ્યુ હા, હવે તમે જલ્દી જાએ. જઈને જિતારી મહારાજા તથા ગુણસુંદરી મહારાણીને અમારા પ્રણામ કહેજો ને જેમ બને તેમ જલ્દી લગ્ન મહેાત્સવ ગેાઠવે તેમ કહેશો. આમ કહીને સુમિત્રને વિદાય કર્યાં. સુમિત્ર જે કાર્ય કરવા માટે નીકળ્યા હતા તે કા સફળ થયુ' એટલે એના પગમાં જોમ આવ્યું. એના ઉત્સાહનો પાર નથી. કૌશાંબી નગરીથી ઉજ્જૈની નગરી ઘણી દૂર છે પણ એને ઉત્સાહ છે એટલે સાંઢણીને પૂરવેગે ચલાવી ભૂખ-તરસ થાક કે ઉંઘની દરકાર કર્યા વિના પૂવેગે ચાલ્યા જ જાય છે. થોડા જ દિવસમાં તે ઉજ્જૈની નગરીના રાજભવનમાં હાજર થયા ને જિતારી મહારાજાના ચરણકમલમાં મસ્તક નમાવી ઉભો રહ્યો. રાજાએ સુમિત્રનુ' પ્રેમથી સ્વાગત કર્યુ, પછી એના ક્ષેમકુશળ પૂછી તેને ઉચિત આસને બેસાડયા. એના મુખ ઉપરથી લાગતું હતું કે એ ખૂબ પરિશ્રમ કરીને જલ્દી આવ્યા છે. એના માટે રાજાએ શીતળ જળ મ'ગાવ્યું. ઘણાં સમયથી પેાતાની નગરીનુ' પાણી પીધું ન હતુ. તે આજે મળતા સુમિત્રને શાતા વળી. એનો અડધા થાક ઉતરી ગયા. પાણી પીને સ્વસ્થ થયા, પછી પોતે લાવેલી કુમકુમ પત્રિકા રાજાના હાથમાં મૂકી.
જિતારી રાજાના હર્ષ” : મધુ ! આગળના રાજાઓ કેવા ગભીર હતા. આવતા વેંત એમ ન પૂછ્યું કે સુમિત્ર! તુ શું કરીને આવ્યે ? મારા ભીમસેન માટે ધી કન્યા શોધી લાવ્યેા ? પણ પહેલા એનું સ્વાગત કરીને શાંત કર્યાં, પછી પૂછવાનુ` ઘણુ ન રહ્યુ અને તે કુમકુમ પત્રિકા આપી એટલે ખેાલીને રાજાએ વાંચી. વાંચીને