________________
શારદા સિદ્ધિ કુંવર તે સર્વાગ સુંદર છે. જેને કેવી પ્રતાપી મુખમુદ્રા છે! તે પછી હે રાજન ! હવે શું વિચાર કરે છે? હું એ વાતનો વિચાર કરું છું કે આ છબી સુશીલાને અને તેની માતાને બતાવું, અને તેમનો અભિપ્રાય જાણી લઉં, અને આ કુંડલી રાજતિષીને જોવા માટે આપી દઉં. હે રાજન ! આપની વાત સત્ય છે. આપની દીકરીને પરિચય કરાવો. મન તે સાક્ષી પૂરે છે કે આપની દીકરી પણ પૂરેપૂરી સુલક્ષણો અને અમારા પાટવી કુમારને યોગ્ય હશે પણ જિંદગીભરના સબધે જોડતા પહેલા બધું પાકું કરવું જોઈએ. મારો અવિનયને માફ કરજો.
સુમિત્રનું કરેલું મન” :- રાજાએ કહ્યું એમાં કાંઈ અવિનય નથી, પણ હવે તારે જવાની ઉતાવળ નથી ને? જે ઉતાવળ ન હોય તે હું મારી રાણી, પુત્રી વિગેરેનો અભિપ્રાય લઈને શાંતિથી આ અંગે નિર્ણય કરું. સુમિત્રે કહ્યું ના, સાહેબ! એવી કોઈ ઉતાવળ નથી. તમે કહેશે ત્યાં સુધી રાજમહેલનો મહેમાન બનીને સ્વાગત માણશ. સુમિત્ર રાજમહેલનો મહેમાન બન્યું. ત્યાંના રોકાણ દરમ્યાનના દિવસોમાં તેણે રાજકુળના માણસને પરિચય કર્યો. રાજરાણી કમલાને પણ મ. સુશીલા, સુલોચના બંને કન્યાઓને જોઈ અને તેમને સંપર્ક સાધ્યો. માટી કુંવરી સુશીલાને જોઈને સુમિત્રને ખૂબ સંતોષ થયો. તેનું લજજાશીલ વદન, વિનય, બોલવામાં મૃદુતા, બુદ્ધિ, સૌંદર્ય અને ઉચ્ચ સંસ્કાર વિગેરે જોઈને એને આનંદ થયે ને મનમાં વિચાર કર્યો કે સુશીલા અને ભીમસેનનું નક્કી થાય તે રંગ રહી જાય. પિતાનું કાર્ય યશસ્વી બને તે માટે પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યો.
આ તરફ માનસિંહ રાજાએ ભીમસેનની છબી પિતાની રાણુને બતાવીને કહ્યું આ કુમાર આપણું સુશીલા માટે ગ્ય છે? રાણીને તે છબી નેતાની સાથે પસંદ પડી ગયું અને વિનયપૂર્વક કહ્યું સ્વામીનાથ! “હું શું કહું! આપની બુદ્ધિ અને ગુણ પરીક્ષા માટે મને શ્રદ્ધા છે કે આપ જે કરશે તે-ગ્ય જ હશે. રાણીનો અભિપ્રાય જાણુને ભીમસેનની છબી સુશીલાને બતાવી. સુશીલા ભીમસેનની છબી જોઈને આનંદ વિભેર બની ગઈ. એણે હૈયાની ઉર્મિઓ હૈયામાં શમાવી દીધી. બહાર નીકળવા ન દીધી. મનના ભાવ મનમાં દબાવી શાંત ચિત્તે નીચું જોઈને બેસી રહી, ત્યારે માતાએ પૂછયું બેટા ! આ રાજકુમાર તને ગમે છે? ત્યારે સુશીલાએ કહ્યું-બા! એમાં પૂછવાનું જ શું ? આપ તો મારા હિતસ્વી છે. જે કંઈ કરશો તે મારા કલ્યાણ માટે હશે. પુત્રીના જવાબથી નક્કી થયું કે ભીમસેન એને પસંદ છે. - ત્યાર પછી માનસિંહ રાજાએ ભીમસેન અને સુશીલાની કુંડળીઓ રાજતિષીને બોલાવીને સરખાવી જોઈ કે બંનેનો યોગ થાય એમ છે કે નહિ? બંને સુખી થશે કે નહિ? રાજતિષીએ બંનેની કુંડળી જોઈ ગણિત ગયું, પછી અભિપ્રાય આપે કે બંનેને ગ્રહે એટલા બધા સારાને સામ્યતા ધરાવે છે કે બંનેની જોડી સુખી થશે,