________________
શારદા સિદ્ધિ સુખશાંતિ રાજીખુશીથી છેડી દેતી, અને એકધારી અઢાર-અઢાર, વીસ...વીસ કલાક હૃદયન ઉમળકાથી સેવા કરી દદીઓના દુઃખ હળવા કરતી. આવા નિઃસ્વાર્થભાવે સારવાર કરવાથી દર્દીઓના દર્દી મટી જતા એટલે આ નાનકડી હેસ્પિતાલમાં દર્દીઓ ખૂબ આવવા લાગ્યા. અહીં ગરીબ કે શ્રીમંતના ભેદભાવ ન હતા. સૌની સરખી સારવાર થતી હતી, એટલે શ્રીમંતો એને ત્યાં સામેથી પૈસા આપવા લાગ્યા.
“દેવીની ફેલાયેલી સુવાસ”:- દેવીએ એના જીવનમાં સુખ-દુઃખ જોય, આઘાત અને પ્રત્યાઘાતો ઘણું સહ્યા એટલે એનામાં ગંભીરતા અને સમજણ ખૂબ હતી. આ નાનકડી હોસ્પિતાલ હવે દિવસે દિવસે મોટી થવા લાગી. એની પ્રશંસા અને પ્રસિદ્ધિ ખૂબ થઈ. દેવીના જીવનકાર્યની સુવાસ આપોઆપ દેશ અને વિદેશમાં ફેલાઈ છાપામાં જાહેરાત આપવાની એને જરૂર ન પડી. એના સત્કાર્યોમાં પુણ્યનો આવેગ હતો. કારણ કે પુણ્ય હંમેશા કહુદયને જીતવાના સ્વભાવવાળું છે. પુણ્યને પ્રકાશ સઘળું હસતું કરે છે અને દર્દી તથા વેદનાના કીચડને સૂકવી નાખે છે. તેની ઉત્કૃષ્ટ સેવાને કારણે હવે તે માત્ર દેવી જ નહિ પણ લોકોની લાડીલી દેવીભાઈ બની ગઈ
દેવીમાઈની નાનકડી હેસ્પિતાલને ચારે બાજુથી ઘણી મદદ મળી એટલે એમાંશી એક વિશાળ હસ્પિતાલનું સર્જન થયું. એક ઓરડાની હોસ્પિતાલ હોય કે સેકડે એરડાની હોય પણ દેવીમાઈની સેવાભાવના તે સહુ પ્રત્યે સરખી હતી. દેવીમાઈની હસ્પિતાલની આવી ખ્યાતિ સાંભળીને પેલી અંગ્રેજ મહિલા કે જે એક વખત દેવીમાની ઉપરી હતી તે આ હોસ્પિતાલની મુલાકાતે આવી. બહાર મુલાકાતીઓની લાઈન હતી. તેમાં આ અંગ્રેજ સ્ત્રી પણ ઉભેલી હતી. આ નવી વિશાળ પિતાલનું કાર્ય જોઈને એ ખુશ થઈ હતી અને તેની મુખ્ય સંચાલિકાને તે ધન્યવાદ આપવા આવી હતી. તેને ખબર નથી કે મેં જેને એક વખત તર છોડીને રન આપી હતી એ જ આ હોસ્પિતાલની મુખ્ય સંચાલિકા દેવીમાઈ છે. ત્યાં તે દેવીમાઈ બહારથી આવીને જેવી અંદરના ખંડમાં પગ મૂકવા જાય છે ત્યાં તેની નજર પેલી અંગ્રેજ બાઈ ઉપર પડી. એટલે દેવીમાઈ તે તરત ઓળખી ગઈ કે આ મારી ઉપરી હતી. એણે મને અપમાન કરીને રજા આપી હતી પણ દેવીમાઈને એવું ન હતું કે એક વખત મારું ઘર અપમાન કરીને કાઢી મૂકનારને હવે હું શા માટે બોલાવું? એ તે અંગ્રેજ બાઈનો હાથ પકડીને અંદરની કેબીનમાં લઈ ગઈ. પેલી બાઈ પણ એને ઓળખી ગઈ કે આ જ પેલી દેવી છે, જેને મેં તિરસ્કારપૂર્વક કાઢી મૂકી હતી. દેવીને ભૂતકાળની વાત કરવાની ઈચ્છા ન હતી એટલે થેડીવાર મૌન રહીને બોલી.
ભૂલને પશ્ચાતાપ કરતી મહિલા” :- દેવી ! તને ધન્ય છે. આજે આ હસ્પિતાલના ખંડે ખડે ફરીને માનવના દુખેને દૂર કરવાની તારી રાત દિવસની
શા. ૧૩