________________
શારદા સિદ્ધિ હા... હાઉ કરવા લાગી. આ જીવતી ડાકણને ઘરમાં કયાં લાવ્યા ? એ મારા ફુલ જેવા ખાળકને પણ ભરખી જશે, પછી મને ને તમને પણ ભરખી જશે. પત્નીના આવા વેણુ કવેણ સાંભળીને પતિ કહે છે તું આવુ શા માટે ખેલે છે? મારી બહેન તો દયાનો અવતાર છે. એ કોઇને ભરખી ખાય તેવી નથી પણ એના એવા જથ્થર પાપકનો ઉદય છે એટલે આવુ બને છે માટે એ દુઃખીયારીને આવા શબ્દો ન કહે પણ પત્ની તો બધ થતી જ નથી. ભાભીના શબ્દો સાંભળીને નણંદના મનમાં વિચાર થયા કે જાણે ગળે ટૂંપો દઈને મરી જવુ'. હવે જીવીને મારે શુ' કામ છે ? બીજી તરફ એના ભાઈને પેાતાની પત્નીના શબ્દોથી ઊઘ ઉડી ગઈ. એને વિચાર થયા કે મારાથી આ શબ્દો સહન થતા નથી તો મારી બહેનથી કેવી રીતે સહન થાય? એને કેવુ' થતુ હશે ? આના કરતાં હું તેનુ' ભવિષ્ય સુધરે ત્યાં મૂકી આવુ તો શાંતિથી રહે તો
ખરી.
અંગ્રેજ બાઇએ દેવી ઉપર કરેલો પ્રકાપ” :- ભાભી કોઈ કામે બહાર ગઈ ત્યારે ભાઈએ બહેનને વાત કરી. મહેનને ભાઈની વાત ગળે ઉતરી, એટલે ભાઈ એ એની બહેનને નાસિકમાં નસની ટ્રેનિ’ગસ્કૂલમાં દાખલ કરી. દેવી નસની ટ્રેનિંગ લઇને નાનકડા એવા પ્રસુતિગૃહમાં સેવા માટે દાખલ થઈ. આ પ્રસૂતિગૃહની ઉપરી એક અંગ્રેજ સ્ત્રી હતી. એક વખત એક ગરીબ હરિજન ખાઈ આ પ્રસૂતિગૃહમાં દાખલ થઈ. તેને રાતના પેટનો સખત દુ:ખાવા ઉપડયેા એટલે તેને પાયખાનામાં લઈ જવાય તેમ ન હતુ. પાયખાનાનુ ટબ તો માત્ર અંગ્રેજો અને યુરોપીયનો માટે જ હતું, પણ દેવીએ કાયદાનો ભંગ કરી એ ટમ હરિજનબાઈને આપ્યુ. બીજે દિવસે ઉપરી ખાઈને આ વાતની ખબર પડી એટલે એણે દેવીને ખૂબ ધમકાવી. એના મિજાજના પારા આસમાને પહેાંચી ગયા. એણે દેવીને ન કહેવાના શબ્દો કહ્યા છતાં દેવી તો શાંત ઊભી રહી. પછી એણે શાંતિથી એટલું જ કહ્યુ' ઊ'ચનીચના ભેદ તો આપણે જ ઊભા કર્યા છે. ધર્મોની દૃષ્ટિએ તો સૌ એક જ કુટુંબના બાળ છે. આટલા શબ્દો કહ્યા એટલે અંગ્રેજ ખાઈ ને ક્રોધ વધુ ઉગ્ર બન્યા અને દેવીને પોતાના પ્રસૂતિગૃહમાંથી રજા આપી દીધી.
દેવીને ટ્રેનીંગ સારી મળી ગઈ હતી તેથી હવે તેને નિરાશા જેવી કાઇ ચીજ દેખાતી ન હતી. દેવીએ અંગ્રેજ ખાઈની હાસ્પિતાલ છોડી દીધી. અત્યાર સુધીના પગારના પૈસા બચાવ્યા હતા તે અને થોડા પૈસા એના સાસરેથી લાવી હતી તે બધા ભેગા કરીને ચાર પથારી થાય એટલી એક રૂમ રાખીને નાના પાયા ઉપર પેાતાની હાર્પિતાલ શરૂ કરી. ખાવુ'પીવુ', હરવુ ફૅરવુ, ઊંઘ આળસ બધુ' મૂકી દઈને દેવી તેના દદી એની પથારી પાસે રાત દિવસ ખડે પગે સેવા કરતી. દઢી એ સાથે વાતો કરે તો પણ નમ્રતા અને મીઠાશથી કરતી, બીજાનું દુઃખ જોઈ ને દેવી પેાતાના જીવનની