________________
EX
શારદા સિદ્ધિ અનેક વાર નીચગોત્રમાં ઉત્પન્ન થયેલ છે. જેમ ફજેત ફાળકામાં બેઠેલ વ્યક્તિ ઊંચે જઈ નીચે આવે છે એમ ઝુલાની માફક જ કર્માનુસાર ઉચ્ચ નીચ ગોત્રમાં વારંવાર ઉત્પન્ન થાય છે. વળી નીચગોત્રનો ઉદય અનંતકાળ સુધી તિર્યંચ ગતિમાં (વનસ્પતિ આશ્રી અનંતકાળ) હોય છે. માટે કોઈએ ગોત્રનું ગર્વ અભિમાન કરવું નહિ. આઠ મદ પૈકી કોઈ પણ મદનું અભિમાન કરે તે જીવ ભવિષ્યના ભવમાં દીનતાને પામે છે. એટલે જે ઉચ્ચગેત્રનું અભિમાન કરે તે ભવિષ્યના ભવમાં તે જીવ નીચગેત્રમાં ઉત્પન્ન થાય છે, માટે કઈ પણ મદસ્થાનોનું અભિમાન કરવું નહિ. જીવને ઊંચ-નીચ કુળમાં લઈ જનાર કર્મ છે. સુખ અને દુઃખ અપાવનાર પણ કર્મ છે. કર્મ આ જીવને સંસારમાં અનેકવિધ નાચ નચાવે છે. કર્મની કરૂણ કહાની સમજાવતી બનેલી એક કહાની
એક માતાને એક દીકરો અને દીકરી બે સંતાન હતા. દીકરે પાંચ વર્ષનો થયે પછી દીકરી જન્મી. એનું નામ દેવી પાડ્યું. દેવી સવા મહિનાની થઈ ત્યાં એની માતા ચાલી ગઈ, એટલે લોકે બેલવા લાગ્યા કે આ છોકરી ખરાબ પગલાની છે. જુઓને, જન્મી ત્યાં એની મા મરી ગઈ. માતા તે આયુષ્ય પૂરું થયું એટલે મરી ગઈએમાં દીકરીનો શું વાંક? આમ કરતા કરી પાંચ વર્ષની થઈ ને એના પિતા મરી ગયા. એટલે લોકે તે ડબલ ઉછળીને બેલવા લાગ્યા કે આ છોકરી તે ડાકણ છે ડાકણ. એણે જન્મીને સવા મહિનામાં તે માને ભરખી લીધી ને પાંચ વર્ષે બાપને પણ ભરખી લીધે, પણ બિચારી દેવી શું કરે? માતાએ તે સરસ મઝાનું દેવી નામ પાડ્યું હતું પણ લોકેએ એને દેવીમાંથી ડાકણ બનાવી દીધી. માતાપિતા બંને ચાલ્યા ગયા એટલે ભાઈ બહેન નિરાધાર બની ગયા. મેણાટોણા સહન કરતા કાકા-મામાના આશ્રય નીચે ભાઈ બહેન મોટા થયા. ભાઈને સારી નોકરી મળી ગઈ અને બહેનને સગાવહાલાઓએ ભેગા થઈને પરણાવી. એનું એટલું પુણ્ય હતું કે સાસરિયા સારા મળ્યા, ભાઈનો પગાર પણ સારો હતો એટલે એને પણ સારી કન્યા મળી ગઈ. ભાઈ અને બહેન બંને પરણી ગયા. દેવી સ્વભાવથી સરળ, નમ્ર અને વિનયવાન હતી. એનું રૂપ પણ ઘણું હતું. સાસરે એનું માન ખૂબ હતું. આ તે દેવી તે દેવી જ છે. જાણે ઘરની કુળદેવી જોઈ લો. દેવીને પણ ખૂબ શાંતિ થઈ પણ કમરાજાએ તેને કેડો ના મૂકો, એને પરણ્યા છ મહિના થયા ત્યાં એના સાસુ ગુજરી ગયા, એટલે લોકેને તે હાથમાં આવ્યું. ચોરે ને ચૌટે સૌ બલવા લાગ્યા. જુઓ, પ્રત્યક્ષ દેખાય છે ને કે આ ડાકણી છે. જન્મીને માને ભરખી, પછી પિતાને અને પરણીને સાસરે ગઈ ત્યાં બિચારી સાસુને ભરખી ગઈ.
દેવીના ઘોર પાપને ઉદય” – ઠેકાણે ઠેકાણે પોતાને માટે આવા શબ્દો બોલાતા સાંભળીને દેવીનું કાળજુ ચીરાઈ જવા લાગ્યું. અરેરે....હે પ્રભુ! મેં કેવા