________________
શારદા સિદ્ધિ ઝણકાર થતું હોય કે હે પ્રભુ! હવે મારા ભવબંધને કયારે તૂટશે? હું આ જન્મ-જરા -મરણ આદિ રેગોને નાબૂદ કરીને મારા આત્માનું ભાવ આરોગ્ય એવી સિદ્ધ દશાને કયારે પામીશ? આવું લક્ષ રહે તે અમારું ઘર ત્યાગવાનું પ્રયોજન સફળ થાય.
આપણે ઉત્તરાધ્યયન સૂત્રના ૧૩ મા અધ્યયનની વાત ચાલે છે. એમાં પેલા બે મુનિરાજેએ ચારિત્રમાં દુર્ગછા કરી તે તેના ફળ સ્વરૂપે તેમને કેવું કર્મ બંધાઈ ગયું. તેમણે કેવા કેવા ભવ કર્યા અને છેવટે ચાંડાળ કુળમાં ઉત્પન્ન થયા. અત્યારે પહેલાની જેમ ચંડાળ પ્રત્યે એટલી દુશંકા કે તિરસ્કાર નથી પણ પહેલાના વખતમાં હરિજન–ચંડાળ વગેરેને ખૂબ તિરસ્કાર હતે. ભૂલેચૂકે હરિજનને અડી જવાય તે ઘેર જઈને સ્નાન કરતા. એક વખત એક બ્રાહ્મણ પૂજા કરીને એક ગલીમાંથી આવતે હતું, ત્યારે એક ભંગડી ઝાડુ અને ટેપલે લઈને સામેથી જતી હતી. ભંગડી એને અડી ન હતી પણ એને પડછાયો એ બ્રાહ્મણ ઉપર પડે એટલે બ્રાહ્મણને ખૂબ ક્રોધ આવ્યા ને ભંગડી ઉપર કોધ કરી એને ગાળે દેવા લાગ્યા, ત્યારે ભંગડીએ ખૂબ નમ્રતાથી કહ્યું ભાઈ! મને ખબર નહિ કે તમે પૂજા કરવા ગયા છે તેથી હું આવી. ખબર હતી તે ન આવત, માટે મને માફ કરે. હું તમને અડી પણ નથી. શા માટે આટલે બધે ક્રોધ કરે છે? ત્યારે બ્રાહ્મણ તે બેફામ ગાળો દેવા લાગે એટલે ભંગડીએ વિચાર કર્યો કે હવે મારે એને બતાવી દેવું જોઈએ. બ્રાહ્મણ કઈ રીતે ગાળો દેતો બંધ ન થયું ત્યારે ભંગડીએ જઈને બ્રાહ્મણને હાથ પકડી લીધો એટલે બ્રાહ્મણના ક્રોધને પારો આસમાને ચઢયે ને ડબલ ગાળે દેવા લાગ્યો તેથી લોકોનું ટોળું ભેગું થયું ને ભંગડીને કહ્યું કે તું શા માટે બ્રાહ્મણને અડકી? ત્યારે ભંગડીએ આગળની બધી વાત કરીને કહ્યું હું અત્યારે બ્રાહ્મણને નથી અડકી. હું તે મારા સજાતીય ચંડાળને અડકી છું કારણ કે અત્યારે એ બ્રાહ્મણ નથી. એનામાં કોઈ રૂપી ચંડાળ પ્રવેશેલે છે.
ક્રોધ એ પણ એક પ્રકારને ચંડાળ છે. પેલે બ્રાહાણ શરમાઈને ચાલ્યા ગયે. ટૂંકમાં અસલના વખતમાં ચંડાળ જાતિને ખૂબ તુચ્છ ગણવામાં આવતી. આ બે છોકરાઓ કર્મના ઉદયથી ચંડાળ કુળમાં જન્મ્યા. એમનું રૂપ અથાગ છે. એમના પૃદયે નમચી પ્રધાન મળ્યો ને એણે બંને બાળકોને સંગીતાદિ કળાઓ શીખવાડી. તે સંગીતકળામાં એવા તે પારંગત થયા કે એ ગાય તે જંગલમાંથી દેડતા જાનવર આવે ને સ્થિર બની જાય. મલ્હાર રાગ ગાય તે વરસાદ પડે અને દીપક રાગ ગાય તે દીપક પ્રગટે. સંગીતકળામાં આવા પારંગત થયા પણ જાતિના ચંડાળ હતા, એટલે આવી સરસ કળાઓની કોઈ કદર કરતું નથી. જીવને ઊંચનીચ કુળમાં લઈ જનાર કર્મ છે. આચારાંગ સૂત્રમાં ભગવાન બેલ્યા છે કે “તે શરદ પુજા, સંસદ નિગાહ ” આ જીવ કર્મના કારણે અનેક વાર ઉચ્ચગેત્રમાં ઉત્પન્ન થયે અને