________________
૯૧
શારદા સિદ્ધિ લેઢામાં રહેલા અગ્નિને પણ ફટાવું પડે છે. જેમ અગ્નિ અલગ હોય તે તેને કઈ ફૂટી શકતું નથી, પણ તે અગ્નિ જ્યારે લેઢામાં એકમેક થઈને ભળે છે ત્યારે તે અગ્નિ લેઢાના કુટાવાની સાથે કૂટાઈ જાય છે તેવી રીતે આ શરીરને શીત, તાપ, ટાઢ વાયરે વગેરે પદાર્થો કંઈ પણ ઉપદ્રવ કરી શકતા નથી પણ જ્યારે આ જીવ શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે લેઢામાં પ્રવેશેલા અગ્નિને જેમ ઘણુના માર પડે છે તેવી રીતે શરીરને લાગતા શીત, ઉષ્ણ, ટાઢ, વગેરેના ઉપદ્રવ શરીરમાં રહેલા આત્માને સહન કરવા પડે છે. જે અગ્નિ પિતાના સ્વભાવમાં રહીને બીજામાં પ્રવેશી ન હોત તે એને કૂટાવું ન પડત, પણ એ લેખંડમાં જોડાઈ તે તપેલા લેખંડની સાથે કૂટાવું પડયું. જેમ તપેલા લેઢાને ઉઠાવતા અગ્નિ અને લેટુ સાથે ઊઠે છે, તપેલા લેઢાને કાપતા લેતું અને અગ્નિ બંને સાથે કપાય છે. તપેલા લેઢાને ફેંકતા લેતું અને અગ્નિ બંને સાથે ફેકી દેવાય છે તેમ આ સંસારમાં જીવ પણ શરીરની સાથે એકમેક થયેલ છે. તેને લીધે શરીરને ઉપાડતા, કાતા, ધકકો મારતા જીવ પણ તેની સાથે ઉપડી જાય છે. ધક્કો ખાય છે ને શેકાઈ જાય છે. શરીરને છેદન-ભેદન, તાડન-તર્જન, રેગ વગેરે થતાં તે તાડન-તર્જન, છેદન–ભેદન, રોગ વગેરેનું દુઃખ શરીરમાં રહેલા આત્માને અનુભવવું પડે છે. જે આત્મા શરીરની સાથે એકમેક થયેલો ન હોય તો શરીરને થતાં તાડન–તર્જન,વધ, બંધ, રોગ વગેરેનું દુઃખ અંશ પણ આત્માને ભેગવવું પડે નહિ. આવી રીતે જે આત્માને જગતના સર્વર પદાર્થોથી નિવૃત્ત કરી દેવામાં આવે અને જગતના સર્વ પદાર્થોમાં અહંભાવ અને મમત્વ ભાવ જોડીને એકમેકપણે પ્રવેશ કરેલો છે તે છોડી દઈને શરીર વગરને આત્મા બની જાય ત્યારે નિરાશ્રિત એવા આત્માને નિરાશ્રિત એવા આકાશની માફક શીતતાપ-તાડન-તર્જન વગેરે દુઃખમાંથી કોઈપણ જાતનું દુઃખ અનુભવવું પડશે નહિ. ટૂંકમાં કહેવાનો આશય એટલે જ છે કે દરેક સંસારી જીને શરીરના કારણે ચારે ગતિના દુખ ભોગવવા પડે છે. જ્યાં સુધી જીવને સંસારમાં રખડવાનું હોય છે ત્યાં સુધી અવશ્ય શરીર ધારણ કરવું પડે છે. જો કે દુઃખને અનુભવ એકલા શરીર દ્વારા આત્માને કરે પડે છે એવું નથી. પાંચ ઈન્દ્રિયે, તેના વિષયે, તેના સાધનો, કુંટુંબ, ધન, માલ મિલ્કત વગેરેમાં ઈટનો વિયોગ અને અનિષ્ટનો સંગ વગેરે દ્વારા પણ આ જીવને દુઃખનો પારવાર અનુભવ કરવો પડે છે પણ આ બધા દેહરૂપી વૃક્ષના શાખા, પ્રશાખા પત્ર, પુષ્પ અને ફળ છે. ચારે ગતિમાં રખડતા જીવરૂપી પક્ષીઓને શરીર રૂપી પિંજરુ એ કેદને સ્થાને છે. શરીર રૂપી કેદમાંથી જે કઈ છૂટેલું હોય તે તે માત્ર સિદ્ધ ભગવતે છે.
આ કેદખાનામાંથી છૂટવા માટે અને સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરવાનો જે કઈમેકે હિય તે તે આ મનુષ્યભવમાં છે. મનુષ્યભવમાં પ્રમાદ છોડીને જાગૃત બનીને એવી કરણ કરી લો કે જન્મ-મરણના મહાભયંકર રોગ નાબૂદ થઈ જાય. તમારા શરીરમાં