________________
શારદા સિદ્ધિ કર્મો કર્યા હશે? મારા કેવા પાપકર્મને ઉદય છે કે જ્યાં ને ત્યાં આવું જ બને છે. એ ખૂબ રડતી ત્યારે એનો પતિ એને ખૂબ સમજાવતે કે તું શા માટે રડે છે? દુનિયા તે દોરંગી છે. એ તે જેની પાછળ પડશે તેની પાછળ પડશે. એમ કહીને શાંત કરતે, પણ દેવીના કર્મને ઉદય જોરદાર હતું એટલે શાંતિ કયાંથી મળે? એને પરણ્યા બાર મહિના થયા ત્યાં એના પતિને અચાનક પેટમાં દુઃખા ઉપડે ને મૃત્યુ પામ્યું. હવે બિચારી દેવીને માથે કંઈ બાકી રહે ખરું? એક તે હરીફરીને પોતાના વિસામાનું
સ્થાન જે કંઈ કહે તે એને પતિ જ હતે. એ પણ ફાની દુનિયામાંથી વિદાય લઈને ચાલ્યો ગ. બિચારી દેવી તે બેભાન બની ઢગલે થઈને ઢળી પડી. એની દયાજનક પરિસ્થિતિ થઈ. એને જોઈ બીજા રડતા પણ સાસરિયા, પિયરિયા બધા એક જ વેણ બેલે છે કે અમે તો એ જન્મી ત્યારથી કહીએ છીએ કે આ છોકરી ડાકણ છે. જુઓ, બાર મહિનામાં તે યુવાન પતિને ભરખી લીધે. બધાના જીવ લીધા. આના કરતા એ જ નાનપણમાં મરી ગઈ હોત તે સારું થાત. આવા શબ્દો એની છાતીમાં ગોળીની જેમ વાગવા લાગ્યા. કોઈને દોષ ન દેતા પિતાના પાપકર્મોને દેષ દેતી દેવી વિચાર કરવા લાગી કે અહે ભગવાન! મેં ગતભવમાં કેવા ચીકણા કર્મો બાંધ્યા હશે! કોઈના માથે ડાકણના ખોટા આરોપ મૂક્યા હશે તેથી મને આવા દુખે પડે છે. કરમને ક્યાં શરમ છે. કહ્યું છે ને કે
કરમ ના છોડશે તેને કોઈ કાળે, જન્મ જ્યાં ધરે તું તને ત્યાં સંભાળે, થશે આ મૂકીને અચાનક જવાનું, સ્વજન કેઈ સાથે નહીં આવવાનું જશે જીવ તારે કરમના સહારે, કર્યા જે પ્રમાણે ફળે તે પ્રકારે.
હે જીવ! તું આકાશમાં જા કે પાતાળમાં જા, દેશમાં રહે કે પરદેશમાં જા, વસ્તીમાં વસ કે વનવગડે જઈને વાસ કર પણ કર્મ તને કદી નહિ છોડે. બીજા ભવમાં પણ એ યાદ કરીને તારી પાસે આવશે પણ જતું નહિ કરે. માટે કર્મ બાંધવા સમયે ખૂબ ધ્યાન રાખે. પતિના ગયા પછી દેવી ખૂબ રડે છે ત્યારે એના સસરા કહે છે બેટા ! તું શાંત થા. મારો દીકરે જતા મને ભયંકર આઘાત લાગ્યો છે પણ એનું આયુષ્ય એટલું જ હશે. આપણું લેણદેણ પૂરી થઈ હશે એમાં તારે શું દોષ? એમ કહીને આશ્વાસન આપે છે અને દેવીને પોતાની દીકરીની જેમ સાચવે છે પણ કિસ્મત બે ડગલા આગળ ને આગળ છે. આશ્વાસન દેનાર સસરા પણ થોડા દિવસમાં ચાલ્યા ગયા. દેવીને માથે દુઃખના ડુંગરા તુટી પડયા. હવે બહેન ઘરમાં એકલી પડી એટલે એ ભાઈ આવીને કહે છે બહેન! તું ઘેર ચાલ. પિતે જ્યાં જાય છે ત્યાં આવું બને છે, એટલે બહેન ભાઈને ઘેર આવવાની ના પાડે છે, પણ ભાઈએ ખૂબ કહ્યું એટલે દેવી ભાઈને ઘેર આવી. ભાઈ ઘણે સારે હતો પણ ભાભી તો વિફરેલી વાઘણ જેવી હતી. એના પતિ સાથે નણંદને પિતાને ઘેર આવતી જોઈને ભાભી તો વાઘણની જેમ