________________
શારદા સિલિ વાણીનું નિરૂપણ કર્યું. આગમમાં ભગવાન ફરમાવે છે કે હે ભવ્ય છે ! આપણો જીવાત્મા કર્મના સંગથી અનાદિકાળથી સંસારમાં જન્મમરણદિન જાલીમ દુઃખ જોગવી રહ્યો છે. શરીર પણ જીવને કર્મની પરાધીનતાથી મળ્યું છે. માત્ર મોક્ષ એ એક એવું સ્થાન છે કે જ્યાં કર્મની પરાધીનતા નથી. બાકી તે ભવનપતિ, વાણવ્યંતર, જતિષી અને વૈમાનિક તેમાં પણ મોક્ષથી માત્ર ૨૧ જોજન દૂર રહેલા સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ પણ કર્મની જંજીરમાં જકડાયેલા છે. તે સિવાય વિવેક દષ્ટિએ વિચારવામાં આવે તે કંઈ પણ સંસારી જીવ શરીર વગરને તે નથી, પછી ચાહે સૂક્ષ્મ શરીર હોય કે સ્કૂલ શરીર હોય વાસ્તવિક દષ્ટિએ સંસારી આત્મા પિતાના શરીરને પિતાને આધાર માને છે, પણ જ્ઞાની આત્માઓની દષ્ટિએ શરીર એ આત્માને આધાર નથી. પિપટ, ચકલી આદિ પક્ષીઓને પાંજરામાં પૂરવામાં આવે છે તેમ આત્મા રૂપ પક્ષીને માટે શરીર એ પાંજરાની માફક કેદરૂપ છે.
આ જગતમાં આધાર ન હોય તે આધેય હેઈ શકતું નથી તે દષ્ટિએ જે શરીર એ આત્માને આધાર હેત તે શરીર સિવાયને આત્મા માની શકાય નહિ, પણ મોક્ષમાં રહેલા અનંતા સિદ્ધ ભગવંતે અશરીરી છે. એમને શરીર નથી તે એ શરીર વિના કેવી રીતે રહી શકે ? માટે તમે સમજે કે શરીર એ આત્માને આધાર નથી પણ કર્મભનિત બંધન છે. શરીરને કારણે આત્માને દુઃખ ભેગવવું પડે છે. શરીરના શીત ઉષ્ણદિક સ્પર્શેથી આત્માને અનુકૂળતા અને પ્રતિકૂળતા એટલે કે સુખ દુઃખ થાય છે, જ્યારે શરીરથી રહિત આત્માને શીત ઉષ્ણાદિ સ્પર્શજનિત સુખ કે દુઃખ હેતા નથી. આ વાતને સમજાવવા માટે જ્ઞાની પુરુષે કહે છે કે,
देहे विमुह्य कुरुषे किमद्य न वेत्सि, देहस्थ एव भजसे भवदुःख जालम् । लोहाश्रितो हि सहते धनधातमग्नि, बर्बाधा न तेङस्थ च नभोवदनाश्रयत्वे ॥
હે ભવ્ય છે! દેહ ઉપર મમતા ધારણ કરીને શા માટે અનેક પ્રકારના પાપ કરે છે? કારણ કે દેહમાં વસવાને કારણે જીવને ચાર ગતિના દુખ ભોગવવા પડે છે. ચારે ગતિમાં કઈ પણ ગતિવાળા જીવ એ નથી કે જેને શરીર સિવાય દુઃખ ભેગવવું પડતું હોય. દરેક ગતિમાં શરીર ધારણ કરીને જીવને ભ્રમણ કરવાનું હોય છે અને તે શરીર દ્વારા ચારે ગતિના દુઃખ ભોગવવા પડે છે. આ વાત સમજાવવા માટે એક ન્યાય આપું.
કોઈ માણસ વિચાર કરે કે મારે અગ્નિને ટીપવી છે, કુટવી છે તે અગ્નિ કંઈ ટીપાય ખરી? અત્યાર સુધીમાં કેઈએ અગ્નિને ટીપી હોય તેમ તમે સાંભળ્યું છે ખરું? “ના” તે ટીપાય કયારે?, જ્યારે તે અગ્નિ પોતાના શુદ્ધ સ્વરૂપમાં ન રહેતા સ્વભાવ છેડીને જ્યારે લેઢાની અંદર પ્રવેશ કરે છે અર્થાત લોઢાને આશ્રિત બને છે ત્યારે લુહારે તે લેઢાને ઘણથી અનેક વખત ફૂટે છે અને તે લેડું કૂટાવાથી તે