________________
શારદા સિદ્ધિ મુનિરાજોને પિતાની કહાની કહી. કૌમુદીના મુખેથી એના જીવનની રોમાંચક ઘટના સાંભળીને ક્રોધના કરૂણ અંજામને વિચાર હૃદયમાં વાળતા મુનિરાજે પિતાના ગુરૂદેવ પાસે પહોંચી ગયા ને લક્ષપાક તેલ દ્વારા પિતાના ગુરૂને નિરોગી બનાવ્યા. આ તરફ પરીક્ષા કરવા આવેલે દેવ પિતાની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલી કૌમુદીને અભિનંદન આપવા પ્રત્યક્ષ રૂપે પ્રગટ થયે, અને ઈન્દ્રના મુખેથી પ્રશંસા સાંભળીને પરીક્ષા કરવા પિતે આવ્યો ને લક્ષપાક તેલના ત્રણ ત્રણ ફૂપ પિતે ફેડી નાંખ્યા હતા તે વાત પ્રગટ કરીને કહ્યું : હે સતી ! તમે તમારા જીવનમાં ખરેખર ક્ષમા ધર્મને અપનાવ્યો છે. ઈન્દ્ર મહારાજે કરેલી પ્રશંસા સત્ય છે. એમાં હવે મને શંકા નથી. તમારી શીતપ્રિયતા અને ક્ષમાશીલતા આ જગતના છ માટે મહાન આદર્શ રૂપ છે. એમ કહીને દેવ કૌમુદીના ચરણમાં ઝકી પડે. શાસ્ત્રમાં કહ્યું છે ને કે
देव दानव गंधव्वा, जक्ख रक्खस्स किन्नरा ।
बंभयारि नमस्संति, दुक्करं जे करंति ते ॥ જે શુદ્ધ ભાવથી બ્રહ્મચર્યનું પાલન કરે છે તેના ચરણમાં દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ અને કિન્નરો નમસ્કાર કરે છે. માનવદેહની શોભા શીલ, સત્ય, સદાચાર, સરળતા ,ઉદારતા આદિ ગુણેથી છે. શરીર ગમે તેટલું રૂપાળું હોય, તેના ઉપર સારા. વસ્ત્રો અને કિંમતી દાગીના પહેરે, સુગંધિત સેન્ટ, અત્તર બધું છોટે પણ તેનાથી શરીર કંઈ શોભતું નથી પણ ગુણથી શોભે છે. કૌમુદી સતીને જીવનમાં મહાન ગુણે પ્રગટ થયા હતા. તેના પ્રભાવે દેવે તેના ઉપર પ્રસન્ન થઈને સુગંધિત પુપે અને સોનામહેરેની વૃષ્ટિ કરી, પછી સતીને પુનઃ વંદન કરીને એના સ્થાને ચાલ્યો ગયો.
બંધુઓ ! આ સંસારમાં ક્ષણે ક્ષણે જેને ક્રોધ આવે છે તે કષાયમાં જોડાઈને આત્માને કાજળથી પણ વધુ કાળે બનાવે છે. નજીવા સ્વાર્થ ખાતર એકબીજાનું ખૂન કરતા પણ અચકાતા નથી. તેમજ આપત્તિઓના ભયંકર દાવાનળ વચ્ચે પણ પ્રાણ સાટે શિયળનું કેવી રીતે રક્ષણ કરવું આ બધી વાત કૌમુદીને દષ્ટાંતમાંથી જાણવા મળે છે. આવા દષ્ટાંતનો સાર ગ્રહણ કરીને જીવનમાંથી રાગ-દ્વેષ, સંત વગેરે જતા કરતા શીખે અને વિષય કષાયથી અટકે તે સાચું સુખ પામી શકશે. આજે સમય ઘણે થઈ ગયો છે એટલે ચરિત્ર બંધ. વધુ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં.-૧૦ અષાઢ વદ અમાસને સેમવાર “આત્માનું બંધન કર્યું ” તા.-ર૩-૭-૭૯
અનંતજ્ઞાની શાસનપતિ તીર્થકર ભગવતેએ પ્રબળ પુરૂષાર્થ કરી કર્મોની કાલિમાને આત્મા ઉપરથી ઉખેડી કેવળજ્ઞાનની ઝગમગતી જાતિ જલાવીને દ્વાદશાંગી શા. ૧૨