________________
er
શારદા સિંહ
લક્ષપાક તેલ લેવા માટે પધારેલા હતા. તેઓ કૌમુદીની વિનતીના ઉત્તરમાં કહી રહ્યા હતા કે બહેન ! અમારા એક મુનિરાજ અગ્નિઝાળથી દાઝયા છે તેમની શ્રસુષા માટે લક્ષપાક તેલની જરૂર પડી છે. જો તમારી પાસે હાય ને અનુકૂળતા હોય તે અમને આપો. કૌમુદીએ કહ્યું ગુરૂદેવ ! આપ આ શુ. એલ્યા ? આપની ભક્તિને લાભ મળે ત્યાં અમને તે આનંદ જ હાય ને? એમાં અનુકૂળતા અને પ્રતિકૂળતાનો પ્રશ્ન જ શાના હાય ? તરત જ કૌમુદીએ દાસીને આજ્ઞા કરી કે બહેન ! માળીયાના કબાટમાંથી લક્ષપાક તેલને, કૂપ લાવા. આપણે મુનિરાજને વહેારાવીને લાભ લઈએ. દાસી લક્ષપાક તેલના ગ્રૂપ લેવા માટે માળીયા ઉપર ચઢીને તેલના કૂપ ઉતારતી હતી ત્યાં દેવે તેના હાથમાંથી તેલના કૂપ ગબડાવી નાંખ્યો ને મહામૂલ્યવાન તેલને ફૂપ ફૂટી ગયા, એટલે દાસી બેબાકળી બનીને રડવા લાગી. કૌમુદીએ હૃદયમાં ક્ષમા ધારણ કરી હતી એટલે મૃદુસ્વરે કહ્યું, બેટા! તુ રડીશ નહિ. ખીજો કૃપ છે તે સાચવીને તું લઈ આવ. દાસી ફ્રીને માળીયા ઉપર ચઢીને બીજો કૂપ ઉતારે છે તે પણ દૈવી શક્તિથી દેવે જમીન દોસ્ત કરી નાંખ્યા, એટલે દાસી તા ચેાધાર આંસુએ રડવા લાગી છતાં કૌમુદી ગુસ્સે ન થઇ, એણે ત્રીજી વખત મીઠા મધુરા શબ્દો દ્વારા કૂપ ખૂબ સાચવીને લઈ આવવા વિન'તી કરી પણ દૈવી શક્તિના પ્રભાવે ત્રીજા ગ્રૂપની પણ એજ દશા થઈ. લાખ લાખ સોનામહોરોની કિ"મતવાળા ત્રણ ત્રણ ક્રૂપા ફૂટી જવા છતાં એક સમયની ક્રોધાવતાર કૌમુદી સહેજ પણ ક્રોધની કાલિમાથી ખરડાઈ નહિ.
કૌમુદીની અતિ ઉત્કૃષ્ટ ભાવના”:- કૌમુદીના દિલમાં થયુ કે અહા ! મારે આંગણે ગુરૂદેવ પધાર્યા છતાં હું શેઠાણીની જેમ બેસી રહીને દાસીને લક્ષપાક તેલના કૂપ લેવા મેાકલું છું. હવે એક જ કૂપ રહ્યો છે તે હું જાતે જ લઈ આવું. પેાતે જાતે જ ઊભી થઈ ને લેવા ગઈ. આ વખતે એના શીલ ધર્માંના પ્રભાવે દેવ તેની લીલા અજમાવી શકયા નહિ. લક્ષપાક તેલના કૂપ લઈને હભેર કૌમુદીએ મુનિરાજને વહેારાવી દીધા. અને મુનિરાજો કૌમુદીની અતિ ઉત્કૃષ્ટ ભાવના અને ક્ષમા જોઈ ને ચિકિત થઈ ગયા. મુનિરાજોએ કહ્યુ: બહેન ! અમારા કારણે તમારા ત્રણ ત્રણ મહામૂલા લક્ષપાક તેલના કૂપ ઢળી ગયા. ખરેખર, અમને ખૂબ દુ:ખ થાય છે છતાં એક વાતના આનંદ થાય છે કે ત્રણ ત્રણ કિ'મતી તેલના ગ્રૂપ ફ્ાડી નાંખનાર દાસી ઉપર આપે જરા પણ ક્રોધ કર્યાં નથી, અને હવે અમારા ગયા પછી પણ તમે ક્રોધ કરશે નહિ, કારણ કે ક્રોધના અજામ કરૂણ હોય છે.
મુનિરાજોની વાત સાંભળીને કૌમુદી કહે છે ગુરૂદેવ ! આપની વાત સત્ય છે. ક્રોધના અંજામ અત્યત કર હોય છે. તે મેં મારા જીવનમાં જાતે અનુભવ્યુ' છે. તેથી મેં પ્રતિજ્ઞા કરી છે કે હું પ્રાણાંતે પણ કદી ક્રોધ નહિ કરું, ત્યારે મુનિરાજે પૂછ્યું : બહેન ! તમે ક્રોધના કટુ ફળ કેવી રીતે અનુભવ્યા ? ત્યારે કૌમુદીએ ટુંકમાં