________________
શારદા સિદ્ધિ લોઢાની થાળી મારા શરીરે શા માટે ઘસે છે ? અત્યાર સુધી દિલની દાબડીમાં સંઘરી રાખેલી શ્રદ્ધાને ખુલ્લી કરતા હાથ જોડીને ડેસીમા બેલ્યા. મહારાજા ! આપ તે મહાન પવિત્ર દેવતાઈ પુરૂષ છે. મારા જેવી રકને આપની પાસે આવવાનું શું ગજું? હું ખૂબ ગરીબ છું. મેં ઘણા વખતથી સાંભળ્યું છે કે આપણું શરીર પારસમણિનું બનેલું છે. તેથી હું મારી આ લોખંડની થાળીને આપના શરીર સાથે ઘસી રહી છું.
આ વૃદ્ધ ડેશીમાની પિતાના પ્રત્યેની અખૂટ અને અતૂટ અંધશ્રદ્ધાને જોઈને રાજાને જરા હસવું આવી ગયું, પણ ગરીબ ડેશીમાની શ્રદ્ધા તૂટી ન જાય એટલે વાતને વળાંક આપતા કહ્યું, હા, મા ! તમારી વાત સાચી છે. હું પારસમણિ છું. તમારી થાળી હમણું સોનાની બની જશે. મારા હાથમાં આપી દે. મહારાજાએ પ્રધાનને ઈશારો કર્યો એટલે એણે લોખંડની થાળી જેવી જ ભંડારમાં સોનાની થાળી હતી તે લાવીને મહારાજાના હાથમાં આપી. મહારાજાએ એ થાળી ડેશીમાના હાથમાં આપતા કહ્યું કે લો. માડી ! આ તમારી લોખંડની થાળી સોનાની બની ગઈ, પણ એક વાત ધ્યાનમાં રાખજે કે મારું શરીર તમારા જેવું લોહી, માંસ, ચામડી અને હાડકાનું બનેલું છે. પારસમણિ તે એક પ્રકારને પથ્થર છે. મારું શરીર પારસનું નથી, ત્યારે માડીએ તે મહારાજાના માથે હાથ મૂકીને કહ્યું, મહારાજા ! આપનું શરીર ગમે તેનું હેય પણ મારી લોખંડની થાળી સોનાની બની ગઈ. મારું જિંદગીનું દરિદ્ર આજે ટળી ગયું છે, માટે હું તે તમને પારસ જ કહીશ.
દેવાનુપ્રિયે ! ડોશીમાની શ્રદ્ધાની ત અખંડ રહી. મહારાજાને અંતરના આશીર્વાદ આપતા ડેશીમા હરખાતા હૈયે પિતાના ઘેર ચાલ્યા. સભાજને મહારાજાની ઉદાસ્તાની બે મેઢે પ્રશંસા કરવા લાગ્યા અને ગરીબ ડોશીમા પણ બજારની વચ્ચે જાહેરાત કરતા ગયા કે મને આજે પારસમણિ મળી ગયે. દેખે, કેવા રાજા અને કેવી પ્રજા! આજે રાજાની વાત તે બાજુમાં મૂકો પણ આવા મોટા સુરત શહેરમાં કઈ ગરીબ માણસ દુઃખી હોય એને કઈ કહે કે ભાઈ! ફલાણું શેઠ બહુ સુખી છે. તું એની પાસે જા. એ તારું દુઃખ દૂર કરશે. એ ગરીબ માણસ આશાભેર તમારી પાસે આવે તે એની આશાને દિપક ઝગમગી ઉઠે એવું તમે એને આપશો કે દસકવીસકો આપીને પતાવશો ? (હસાહસ) હસીને પતા નહિ. બરાબર જવાબ આપો. હું તે તમને કહું છું કે તમે વધુ ન આપી શકે તે ખેર, પણ એક દિવસ ગરીબ કુટુંબ શાંતિને શ્વાસ લે એટલું કરશો તે પણ તમને આશીર્વાદ આપશે.
એક જમાનામાં ભારતના મહારાજાઓ કેવા ઉદાર અને પવિત્ર હતા. તે વખતે ગરીબી હઠાના પિકા પડતા ન હતા છતાં ગરીની ગરીબી દૂર થઈ જતી હતી. આજે તે ગરીબી હઠાના પોકાર પડે છે છતાં ગરીબી હઠતી નથી. ગરીબીને બદલે બિચારા ગરીબેને હઠાવી રહ્યા છે. કાર્યકરે ગરીની ગરીબી હટાવવાના બહાને પિતાની