________________
શારદા સહિ. વિદેહી દશાની અનુભૂતિ કરતો હોય, દેમ દેમ સાહ્યબીમાં મહાલતે હોવા છતાં એના રમમમાં મેક્ષ મેળવવા માટેનું જેમ હોય. તમને શેનું જેમ છે? પૈસા કમાવા માટેનું. બેલો, એટલું આત્મા માટે છે? હેજ ઠીક ન હોય તો શું કહ? આજે ઉપાશ્રયે નહિ જવાય પણ ઓફીસે જાવ કે ન જાવ (હસાહસ) નેકરી જવાનું દશ મિનિટ મોડું થાય તો ઉભા નહિ રહો મોડું થાય તો પગાર કપાય તેની ચિંતા છે પણ ક્ષણે ક્ષણે આયુષ્ય કપાઈ રહ્યું છે એની ચિંતા થાય છે? યાદ રાખજો કે સંસાર રાગ છેડે મુક્તિ મળશે.
આપણે પંજાબના રણજિતસિંહ મહારાજાની વાત ચાલતી હતી. આ રાજા યુદ્ધમાં જેવા શૂરવીર અને ધીર હતા, તેવા જ તે દયાવાન હતા. પ્રજાનું દુઃખ એટલે પિતાનું દુઃખ અને પ્રજાનું સુખ એ પિતાનું સુખ એમ માનતા હતા. પ્રજાને સુખી કરવા પોતે દુઃખી થાય પણ પ્રજાને દુઃખી કરી પોતે સુખી બનવાને કદી વિચાર સરખો હોતા કરતા. મારી પ્રજા દુઃખી તે નથી ને? એ જોવા માટે વેશપલટ કરીને રાત્રે નગરમાં ફરતા. દુઃખી લોકે મોડી રાત્રે જાગીને પોતાના સુખ દુઃખની વાતો કરતા હોય છે. ત્યારે સુખી લેકે ઘસઘસાટ ઉંઘતા હોય છે. રાજા નગરચર્યા જેવા નીકળે ત્યારે જે ઘરમાં ઝીણે દીપક જલતો હોય, માણસો ધીમેથી વાત કરતા હોય, ત્યાં જઈને કાન દઈને વાત સાંભળતા, અને દુઃખીઓનું દુઃખ જાણવામાં આવે તે એનું દુઃખ ટાળી દેતા. પ્રજાજનને સુખી જુએ તે એમના હૈયા હરખાઈ જતા.
શ્રેણક મહારાજાને શાલિભદ્રની રિદ્ધિની ખબર પડી તે હાલી ચાલીને પિતે શાલીભદ્રની રિદ્ધિ જેવા ગયા. પિતાની રિદ્ધિ કરતા પણ ચઢિયાતી શાલીભદ્રની રિદ્ધિ જોઈને ખુશ થયા ને કહ્યું. હું ધન્ય છું, હું પુણ્યવાન છું કે મારી નગરીમાં આવી સુખી પ્રજા વસે છે. શાલીભદ્ર તે પત્નીઓ સાથે આનંદવિવેદમાં મસ્ત હતા. માતાએ સાદ પાડીને બોલાવ્યા બેટા ! નીચે આવ. આપણા માલિક શ્રેણિક મહારાજ “આપણે ઘેર પધાર્યા છે. માતાના કહેવાથી શાલીભદ્ર બીચે આવ્યો એટલે મહારાજા એ એના માથે હાથ મૂકીને કહ્યું દીકરા ! તું તો મારા નગર મંદિરના કળશ રૂપ છે. મારા માથાના * મુગટ સમાન છે. તારા જેવા શ્રેષ્ઠીવર્યોથી મારી રાજગૃહી નગરી શોભી રહી છે. આવું કેમ કહ્યું ? એમાં તમે કંઈ સમજ્યા? મંદિરની શોભા કળશથી છે. કળશ વિના મંદિર શોભતું નથી. રાજાના માથે મુગટ ન હોય તે રાજાની શોભા નથી એમ નગરમાં જે આવા પ્રજાજને ન હોય તે નગરીની શોભા નથી. આગળના રાજાઓ રાક્ષસ જેવાન હતા, દેવ જેવા હતા અને આજે તે કેવા છે તે તમને બધાને અનુભવ છે. પ્રજા પાસે ધન દેખે તે કયાંથી લાવ્યા ને કેમ કમાયા? એના ઉપર કેટલા તે ટેકસ નાખે. પિતાની કમાણી પણ પિતાને ખાવા દેતા નથી. આગળના જમાનામાં આવું ન હતું.