________________
શારદા સિવિલ ઘણે દૂર પહોંચી ગયા. ફરતે ફરતે એક દિવસ તે ચંદ્રનગરના પાદરે પહોંચે. તે સમયે ચંદ્રનગરના રાજા મૃત્યુ પામ્યા હતા. એમને કેઈ સંતાન ન હતું એટલે હવે રાજતિલક કોને કરવું એ એક પ્રશ્ન હતું. રાજાની રાણી બહુ હોંશિયાર હતી. ખૂબ વિચાર કરીને એણે રાજ્યમાં ઢરે પીટાવ્યું કે આવતીકાલે સવારે જે કઈ વ્યક્તિ સૌથી પ્રથમ નગરના દરવાજામાં દાખલ થાય એને મારી પાસે લઈ આવે. હું તેને ઠીક કરીશ. આ ઢઢરો સાંભળીને નગરજનેને ડર લાગે કે રાણી ઠીક કરવાનું કહે છે તે શું કરશે? શું એ માણસને પકડીને યજ્ઞમાં હેમાવશે કે પછી કઈ દેવીને ભેગ ચઢાવશે કે ફાંસીએ ચઢાવશે અગર બીજી કોઈ શિક્ષા કરશે? આવા ભયથી નગરજનેએ નક્કી કર્યું કે કોઈએ નગર બહાર જવું નહિ ને નગરના દરવાજામાં પ્રવેશ કરે નહિ. ડરના માર્યા કોઈ દરવાજામાં પ્રવેશ કરતું નથી. પેલો નોકર તે અજાણ્યા માણસ છે. એને આ વાતની કંઈ ખબર નથી. એ બિચારે ભૂખ્યો, તરસ્યો ને થાકપાક દરવાજા બહાર ઓટલે સૂઈ ગયેલો. હવે ક્યાં જવું ને શું કરવું એને વિચાર કરતે વહેલો ઉઠીને એ પહેલો જ નગરના દરવાજામાં દાખલ થયો, એટલે રાજ્યના અનુચરે તેને પકડીને રાણી પાસે લઈ ગયા ને કહ્યું આ માણસ સૌથી પહેલા આપણું નગરના દરવાજામાં દાખલ થયો છે. રાણીએ એને પ્રેમથી બોલાવીને કહ્યું ધન્ય છે....ધક્ય છે, પછી સવારે મોટી સભા ભરીને કહ્યું હે મારા નગરજને ! મેં કાલે જાહેર કરાવ્યું હતું કે જે માણસ સૌથી પહેલો નગરના દરવાજામાં પ્રવેશ કરે એને મારી પાસે લઈ આવજે. હું એને ઠીક કરીશ. તે આ છોકરે દરવાજામાં સૌથી પ્રથમ પ્રવેશ્યા છે માટે હું એને આજે મારા હાથે રાજતિલક કરું છું, કારણ કે મેં નિશ્ચય કર્યો હતે કે જે નગરના દરવાજામાં પહેલો પ્રવેશ કરે એને મારે રાજતિલક ' કરવું. એમ કહીને રાણીએ નેકરના કપાળમાં રાજતિલક કર્યું ને એનું નામ ચંદ્રસિંહ રાખ્યું. આ જાણીને નગરજનોને ખૂબ અફસોસ થયે કે આપણે ભૂલ કરી. આપણને આવી ખબર હોત તે રાત્રે નગર બહાર ચાલ્યા જાત અને સવારમાં પહેલા જ નગરના દરવાજામાં દાખલ થાત. તે આપણે રાજા બનત ને? પણ હવે શું કરવાનું ? તક ચૂકી ગયા. ભાગ્ય વિના ભાગ્યશાળી કયાંથી બનાય? પેલા નેકરનું ભાગ્ય કામ કરી ગયું ને એક નેકરમાંથી રાજા બને.
ચંદ્રસિંહ રાજા ખૂબ ન્યાય નીતિપૂર્વક રાજ્ય ચલાવે છે. એની ખ્યાતિ દેશદેશમાં ફેલાઈ ગઈ. ચારે તરફ એની ખૂબ પ્રશંસા થવા લાગી કે દુનિયામાં બધા રાજા ભલે રહ્યા પણ ચંદ્રનગરના ચંદ્રસિંહ રાજાની તે કઈ ન આવે. શું એનું રૂપ છે! શું એના ગુણ છે! જાણે કોઈ દેવ જ આ પૃથ્વી ઉપર ન ઉતર્યા હેય! એવા એ પવિત્ર અને ન્યાયી રાજા છે. આ ચંદ્રસિંહ મહારાજાની પ્રશંસા સાંભળીને ભવ્યકુમારીએ નિર્ણય કર્યો કે બસ, પરણું તે ચંદ્રસિંહ રાજાને જ, જે એ પતિ ન મળે તે મારે