________________
શારદા સિદ્ધિ કમાણી કરી લે કે એ કમાણી તમને ભભવમાં સહાયક બને. સંસાર સુખને રસ નાબૂદ કરી આત્મિક સુખને રસ ચખાડે. જો આ ભવમાં કમની આવક વધી ને પુયની પંજ ખૂટી ગઈ તે પછી પસ્તાવાને પાર નહિ રહે. સાચું સુખ મેળવવું હોય તે સંસાર સુખને રસ ઘટાડવો પડશે.
અનાસક્ત ભાવમાં કાણું રમે :- જેમ તમને ચા ખૂબ ભાવે છે. ચાની લહેજત માણ્યા વિના ચિત્તને ચેન પડતું નથી. એ ચાને ટેસ્ટ-રસ છે પણ એક દિવસ ચાર ડિગ્રી તાવ આવે ત્યારે તમને ટેસ્ટફુલ ગરમાગરમ ચા આપવામાં આવે તો ચા કેવી લાગે ? કડવી લાગે છે ને? ચાને સ્વાદ–રસ ઉડી જાય છે ને? તાવ ઉતર્યા પછી બે-ત્રણ દિવસ પછી તમને ચાને સ્વાદ આવશે પણ તાવ હોય ત્યારે સ્વાદ ઉડી જાય છે તેમ સમ્યગુદષ્ટિ છવને સંસાર સુખને સ્વાદ ઉડી જાય છે. કોઈ યુવાન આને પતિ આ ફાની દુનિયાને ત્યાગ કરીને ચાલ્યો જાય પછી એને ઘેર કરોડની સંપત્તિ હેય, આલિશાન મહેલાતો હોય, ગાડી, ટી.વી. ફ્રીજ વગેરે તમામ સુખના સાધન હોય પણ એ સુખ ભેગવવામાં એને રસ હેય? ના. એને આ સંસાર સુખની સામગ્રી ઝેર જેવી લાગે છે. ખાવું પડે એટલે ખાય પણ એને ખાવાપીવામાં કે પહેરવાઓઢવામાં, કઈ ચીજમાં રસ કે આનંદ આવતો નથી, એવી રીતે આત્મિક સુખનાર પિપાસુ આત્માઓને પણ એક વખત સાચું સમજાતા સંસાર સુખને રસ ઉડી જાય છે. માનવજીવનની ક્ષણિક્તા અને સંસારની અસારતા સમજાઈ જાય પછી એક ક્ષણ આ સંસારને કારાગૃહમાં રહેવું ગમતું નથી. જ્ઞાની પુરૂષ પણ કહે છે કે ધર્મ એ તો આત્માને વેગ ઉપડે ત્યારે કરી લેવું જોઈએ. આજે કરીશ, કાલે કરીશ એવા વિચાર કરનારા આત્માઓ ધર્મની આરાધના કરી શકતા નથી. એ તો કાલે નહિ, આજે નહિ પણ અત્યારે જ હમણાં કરી લેવાની વસ્તુ છે. બહેને ગીતમાં ગાય છે ને કે આજને લહાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે ?” તો ધર્મના કાર્યમાં પણ એવું જ સમજી લેવું જોઈએ. ધર્મનું કઈ પણ કાર્ય કરવાનું મન થાય તો તરત કરી લેવું જોઈએ. કાલનો શું ભરોસે છે? કાલ કાલ કરતાં કાળ આવી જાય છે પછી બીજી કાલ આવતી નથી. જેને ધર્મની ભાવના જાગે છે તે તરત જ કાર્ય કરી લે છે તો એનું કામ થઈ જાય છે. એક દષ્ટાંત આપીને સમજાવું.
આ અવસર્પિણી કાળમાં અને આ ભરતક્ષેત્રમાં ૨૪ તીર્થકર થઈ ગયા. તેમાંના ત્રીજા તીર્થકર ભગવાન સંભવનાથ સ્વામીના ધર્મશાસન કાળમાં બનેલી આ એક સત્ય ઘટના છે. સંભવનાથ પ્રભુ જ્યારે વિચરતા હતા ત્યારે એક નગરમાં કઈ કેવળજ્ઞાની સંત પધાર્યા. નગરમાં વસતા એક શ્રીમંત શ્રેષ્ઠી પિતાની પત્ની, પુત્ર આદિ પરિવારને સાથે લઈને કેવળી ભગવાનની દેશના સાંભળવા માટે આવ્યા. કેવળી ભગવાનની દેશના સાંભળીને શ્રેષ્ઠી પુત્રને વૈરાગ્ય આવ્યો. જેમ જેમ દેશના સાંભળતો ગયે તેમ તેમ તેના