________________
શારદા સિદ્ધિ
૭૦ દેવાનું પ્રિયે આ સંસારના મૂળિયા જયાં સુધી સજીવન છે ત્યાં સુધી સંસારવૃક્ષ ફાલ્યું ફૂલ્યું રહેવાનું પણ મૂળીયા સૂકાઈ જાય તે વૃક્ષ પડી જાય. સંસારના મુખ્ય મૂળ જે હોય તે રાગ અને દ્વેષ છે. રાગ અને દ્વેષને સાથ આપનારે મેહ છે. બળતણ અને અગ્નિ હોય તેમાં જે પવન ભળે તે આગને ફેલાતા વાર લાગતી નથી, તેમ રાગ અને દ્વેષના બળતણમાં જે મેહને પવન ભળે તે સંસારની આગ ખીલી ઊઠે છે. સંસારમાં જ્યાં જુઓ ત્યાં આગના ભડકા પ્રજવલી રહ્યા છે. આજે આ ઉપાધિ અને કાલે બીજી ઉપાધિ. આજે કઈને ટી. બી. થયે હોય તે કાલે કેન્સર થયું. આ બધા રોગોનું મૂળ કારણ જે કઈ હોય તે કર્મ છે. આચારાંગ સૂત્રમાં ભગવાન બોલ્યા છે કે “ભુજ કવાદિ ગાયકર્મથી ઉપાધિ ઉત્પન્ન થાય છે. “મરણ થવા ન જીવન કર્મરહિત થયેલ આત્માને સંસાર વ્યવહાર હેતે નથી એટલે કે આત્મા સર્વ ઉપાધિઓથી મુક્ત થઈ જાય છે. કોઈ પણ ઉપાધિ આવે કે રોગ આવે એ કર્મના કારણે છે. કેન્સર કે ટી. બી. કયારે થયો? જીવે અશાતા વેદનીય કર્મ બાંધ્યું હોય ત્યારે ને ? અશાતા વેદનીયાદિ કર્મોને બાંધનાર પણ આત્મા છે ને તેને તેડનાર પણ આત્મા છે. આજે ટી.બી. ની શોધખોળ ઘણી થઈ છે એટલે દવાથી મટી જાય છે, પણ જેને કેન્સરનું દર્દ થાય એના તે હાજા ગગડી જાય છે. બસ, એને એમ જ થઈ જાય છે કે હવે તે હું આ સંસારમાંથી કેન્સલ થઈ જવાને. આ કેસર તો તમને આ દુનિયામાંથી એક ભવ પૂરતા કેન્સલ કરશે પણ જીવ જે આ માનવ ભવ પામીને એવો પુરૂષાર્થ કરે કે આપણું આઠ કર્મોને કેન્સર થઈ જાય તો સદાને માટે એને સંસાર કેન્સલ થઈ જાય અને આ સંસારના દુખે ટળી જાય
આજને માનવી સુખ માટે તરફડીયા મારે છે. સુખ મેળવવા પ્રયત્ન કરે છે પણ તેને સુખ મળતું નથી. ભગવાન આચારાંગ સૂત્રના ત્રીજા અધ્યયનના બીજા ઉદ્દેશામાં બોલ્યા છે કે “મને સુ કરું grea, તે થf fપ, પૂત્તા ” સંસાર સુખના અભિલાષી જીવો નિશ્ચયથી અનેક સંકલ્પ વિકલ્પો કરતા રહે છે. જેમ મૃગલાઓ ઝાંઝવાના જળને પાણી માનીને તે તરફ દોડે છે તેમ મૃગતૃષ્ણના જળ સમાન સંસારી જીવો વિષયસુખો પાછળ દોડધામ કરે છે, તે મેળવવા પુરુષાર્થ કરે છે પણ તેમને પ્રયત્ન ચાળણીની અંદર સમુદ્રનું પાણી ભરવા સમાન છે. જેમ કોઈ વ્યક્તિ ચાળણીમાં પાણી ભરવા જાય તો શું તેમાં પાણી રહી શકે ખરું? ન રહે, તેમ જ્યાં સુખ છે જ નહિ ત્યાં સુખ મેળવવાને પુરુષાર્થ કરે તો સુખ મળે ખરું? ન મળે. અરે, કંઈક
અમારી પાસે આવીને પણ એમ કહે છે કે અમારે સુખ જોઈએ છે. જે અમારી પાસે આવીને પણ તમે સુખ માંગે છે તો એક વાત નક્કી છે ને કે તમે જ્યાં બેઠા છે ત્યાં સુખ નથી. જે ત્યાં સુખ હોત તો અમારી પાસે સુખ માંગવા આવત નહિ. હવે જે તમે સુખ માંગવા આવ્યા તો અમારે તમને સુખને માર્ગ બતાવે જોઈએ