________________
શારદા સિતિ સંસાર પણ ખારા સમુદ્ર જેવું છે. એમાં ધર્મરૂપી એક મીઠી વીરડી છે. તમે સંસારમાં રહેવા છતાં પણ જે ધર્મરૂપી વીરડીને આશ્રય લેશે તે દુઃખ ટળશે ને સુખ મળશે. જીવન સત્ય, નીતિ અને સદાચારની સુગંધથી મઘમઘતું બની જશે, ક્રોધ, માન, માયા, લોભ, રાગ-દ્વેષ વગેરે કષા મંદ પડશે. જયારે ધર્મના સ્વરૂપને જીવ બરાબર સમજશે ત્યારે તેની દશા જુદી હશે. કેઈ એને ગમે તેવા શબ્દો કહી જશે તે પણ દુઃખ નહિ લગાડે. પિતાનું ધાર્યું નહિ થાય તે પણ મનમાં ખેદ નહિ કરે. જીવનમાંથી બધું જતું કરશે. જ્ઞાની પુરુષે કહે છે કે જે જતું કરે તે જગદીશ બને ને અટકે તે અમર થાય. જતું શું કરવાનું એ સમજ્યા ? આપણને કઈ ગમે તે કહી જાય તે સમજવું કે ભલે કહ્યું. એ એના ભાવે. એમાં મારે કષાય કરવાની શી જરૂર ? એમ જતું કરવું. જે જતું કરે છે તે જગદીશ બને છે તે વિષય કષાયથી જે અટકે તે અમર બને છે. જે મનુષ્ય જીવનમાંથી જતું કરતા નથી, અભિમાન છોડતા નથી એની કેવી દશા થાય છે તે ઉપર એક દષ્ટાંત યાદ આવે છે.
માનને માંચડે ચઢેલી કૌમુદી” – એક નગરમાં અત્યંત ધનવાન એક નગરશેઠ વસતા હતા. તેમની પત્ની પણ તેમને અનુકૂળ સ્વભાવની હતી. આ શેઠને વિનયના ભંડાર અને ગુણવાન સાત સાત પુત્રો હતા. આ સાત પુત્રે ઉપર એક પુત્રી જન્મી છે. પુત્રી પણ રૂપરૂપને અંબાર છે. માતાપિતાને ખૂબ જ લાડકવાયી હતી એટલે શેઠે પોતાના કુટુંબમાં સૌને કહી દીધેલું કે મારી આ કુલ જેવી કમળ પુત્રીની કાયા કરમાય એવું વચન એને કદી કહેશે નહિ. પિતાએ એને સ્ત્રીઓની ૬૪ કળાઓમાં નિપુણ બનાવી. એનું નામ કૌમુદી હતું. હવે કૌમુદી યુવાન બની. રૂપથી છલકતી અને માતાપિતાના મોઢે ચઢાવેલી આ કૌમુદીને પરણવા માટે એના રૂપની પાછળ પતંગીયાની જેમ પાગલ બનીને કંઈક યુવાને આવવા લાગ્યા. રૂપ અને યૌવનના ઉન્માદે ચઢેલી કૌમુદી એના પિતાજીને કહે છે પિતાજી! જે પુરૂષે મારી હા એ હા, અને ના એ ના કરે અને મારી આજ્ઞામાં રહે તે મારા જીવનસાથી બનશે. કૌમુદીના રૂપમાં મુગ્ધ બનીને કેટલાય યુવાને એને પરણવા આવવા લાગ્યા. જે આવે તેને શેઠ પિતાની પુત્રીની શરત કબૂલ કરે તેની સાથે પરણાવવાનું કહેતા. આ સાંભળીને સૌ પાછા ફરી જતા. કારણ કે સૌ કહેતા આ તે જિંદગીના ખેલ છે. કાયમ પત્નીની આજ્ઞામાં જ રહેવાનું ને એ કહે તેમ કરવાનું છે તે એક પરતંત્રતાક હેવાય. ખરી રીતે તે પત્નીએ પતિની આજ્ઞામાં રહેવાનું હોય, જ્યારે આ તે આપણે એની આજ્ઞામાં રહેવું પડે. આવી પરાધીનતા ન જોઈએ. આ તે સંસાર છે. ક્યારેક એવું કહ્યું ન પણ કરી શકાય. એ વિચાર કરીને બધા પાછા ફરી જતા આ જગતમાં દરેકની મતિ કંઈ સરખી હોતી નથી. એ જ નગરમાં તાજેતરમાં નવો નવયુવાન પ્રધાન આવ્યો હતો. એણે વિચાર કર્યો કે બહુ તે એની આજ્ઞામાં શું હશે? મારે આ