________________
૮૪
શારદા સિદ્ધિ તે કઈ વખત તે એ પણ સમજે ને કે આ રાજ્યની નોકરી છે. કેઈ વખત મેડું થઈ જાય. પિતાની પત્નીને મળવા પ્રધાનજી હર્ષભેર ઘેર આવ્યા. પત્ની તે બારણું બંધ કરીને સૂઈ ગઈ હતી એટલે પ્રધાને બારણું ખખડાવ્યું પણ પત્નીએ ખેલ્યું નહિ, તેમજ જવાબ પણ ન આપ્યું. ચતુર પ્રધાન સમજી ગયે પણ શું થાય? રાજાની આજ્ઞા આગળ નિરૂપાય હતે. પ્રધાને કહ્યું કૌમુદી ! આજે અમુક કારણસર મારે મોડું થયું છે. દ્વાર ખોલ. તે પણ દ્વાર ખોલ્યા નહિ. મંત્રી કહે છે હે પ્રિયા! આજે રાજાની આજ્ઞા મારે શિરેમાન્ય કરવી પડી છે, તેથી આવતા મોડું થયું છે માટે આજને દિવસ કૃપા કરીને કમાડ ખેલ. ,
દેવાનુપ્રિયે ! આ તમારે સંસાર. વિષયની પાછળ જીવને કેટલી ગુલામી કરવી પડે છે છતાં જીવને મેહ છૂટતું નથી. પ્રધાન ખૂબ કરગર્યો ત્યારે કૌમુદીએ દ્વાર ખોલ્યા, પણ એના મુખ ઉપર તે કોધની રેખાઓ તરવરી ઉઠી હતી. પતિની સામે જોઈને કહે છે મારી આજ્ઞાને ભંગ કરીને ઘરમાં આવતા શરમ નથી આવતી? રાજાની આજ્ઞા મહાન કે મારી આજ્ઞા મહાન? તમે કેને પરણ્યા છો? રાજાને કે મને? આ નહિ ચાલે. પત્ની આવા શબ્દો કહે છે છતાં પતિ કમળતાથી કહે છે દેવી! ક્રોધ ન કરે. તમારા માટે બધું કરવા તૈયાર છું પણ આજે માફ કરે. હું માટે પ્રધાન ગમે તે હોઉં પણ રાજ્યની કરી છે તેથી રાજાની આજ્ઞાનું પાલન મારે કરવું પડે. હું મારી મરજીથી રેકી નથી. આ વખતે મને ક્ષમા આપ, ત્યારે કૌમુદીએ વિશેષ ક્રોધ કરીને કહ્યું, ક્ષમા નહિ મળે. મારી આજ્ઞા વિરુદ્ધ ચાલનાર પતિ હવે મારે ન જોઈએ. હું તે અત્યારે ને અત્યારે મારા પિયર ચાલી જાઉં છું.
પતિનું ઘર છેડતી કૌમુદી” :- મધરાતે કૌમુદી વસ્ત્રાભૂષણે સજીને પતિનાં ઘર છોડીને જવા તૈયાર થઈ ગઈ. પતિ સમજી ગયે કે હવે આ સ્ત્રી કોઈ રીતે સમજે તેવી નથી, એટલે કહ્યું કૌમુદી ! તારા પિતાને ઘેર જવું હોય તો ખુશીથી જા પણ અત્યારે મધરાત્રે જવાનું રહેવા દે. સવારમાં ઊઠીને જજે, પણ કૌમુદી કહે છે કે હું તે અત્યારે ને અત્યારે જ જાઉં છું એમ કહીને પ્રધાનનું ઘર છોડીને ચાલી નીકળી. પતિએ ખૂબ સમજાવી પણ રોકાઈ નહિ. એણે વિચાર ન કર્યો કે હું રૂપરૂપને અંબાર છું, વળી શરીરે વસ્ત્રાભૂષણ સજ્યા છે. રાતના ટાઈમે કઈ ગુંડાઓ મળશે તે? માનના માંચડે ચઢેલી તે ચાલી નીકળી. તેને પતિ પાછળ ગયે તે કહ્યું કે ખબરદાર, જે આવ્યા તે! હું એકલી જઈશ. છેવટે પતિ પાછો વળ્યો. રસ્તામાં ચારો મળ્યા. રૂપરૂપને અંબાર અને વસ્ત્રાભૂષણોથી સજજ સ્ત્રી છે. વળી સાથે કઈ નથી. એકલી છે. હવે ચેર એને છેડે ખરા? હાથમાં આવેલો કેળિયે કેણું જતે કરે? ચેરીએ એને પકડી લીધી, અને પિતાના આગેવાન પલ્લી પતિને સેંપી દીધી. આ નવયુવાન સ્ત્રીનું રૂપ, લાવણ્ય નીરખીને પલ્લી-સરદાર એના પર મહાસક્ત બને.