________________
વ્યાખ્યાન ન. ૯ અષાઢવદ ૧૪ ને રવીવાર
તા. ૨૨-૭-૭૯ સોહામણે દેખાતે સંસાર ભીતરથી બિહામણું” સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! અનંતજ્ઞાની, પતતપાવન, અધમઉદ્ધારક શાસ્ત્રકાર ભગવંતે જગતના જીવને શાશ્વત સુખ પામવા માટે ઉદ્ઘેષણ કરીને કહ્યું હે ભવ્ય જીવો! બાહ્ય દષ્ટિથી જોતાં તમને જે સંસાર ઉપરથી સેહામણો લાગે છે તે ભીતરથી બિહામણું છે. એક સંસ્કૃત સુભાષિતકારે પણ કહ્યું છે કે “સૂરતઃ gar રખ્યા:” ડુંગરા દૂરથી રળિયામણ. આ પ્રાચીન કહેવતને આપણે બરાબર સમજીએ તે ડુંગરા જેમ દૂરથી રળિયામણા છે તેમ સંસાર પણ દૂરથી રળિયામણું છે. આ સંસારને આપણે ડુંગરા સાથે સરખાવીએ. ડુંગર દૂરથી રળિયામણું લાગે છે પણ એની નજીક જઈએ ત્યારે એના ખરબચડા પથ્થરે, ચઢતાં હાંફી જવાય એવા ઊંચા ચઢાણ, નીચે દષ્ટિ કરતા આંખે અંધારા આવે એવી ઊંડી ખીણ, ગાઢ જંગલો અને કાજળ જેવા કાળ શિખરે આ બધાથી બિહામણો લાગે છે તેમ દૂરથી સોહામણે દેખાતે સંસાર નજીક જતાં દગા, પ્રપંચ, ફટકા, કારમી મેંઘવારી, અને કજીયાળો પરિવાર આ બધાથી બિહામણું લાગે છે.
ડુંગર ધીમે ધીમે મનુષ્ય ચઢી શકે છે પણ ત્યાંથી પડતા અને તળેટી પર પછડાતા તે એક પળની પણ વાર ન લાગે, તેમ સંસારમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરતાં, પેઢી જમાવતા ને પૈસા કમાવતા ઘણીવાર લાગે છે પણ એ બધું ગુમાવીને બેઆબરૂ થવામાં વાર લાગતી નથી. પર્વતની ભવ્યતા તે સહુ નિહાળે છે, સૌને ગમે છે પણ એની ભયંકરતા તે ત્યાંના રહેવાસીઓ જ જાણે. સંસારના રંગીન સ્વપ્ના તે સહુને આવે પણ એ સ્વપ્નાના સીતમ તે જે અનુભવી હોય એ જ જાણે. આ રીતે ડુંગર અને સંસાર વચ્ચે ઘણી સમાનતા છે.
બંધુઓ સંસારની કોઈ પણ ચીજ લો. એ દરેક ચીજો પગલિક છે અને પુદ્ગલને સ્વભાવ તે પળે પળે પલટાવાને છે. સંસાર એટલે પુદ્ગલ અને પુદ્ગલ એટલે સંસાર. હવે આ સંસાર ડુંગરની જેમ દૂરથી રળિયામણું હોય એમાં શું આશ્ચર્ય ! પૌગલિક સર્જનનું સૌંદર્ય તે આપણી નજરે ચઢે છે ને એ દૂરથી ભવ્ય દેખાય છે પણ અંતરચક્ષુ ખોલીએ તે એની ભયંકરતા દેખતાં આપણે ચીસ પાડી ઊઠીએ. આપણે અંતરની આંખનું ઉદ્ઘાટન કરવા જેવું બીજું એકેય મંગલકાર્ય નથી. આ અંતરની આંખ બીડાયેલી હોય તે એક વૃદ્ધ સ્ત્રીમાં પણ એને નવયૌવના સ્ત્રીને આભાસ થાય અને આંખ ઉપરથી જે પડ ખસી ગયા હોય તે એક નવયૌવના સ્ત્રી પણ એને હાડમાંસની કોથળી લાગે. અંતરની આંખ ઊઘડી જાય તે માનવ પોતાને પ્રાપ્ત થયેલા સૌભાગ્યને સાર્થક કરી શકે છે.