________________
શારદા સિદ્ધિ
નામ સુમિત્ર છે. હું દૂતનું કામ કરું છું. મારા સ્વામીએ મને એક મહત્ત્વના કામે દેશાંતર મોકલ્યા છે. દેશવિદેશમાં ફરતા મેં આપની ઘણું ખ્યાતિ સાંભળી છે. આપના રાણીબાની અને કુંવરીઓની પણ ઘણી પ્રશંસા સાંભળી, તેથી હું બીજા દેશમાં ને
કાતા સીધે જ અહીં આવ્યો છું. સુમિત્ર! એ ઘણું સારું કર્યું, પણ તારા સ્વામીએ તને કયા કામે મોકલ્યા છે તે જણાવવા ગ્ય હોય તો મને જણાવ. રાજન્ ! એ શું બોલ્યા? આપ જ એ કામ કરી શકે તેમ છો. આપને હું નહિ જણાવું તે એ કામ પાર શી રીતે પડશે? આ પ્રમાણે સુમિત્રે કહ્યું એટલે રાજા બોલ્યા, સુમિત્ર! તું બોલવામાં ઘણે ચતુર છે. જે રાજાને તારા જેવા તો છે તે રાજા કેટલા ભાગ્યશાળી અને પ્રતાપી હશે એ તે હવે મારે કલ્પના કરવી રહી, ત્યારે સુમિત્રે કહ્યું: મહારાજા ! આપ પણ મારા સ્વામીથી કયાં ઉતરે તેવા છે. આપના નામને ડંકો તે દશે દિશામાં વાગે છે. નગરજને તે પ્રભાતમાં ઊઠતાંની સાથે આપનું જ નામ પ્રથમ યાદ કરે છે.
એવા આપ પ્રાતઃ સ્મરણીય છે. હું આપની પાસે એક વાત મૂકવા આવ્યો છું. રાજાએ આશ્ચર્યથી પૂછ્યું, શું વાત છે ?
રાજન! મારા સ્વામીને એકને જુવેને બીજાને ભૂલે એવા બે રાજકુમારે છે. બુદ્ધિમાં તે જાણે બૃહસ્પતિ જોઈ લે. પરાક્રમી અને સાહસિક પણ એવા જ છે અને નિશાનબાજ તો એવા છે કે આંખે પાટા બાંધીને ફરતા મત્સ્યની આંખ વીધી શકે છે પરંતુ હૈયાના બંને કમળ છે, તેમાં પણ પાટવીપુત્ર કુમાર તે હૈયાને ઘણાં કૂણ છે. કેઈનું પણ દુઃખ જોઈને એમનું દિલ દ્રવી જાય છે. પોતાની જાત પ્રત્યે ઘણું કઠેર છે. ૭૨ કળાઓમાં પ્રવીણ છે. આ બાજુ મેં સાંભળ્યું છે કે આપને બે પુત્રીઓ છે તે ચોસઠ કળામાં પ્રવીણ છે. દક્ષ છે, સૌંદર્યમાં અપ્રતિમ છે, અને શીલ–ચારિત્રમાં તે અજોડ છે. બંનેના કુળ અને સંસ્કાર, ભાવના અને વિચાર, ધર્મ અને જાત, સત્તા અને શેખ તથા શૈભવ બધું એકસરખું છે. સુમિત્રની વાત સાંભળીને રાજા બોલ્યા વાહ, ઘણું સુંદર ! તારા સ્વામીને કુંવર છે ને મારે કન્યા છે. ઘણી સુંદર તક કહેવાય. શું એમ ન બની શકે કે અમારા બંનેના કુળો એકબીજા સાથે જોડાઈ જાય! રાજન ! તે તે આપના મુખમાં સાકર. આપની મોટી દીકરી અમારા પાટવી કુંવરને આપશે તે સોનામાં સુગંધ ભળી જશે. અને તે પૂરી શ્રદ્ધા છે કે આપની દીકરીને આથી સુંદર વર બીજે કયાંય નહિ મળે.
બીજું આપ પણ જેનધમી છે ને મારા સ્વામી પણ જૈન ધમી છે. કુળને તે કોઈ વાંધો નથી. હવે રહી વાત કુંવર અને કન્યાની. માનસિંહ રાજાએ પૂછયુંસુમિત્ર! તું એ કુંવરની છબી લાવ્યો છું? તેમની જન્મકુંડળી તારી પાસે છે? મહારાજા ! એ તે સાથે જ હેયને! એ સિવાય આ કામ કેવી રીતે બને? હવે સુમિત્ર માનસિંહ રાજાને ભીમસેનની છબી અને જન્મકુંડળી આપશે. રાજા તે છબી રાણી અને કુંવરીને બતાવશે, જ્યોતિષી પાસે કુંડળી વંચાવશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.