________________
શારદા સિદ્ધ
૭૫ ગુરૂ કહેવાય. ગુરૂને મારવા કેમ દેવાય? ગુરૂના ઉપકારને બદલે વાળવા માટે કઈ પણ ઉપાયે પ્રધાનને બચાવી લે. એમ વિચારી લાગ જોઈને પ્રધાનને ગુપ્તપણે પિતાના ઘરમાંથી ભગાડી મૂકશે. પ્રધાન જીવ લઈને ભાગે અને ત્યાંથી ચાલતે ચાલતે હસ્તિનાપુરમાં જ્યાં સનતકુમાર ચક્રવતિ રાજ્ય કરતા હતા ત્યાં આવ્યું. મૂળ પ્રધાન તે હતું એટલે એનામાં બુદ્ધિ તે હતી જ, તેથી એની કાર્યવાહી જેઈને સનતકુમાર ચક્રવતિએ એમના રાજ્યમાં નમુચિને મંત્રીપદે સ્થા. દેશ ઘણે દૂર હોવાથી રાજાને ખબર નથી કે પ્રધાન દુરાચારી છે. નમુચિ અહીં પણ કેવા ભાવ ભજવશે ને શું બનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર:-“કન્યા પરીક્ષા માટે સુમિત્ર પ્રધાનનું પ્રયાણ”:-રાજા-રાણીએ સુમિત્રને રૂપ સાથે ગુણ જોવાની ખાસ ભલામણ કરી હતી. સુમિત્ર સાંઢણી લઈને નીકળે. એને જિતારી રાજાના રાજમહેલને શોભાવે એવી રાજવધૂ જોવાની હતી અને ભીમસેનની બાજુમાં ઊભી રહે તે દીપી ઉઠે એવી કુળવાન કન્યાની તપાસ કરવાની હતી, એટલે સુમિત્ર વિવિધ દેશના રાજદરબારમાં જતે ને ત્યાંથી માહિતી મેળવતે. રાજકન્યાઓને નીરખતે અને બની શકે તે સીધે અગર પરોક્ષ પરિચય 'પણ કરતે. આ રીતે તે અનેક રાજદરબારમાં ઘૂમી વળે. એકને જુઓ ને બીજીને ભૂલે એવી અનેક રાજકન્યાએ જોઈ પણ માત્ર રૂપ ઉપરથી જ કન્યાનું પારખું કરે , ને તે જ ભીમસેન માટે યોગ્ય છે એવો નિર્ણય સુમિત્ર કરે તેવું ન હતું. એ તે રૂપ, શીલ, વિદ્યા, સંસ્કાર, તંદુરસ્તી, ઉચ્ચકુળ આ બધું દરેક રીતે ઝીણવટથી જેતે હતે, કઈ જગ્યાએ રૂપ હોય તે ગુણ ન હોય, ગુણ હોય તે રૂપ ન હોય. ઘણી કન્યાઓ જોઈ પણ હજુ સુધી કયાંય તેનું મન ઠરે એવી કન્યા એના જવામાં આવી ન હતી. આ રીતે ઘણું ગામ-નગરની મુલાકાત લેતા લેતે કૌશાંબી નગરીમાં આવ્યો. પ્રધાને કૌશાંબી નગરીની ખૂબ પ્રશંસા સાંભળી હતી એટલે એના મનમાં એમ થતું હતું કે પોતે જે કાર્ય માટે નીકળે છે તે કાર્ય અહી સફળ થશે. આ માટે એની પાસે કેઈ નકકર કારણ ન હતું પણ સુમિત્રને આત્મા એમ કહેતું હતું કે આ સફરને શુભ અંત અહીં જ આવશે. કૌશાંબી નગરી ઉજજૈની નગરીથી સહેજ પણ ઉતરે તેવી ન હતી. નગરીની શોભા જોઈને સુમિત્રને પિતાની ઉજજૈની નગરીની યાદ આવી ગઈ આ નગરીમાં મહાન પ્રતાપી માનસિંહ નામે રાજા રાજ્ય કરતા હતા. ઘણા દેશે ઉપર એની આણ વર્તતી હતી. ભાટ, ચારણે અને નગરજને એના પરાક્રમી સ્વભાવની ગુણગાથા ગાતા હતા. સુમિત્રને ખબર પડી કે માનસિંહ રાજા તે જૈન ધર્મમાં અપૂર્વ શ્રદ્ધા ધરાવે છે, અને વીતરાગ પ્રભુના અનન્ય ભક્ત છે. એની રાણીનું નામ કમલા છે. તે પણ કમળ જેવા સ્વભાવની છે. રાજ્યમાં રહેતી હોવા છતાં રાજશાહી ઠાઠમાઠથી અલિપ્ત રહે છે. આ રાજા-રાણીને બે કન્યાઓ છે. તેમાં માટીનું નામ સુશીલા છે