________________
શારદા સિદ્ધિ હવે આપણા ચાલુ અધિકારની વાત કરીએ. બંને છ દાસીપુત્ર થયા. ત્યાં સર્પદંશ થવાથી મરીને હરણીના પેટે જન્મ લીધે. ત્યાં શિકારીના હાથે મરાયા, પછી હિંસલીને પેટે જન્મ લીધે. ત્યાં પણ શિકારીના હાથે મરાયા અને ત્યાંથી મરીને બને વારાણસી નગરીમાં ભૂદત્ત ચાંડાલને ત્યાં પુત્ર રૂપે જમ્યા. ત્યાં મોટા પુત્રનું નામ ચિત્ર અને નાનાનું નામ સંભૂત રાખવામાં આવ્યું. આ બંને ભાઈઓ વચ્ચે પરસ્પર ખૂબ સ્નેહ હતું. આ સમયે વારાણસીમાં શંખ નામે રાજા રાજ્ય કરતા હતા. એમને નમુચિ નામે એક પ્રધાન હતું. એ પ્રધાન દુબુદ્ધિવાળે હતું, એટલે રાજાને દરેક કાર્યમાં બેટી સલાહ આપ્યા કરતું હતું. એક વખત એ પ્રધાને રાજાને કોઈ મેટે ભયંકર અપરાધ કર્યો, તેથી રાજાએ ક્રોધે ભરાઈને અપરાધની શિક્ષા રૂપે ચાંડાળને બેલાવીને કહ્યું કે આ પ્રધાનને અત્યારે ને અત્યારે જગલમાં લઈ જઈને મારી નાખે. રાજાની આજ્ઞા થતાં ચાંડાળ તેને મશાન ભૂમિમાં લઈ ગયે. પ્રધાન ખૂબ રડવા લાગે અને કલ્પાંત કરતે પગમાં પડે તેથી ચંડાળને દયા આવી એટલે પ્રધાનને મેતમાંથી બચાવીને એણે પ્રધાનને કહ્યું હે મંત્રી ! આપ મારા ઘરમાં ગુપ્તપણે રહે ને મારે બે પુત્રો છે તેને ભણવે. દરેક જીવને જીવવું ગમે છે. મરવું કેઈને ગમતું નથી. એટલે જીવવાના અભિલાષી પ્રધાનને આનંદ થયે ને તેણે ચંડાળની વાતને સ્વીકાર કર્યો. ચંડાળ તે પ્રધાનને ગુપ્ત રીતે પિતાને ઘેર લઈ આવ્યા. પ્રધાન ગુપ્તપણે ચંડાળને - ઘેર રહીને ચિત્ર અને સંભૂત એ બે બાળકોને સંગીતકળા શીખવાડવા લાગ્યા. ચંડાળની પત્ની પણ પિતાના બાળકના વિદ્યાદાતા ગુરૂ છે એમ સમજીને પ્રધાનની ખૂબ સારી રીતે સેવા કરવા લાગી. દુષ્ટ બુદ્ધિવાળો માણસો ગમે ત્યાં જાય પણ એની બુદ્ધિ સુધરતી નથી. “કતરાની પૂંછડી જમીનમાં દાટો તે ય વાંકી ને વાંકી.” એ કહેવત અનુસાર આ નમુચિ પ્રધાને રાજાને અક્ષમ્ય અપરાધ કર્યો હતો તેથી મારી નાંખવાની શિક્ષા કરી પણ ભૂદત્ત ચંડાળને દયા આવી તેથી તેને પિતાને ઘેર ગુપ્તપણે રાખે. પ્રધાન ત્યાં રહે છે ને છોકરાઓને ભણાવે છે, ચંડાળ તે આખો દિવસ એના કામકાજ માટે બહાર જતું હતું અને નમુચિ ઘરમાં રહેતે. સમય જતા પ્રધાન ચંડાળની પત્ની ઉપર આસક્ત બને. આ વાતની ભૂદત્તને ખબર પડી એટલે એને પ્રધાન ઉપર ખૂબ ગુસ્સો આવ્યું કે પાપીને રાજાએ મારવાની શિક્ષા કરી હતી છતાં મેં તેને બચાવ્યા ત્યારે એ આવા કામ કરવા ઊઠે? બસ, હવે આને ઘરમાં રાખવા જેવો નથી. કોઈ પણ ઉપાયે એને મારી નાંખ્યું. એમ વિચાર કરીને ભૂદત્ત નમુચિ પ્રધાનને મારવાને ઉપાય શેધવા લાગે.
નમુચિ પ્રધાને આ બંને બાળકને ઘણી વિદ્યાઓ શીખવી હતી. તેમાં સંગીત કળામાં તે બંને બાળકો ખૂબ હોંશિયાર બની ગયા હતા. આ છોકરાઓને આ વાતની ખબર પડી એટલે એમના મનમાં થયું કે પ્રધાને અમને ભણાવ્યા એટલે એ આપણું