________________
શારદા સિદ્ધિ
૭૩ પુત્રને અત્યારે જ સંયમ લેવાની ઉત્કૃષ્ટ ભાવના છે તે મહોત્સવ ઉજવવા માટે વિલંબ કરે એગ્ય નથી. કેવળી ભગવંતના શબ્દો સાંભળીને બૈરાગીના દિલમાં અપૂર્વ આનંદ થયે. અહો ! મારા ગુરૂભગવંત મારી તરફેણમાં આવ્યા. તેનું હૈયું હર્ષથી નાચી ઉઠયું. એના પિતાએ પણ કેવળી ભગવંતની આજ્ઞાને સ્વીકાર કર્યો. બીજે દિવસે ભાગવતી દીક્ષાને ભવ્ય વરઘોડો ચઢાવી જ્યાં કેવળીભગવંત બીરાજતા હતા ત્યાં આવ્યા. વરઘેડેથી ઉતરીને છોકરાએ ભગવંતને વંદન નમસ્કાર કર્યા. પછી દીક્ષાની વિધિ શરૂ થઈ. વેશ પરિવર્તન કરાવી ગુરૂભગવંતે મુનિ જીવનના લિંગરૂપ રજોહરણ આપ્યો ને કરેમિ તેને પાઠ ભણાવ્યો એટલે એના આનંદનો પાર ન રહ્યો. અત્યંત આનંદવિભેર બનીને ભગવંતને વંદણ કરવા લાગ્યા. બે વંદણા કરી અને ત્રીજી વંદણું કરવા જાય ત્યાં તે એકાએક ઢળી પડે ને તરત જ એમના પ્રાણ ઊડી ગયા.
માતાપિતાનું કરૂણ રૂદન”:- અચાનક આ બનાવ બની જવાથી એના માતાપિતાને કારમો આઘાત લાગ્યો તેથી તેઓ બેભાન બનીને પડી ગયા. પાણીને છંટકાવ આદિ કરવાથી તેઓ ભાનમાં આવ્યા એટલે કાળો કલ્પાંત કરવા લાગ્યા. સમય સમયની વાતના જાણકાર કેવળી ભગવંત તે જાણતા હતા કે કાલે અત્યારે તે એ પૂછવા આવ્યો હતો ને આજે એ કયાંય પહોંચી જવાનું છે. કેવળી ભગવંતે એમને, આશ્વાસન આપતા કહ્યું તમે શાંતિ રાખે, કલ્પાંત ન કરે. તમારા પુત્રનું આયુષ્ય એટલું જ હતું. એણે ઉત્કૃષ્ટ ભાવે દીક્ષા લઈ એનું જીવન કૃતાર્થ કર્યું છે. એ તે મેટે દેવ બને છે. તે છેડી વારમાં અહીં આવશે. આ પ્રમાણે વાત ચાલતી હતી ત્યાં તે દેવ આવ્યો ને કેવળી ભગવંતને વંદન કરીને એના પૂર્વના માતાપિતાને કહે છે તમે શા માટે રડો છો? કલ્પાંત કરે છે ? તમે બિલકુલ ઝરાપ ન કરશે. હું તે સંયમના પ્રભાવે મહાર્ષિક દેવ બન્યો છું. તમે કેવળી ભગવંતનું વચન નમાન્યું હોત અને મને તરત દીક્ષા ન આપી હતી તે હું મરીને કયાંય ગયો હોત. ભગવંતે તે મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. દેવે આ પ્રમાણે કહ્યું એટલે એના માતાપિતા શાંત થયા. પિતાને દીકરો કંઈક પામી ગયો તેમ માની શાંત થઈને તેઓ ઘેર ગયા.
દેવાનુપ્રિયે! વિચાર કરો. આ છોકરાએ દીક્ષા લઈને કંઈ કર્યું? નથી ત૫ કર્યા, નથી બીજી કઈ સાધના કરી પણ ઉત્કૃષ્ટ ભાવે દીક્ષા લઈને ભગવાનને વંદણ કરતા કરતા ચાલ્યા ગયા છતાં આ મહાન દેવ બન્યો. તે જે સંયમ લઈને સાધના કરે એના કેટલા કર્મોની ભેખડો તૂટી જાય? ટૂંકમાં આપણે તે એ દષ્ટાંત દ્વારા એક જ વાત સમજવી છે કે ધર્મની આરાધના કરવામાં ક્ષણવારનો વિલંબ ન કરે. જ્યારે ભાવના થાય ત્યારે કરી લો. કેઈના મનમાં થાય કે મારે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરવી છે તે તરત કરી લેવી. હમણાં નહિ, પછી કરીશ એ વાયદો ન કરે. કાલની કોઈને ખબર નથી. માટે જીવનની પળ સુધારી લો. શા, ૧૦