________________
શારદા સિદ્ધિ નિર્વાણ નથી. ભગવાનના વચન ઉપર દઢ શ્રદ્ધા તેનું નામ સમ્યગદર્શન છે. સમ્યગ્ગદર્શન જેને પ્રાપ્ત થાય છે તેની અવળી દષ્ટિ પણ સવળી થઈ જાય છે, પછી દરેકમાં તે ગુણનું દર્શન કરે છે. એને સંસરિ વિષમય લાગે છે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધા થવાથી શું લાભ થાય છે. ભગવાન કહે છે કે “
ધ પાપ તારા વહેતુ રામ વિજ ” ધર્મશ્રદ્ધાથી જીવ શાતા વેદનીય કર્મ જનિત સુખથી વિરક્ત થાય છે, પછી ગૃહસ્થાશ્રમ છોડીને અણગાર થાય છે. અણગાર થઈને શારીરિક અને માનસિક સંગજન્ય દુઃખોનું છેદનભેદન કરીને શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે.
ધર્મશ્રદ્ધા એ સમ્યકત્વનું લક્ષણ છે. જેના જીવનમાં સમ્યકત્વના પાંચ લક્ષણમાંથી એકાદ લક્ષણની સ્પર્શન થઈ જાય અને સંસાર એળિયાના ટુકડા જે કહેવા લાગે છે. કેઈ વ્યક્તિ એ વિચાર કરે કે એળિયો કો લાગે છે તે હું એને શીરામાં મૂકીને ખાઈ જઈશ, પણ ભાઈ! એળિયાના ટુકડાને તમે લાડવામાં મૂકીને ખાઓ કે શીરામાં મૂકીને ખાઓ પણ એની કડવાશ નાબૂદ થવાની નથી, એમ સંસારના સુખે ભલે તમને પ્રિય લાગતા હોય પણ અંતે એ એળિયાના ટુકડાથી પણ વિશેષ કડવા છે. એળિયે તે માત્ર કડવો લાગે છે. એને ખાવાથી કંઈ મરી જવાતું નથી, પણ સંસારના સુખ તે વિષમિશ્રિત દૂધ જેવા છે, દૂધમાં બદામ, પિસ્તા, કેસર, ઈલાયચી, સાકર વગેરે નાંખીને ઉકાળેલું હોય પણ એમાં વિષ નાંખેલું હોય તે? એ પીવામાં સ્વાદિષ્ટ અને મધુર લાગે પણ પીવાથી મરી જવાય, તેમ સંસારના સુખ તમને દેખાવમાં સોહામણા અને ભોગવવામાં રુચિકર લાગે છે પણ પરિણામે તે સંસારમાં રઝળપાટ કરાવે છે. સંસાર સુખને અત્યંત રસ ભવભવમાં દારૂણ દુઃખ દેનાર છે. કર્મના દેણું વધારનારે છે ને આત્માની મૂડીને ઘટાડનાર છે. એક ન્યાય આપું.
જો જે ડૂલ ન થાય આત્મપેઢી - એક વહેપારી પાસે લાખ રૂપિયાની મૂડી છે. એની પેઢી ધમધોકાર ચાલે છે. કમાણી ખૂબ છે એટલે વહેપારી ખૂબ મજ ઉડાવે છે. જેટલા મેજશેખ વધ્યા એટલે ખર્ચો પણ વધે ને? દિવસે દિવસે ખર્ચે વધતે ગમે એટલે મૂડી ઓછી થઈ ગઈ. તે દેવાદાર બની ગયે. પેઢીનું નામ સારું હોય એટલે પૈસા ધીરનાર મળી રહે, પણ અંતે તે પેઢીને દેવાળું ફૂંકવાને વખત આવે છે, કારણકે આવક ઓછી થઈ ને જાવક વધી ગઈ. પછી શું થાય? પહેલા ખૂબ જલસા કર્યા પછી દુઃખને પાર નથી રહેતું, એવી રીતે આ આત્મા પુણ્યની અઢળક પૂંજી લઈને માનવ ભવની નામાંકિત પેઢી ઉપર આવ્યા, પણ અહીં આવીને એણે પુણ્યરૂપી પંજીમાંથી ખાવું, પીવું, હરવું-ફરવું, વિષય સુખ ભોગવવા વગેરે ખૂબ જલસા ઉડાવ્યા પણ પુણ્યની પૂંછ વધારવા માટે કેઈ ઉદ્યમ ન કર્યો, તે વિચાર કરે કે એ પેઢી ડૂલ થાય કે આબાદ રહે? આ માનવભવની પેઢી ડૂલ થઈ તે સમજી લેજો કે ઘણુ. ભવ સુધી પરિભ્રમણ કરવું પડશે. માનવભવની પેઢી ઉપર બેસીને એવી