________________
શારદા સિદ્ધ પ્રવીણ ન બને તે જીવન નકામું છે. એ કબ કઈ છે તે જાણે છે? જાણવા અમરાછા વિણા » “ધર્મકળા”. સર્વ કળાઓમાં જે કઈ શ્રેષ્ઠ કળા હોય તે તે કર્મકળા છે. ધર્મકળા સર્વ કળાઓને જીતે છે. આ બંને ભાઈઓને ગુરૂએ ધર્મકળા પણ શીખવાડી. એવી એક પણ વિદ્યા કે શાસ્ત્ર ન હતું કે જે ભણ્યા વિના આ બંને ભાઈઓ રહી ગયા હોય. આવા તેજસ્વી વિદ્યાથીઓને જોઈને ગુરૂને પણ ખૂબ આનંદ થયે, કારણ કે એમની મહેનત સફળ થઈ. બંને ભાઈઓને લઈને ગુરૂ હર્ષભેર નગરીમાં આવ્યા ને એમના માતાપિતાને સોંપ્યા. જ્યારે બંને ભણવા ગયા ત્યારે સાવ નાના સુકુમાર હતા અને આવ્યા ત્યારે યુવાન, સશક્ત અને વીર બનીને આવ્યા. બંને ભાઈઓએ આવીને સૌ પ્રથમ માતાપિતાને પ્રણામ કર્યા. માતાપિતાએ તેમને આશીર્વાદ આપ્યા. ગુરૂજીએ આટલી બધી મહેનત કરીને પોતાના પુત્રોને ભણાવીને હોંશિયાર કર્યા તેથી તેમને ઘણું વસ્ત્રાલંકારો અને રત્નાદિ ઘણું દ્રવ્ય આપી સંતુષ્ટ કરી વિદાય કર્યા. માતાપિતાએ બંને પુત્રોને ઘણાં વર્ષે જોયા એટલે હર્ષના આંસુ આવી ગયા અને હર્ષમાં બોલી ઊઠ્યા કે અરે, મારા વહાલા દીકરાઓ! તમે આટલા નાના ગયા હતા ને આટલા બધા મોટા થઈ ગયા ! બંને પુત્રોને ભણીગણીને હોંશિયાર થયેલા જોઈ રાજા-રાણુને ખૂબ સંતોષ થયો.
કે એક દિવસ રાજા-રાણુ બંને જણ પિતાના મહેલમાં બેઠા હતા ત્યારે રાજાએ રાણીને કહ્યું કે હવે આપણી ઉંમર થઈ અને પુત્રને અભ્યાસ પણ પુરે થયો છે, એટલે આપણે રાજ્યની જવાબદારી એમને સેંપીએ. આપણે રાજયની ઝંઝટમાંથી મુક્ત બેની ધર્મારાધના કરીએ. રાણીએ કહ્યું-નાથ ! આપની વાત સત્ય છે. હવે દીકરા ઉંમરલાયક થયા છે એટલે આપણા કુળને અજવાળે તેવી કન્યાઓની તપાસ કરીને પરણાવી દેવા જોઈએ. રાજાએ કહ્યું હું પણ એ જ વિચારમાં છું. રાણીએ કહ્યું એમાં વિચાર શું કરવાનું છે? “સુમરા ત્રણ” સારા કાર્યમાં વળી વિલંબ શું કરે? આજે જ આપણા પુત્રને કૂળની કન્યા જોઈ સબંધ કરી લાવવાની દૂતને આજ્ઞા આપે. રાજાએ તે જ દિવસે પોતાના સુમિત્ર નામના ચતુર અને વિશ્વાસુ દૂતને બેલાવ્યો અને રાજકુમારે માટે કન્યા શોધવા જવાની વાત કરી. રાજાને એના ઉપર પૂરો વિશ્વાસ હતો કે પોતે જે કાર્ય માટે એને મોકલે છે તે જરૂર યશસ્વીપણે પાર પાડીને આવશે. રાજાની આજ્ઞા થતાં સુમિત્ર દ્વત શુભ દિવસે અને શુભ ચોઘડિયે રાજા-રાણીને પ્રણામ કરી તેમના શુભાશિષ લઈને દેશવિદેશ જવા તૈયાર થયો. દૂતને સોનામહેર વગેરે જે જે ચીજે જોઈએ તે રાજાએ સારા પ્રમાણમાં આપી. તે લઈને દત ઉજજૈની નગરીથી રવાના થયા. એ જમાનામાં આજની માફક ઝડપી વાહને ન હતા. લાંબી કે ટૂંકી સફર માટે લોકે ઘડા કે સાંઢણી લઈને નીકળતા. સુમિત્ર સાંઢણું લઈને હવે ક્યાં જશે ને કેવી કન્યા પસંદ કરી લાવશે તેના ભાવ અવસરે.