________________
શારદા સિદ્ધિ ભાવના વ્યક્ત કરી ત્યારે રાણીએ કહ્યું-સ્વામીનાથ! આપને એકાએક દીક્ષા લેવાનું મન કેમ થયું? ત્યારે રાજાએ કહ્યું-હું એક વખત મૃત્યુના મુખમાંથી બચી ગયો છું. ત્યારથી મને આવા ભાવ તે હતા પણ કમેં મને અત્યાર સુધી સંસારમાં જકડી રાખો. હવે મારો વૈરાગ્ય તીવ્ર બન્યો છે એટલે હું એક ક્ષણ વાર પણ સંસારમાં રહેવા ઈચ્છતું નથી. રાણીએ પૂછયું: નાથ! આપના જીવનમાં એ શું પ્રસંગ બની ગયે ને કયારે મૃત્યુના મુખમાંથી બચ્યા? તે મને કહે, એટલે કુંવરી ગુરૂકુળમાં લાચાર્ય પાસે ભણતી હતી તે વખતે કલાચા જે ભવિષ્ય ભાખ્યું હતું ને પિતે નેકરને મારી નાંખવાનું કહ્યું હતું. રાજાએ હુકમ કર્યો ને પિતે કેવી રીતે બચ્ચે ને આ ચંદ્રનગરને રાજા કેવી રીતે બન્યો તે બધી વાત કરી. આ સાંભળીને રાણીના દિલમાં ભયંકર આંચક લાગે. અહ! આ શું! હું કેવી દુષ્ટ બની?તે નેકરને મારી નાંખ્યો છે એમ માનીને એની આંખે પગ નીચે કચરીને કેવી હરખાઈ હતી? અહ, ભાગ્યની રેખા પલટાવવા જ્ઞાની ભવિષ્યવેત્તા એવા મારા ગુરૂના વચનને પણ ઉથલાવવા હું તૈયાર થઈ! મેં કેવું ઘોર પાપ કર્યું? આ મારા પાપકર્મો કયાં છેવાશે? એ ઘેર પાપને જોવા માટે હું પણ મારા પતિની સાથે જ દીક્ષા લઉં. રાણીને પણ સંસાર પ્રત્યે નિર્વેદ ભાવ આવ્યા. પુત્રને રાજ્ય સોંપી ચંદ્રસિંહ રાજા અને ભવ્યકુમારી રાણી બંને જણાએ કર્મોને ક્ષય કરવા ચારિત્ર અંગીકાર કર્યું. કે દેવાનુપ્રિ : આ દષ્ટાંત સાંભળીને આપણે તે એમાંથી એટલો જ સાર લેવાને છે કે માણસ અભિમાનમાં આવીને કેવા કર્મ બાંધે છે. કર્મરાજા આપણું ભાગ્યનું નિર્માણ કરે છે. એ ભાગ્યને ફેરવવા માટે કોઈ ગમે તેવા ઈલાજ કરે છે તેથી કંઈ નિર્માણ થયેલા ભાગ્યમાં ફેરફાર કરવાની કેઈની તાકાત નથી. જે કર્મ બંધાઈ ગયું એને ભેગવ્યે જ છૂટકે છે. પેલા બે મુનિઓએ ચારિત્ર લઈને દુગછા કરી તે કેવા કમ ભેગવવા પડયા. ચારિત્રની વાત તે દૂર રહી પણ જૈન ધર્મથી ય કેટલા વિમુખ થઈ ગયા! દાસીપુત્રે મરીને કાલિંજર પર્વત ઉપર હરણીના પેટે જન્મ લીધે. એક વખત એ બંને બચ્ચાં એની માતાની સાથે ચારો ચરવા ગયેલાં. ત્યાં કઈ શિકારીએ બાણ માર્યું તેથી તે બંને બચ્ચાં બાણથી વીંધાઈને મરણ પામ્યાં. મરીને એ બંને જીએ ગંગા નદીના કિનારે રહેતી એક હંસલીના પેટે જન્મ લીધે ત્યાં પણ કર્મરાજાએ એમને સુખે રહેવા દીધા નહિ. એક વખત એ બંને બચ્ચાં એની માતા હંસલી સાથે કિલોલ કરી રહ્યાં હતાં ત્યારે કોઈ દુષ્ટ શિકારીએ એમને પકડીને મારી નાખ્યાં. હવે તે ક્યાં જન્મ લેશે તેના ભાવ અવસરે.
ચરિત્ર – ભીમસેન અને હરિસેન બંને રાજકુમારે અનેક દાસ-દાસીઓ અને માતા-પિતાના લાડ પ્યારમાં ઉછરવા લાગ્યા. વહાલા પુત્રો શું બોલ્યા ને શું લશે? પાણી માંગતા એમને દૂધ મળતું હતું. દિવસે દિવસે બંને ભાઈઓ માટે