________________
કે
છે
શારદા સિદ્ધિ
“કુંવરીની વાત લણતાં કપાયમાન થયેલા રાજા” - ભવ્યકુમારીની વાત સાંભળીને રાજારાણુને પણ છોધ આવે. તરત જ ચંડાળને બોલાવીને હુકમ કર્યો કે આ નોકરને જંગલમાં લઈ જઈને એના રાઈ રાઈ જેટલા ટુકડા કરીને મારી નાંખે. એને તમે મારી નાંખે એની ખાત્રી માટે એની આંખે કાઢીને મારી પાસે લાવજે. માનવી પોતાની ભાગ્યરેખાને ભૂંસી નાંખવા એ પ્રયત્ન કરે છે પણ કર્મરાજાથી નિર્માણ થયેલી ભાગ્યરેખાને કેઈ લુછી શકતું નથી. રાજાને હુકમ થતાં ચંડાળે પેલા નેકરને પકડીને જંગલમાં લઈ જવા લાગ્યા ત્યારે કરાએ પૂછયું– મારે શું વાંક ગુન્હ છે કે મને આમ પકડીને જંગલમાં લાવ્યા ? ચંડાળાએ કહ્યું તારે શું વાંક છે એ તે અમે જાણતા નથી પણ રાજાએ અમને તને મારી નાંખવાને હુકમ કર્યો છે. ભાઈઓ ! મેં તે રાજાને કઈ ગુન્હ કર્યો નથી ને આ હુકમ કેમ કર્યો? અમારે તે રાજાના હુકમ પ્રમાણે તને મારી નાખવું પડે. હુકમ પ્રમાણે ન કરીએ તે રાજા અમારા ઉપર કે પાયમાન થઈ જાય. આ સાંભળીને નોકરની આંખમાં આંસુ આવી ગયા. તે ચંડાળ પાસે ખૂબ કરગર્યો. ભાઈ! મારે કઈ ગુન્હો નથી. મને જીવતે છેડી મૂકે. રાજા આજે મને મરાવી નાંખે છે ને કાલે કદાચ તમને ? પણ મરાવી નાંખશે. આવા અન્યાયી હુકમનું પાલન કરીને તમે શા માટે પાપમાં પડે છે ? છોકરાની વાત સાંભળીને ચંડાળનું દિલ દ્રવી ઉઠયું. એમને દયા આવી એટલે કહ્યું છેકરા ! તું આ વાત ખાનગી રાખજે. અહીંથી ક્યાંક તું દૂર ભાગી જા. આ નગરમાં ફરીને ક્યારે ય આવીશ નહિ. જે રાજાને ભૂલેચૂકે આ વાતની ખબર પડશે તે અમને મારી નાંખશે.
મોતના મુખમાંથી બચેલો નકાર” :- દેવાનુપ્રિયે ! ચંડાળ કુળમાં જન્મ પામવાથી કંઈ માણસ ચંડાળ હોતું નથી. પૂર્વકમના ઉદયથી ચંડાળ જાતિમાં જમ્યા પણ જે એની કાર્યવાહી ચંડાળની નથી તે એ ઉચ્ચ છે, પણ ઉચ્ચકુળમાં જન્મીને પણ જે ચંડાળ જેવા કર્તવ્ય કરતા હોય તે તે ચંડાળ છે. જાતિ ચંડાળ સારો પણ કર્મચંડાળ નહિ સારે. આ ચંડળોને દયા આવી એટલે નેકરને છેડી મૂક્ય, પણ એને માર્યાની નિશાની રૂપે આંખ તે લઈ જવી પડે ને? જંગલમાં તપાસ કરતાં એક મરેલું હરણીયું પડયું હતું. તેની આંખે કાઢીને રાજા પાસે લઈ ગયા ને રાજાને આપતા કહ્યું કે આપના હુકમ મુજબ અમે નેકરને મારી નાંખ્યો છે. રાજાએ એ આંખો પોતાની પુત્રીને આપીને કહ્યું–બેટા ! મેં નેકરને મરાવી નાંખે. કુંવરી એ આંખોને પગ નીચે ચગદી નાંખીને ખુશ થતી બેલી, હાશ! મેં મારી બુદ્ધિથી મારા ભાગ્યને પટાવી નાંખ્યું છે. હવે એ મારો પતિ ક્યાંથી બનવાનું છે! એમ મનમાં ખુશ થવા લાગી.
“સિતારો પ્રગટ ભાગ્યને” :- આ તરફ પેલો દાસ ચાલતે ચાલતે