________________
શારદા સિદ્ધિ મહેનત કરીને ગંગાજીનું પવિત્ર જળ લાવ્યો પણ હાથ પગ ધોવામાં ઉપયોગ કરે તો તમે શું કહે ? બેવકૂફ ને? (હસાહસ) એના કરતા હોંશિયાર માણસ ઉત્તમ માનવભવ પામીને સંસારને એંઠવાડ જેવા સુખે ભેળવવામાં રક્ત રહે તો જ્ઞાની પુરૂષની દૃષ્ટિએ કેવા કહેવાય? એ તમે સમજી લેજે. માનવભવ મ ને ભવના ફેરા ટાળવાને પુરૂષાર્થ ન કરીએ તો સમજી લેવું કે હજુ મોક્ષની લગની લાગી નથી. હવે ફરીને માતાના ગર્ભમાં ન આવવું હોય તો સમ્યક્ પુરૂષાર્થ કરવા માંડે. કઈ પણ કાર્ય કરો એમાં શ્રદ્ધા અને પુરૂષાર્થ સમ્યક હોવા જોઈએ. શ્રદ્ધાનીત માનવીને જીવનમાં અશ્રદ્ધાના અંધકાર દૂર કરી અવનવો પ્રકાશ ફેલાવે છે. એક દષ્ટાંત આપીને સમજાવું.
પંજાબમાં રણજિતસિંહ નામે રાજા થઈ ગયા. એમનું શૌર્ય અજબગજબનું હતું. રણમેદાનમાં સદા તેમની જીત થતી હતી. પંજાબની ધરતીને એ સિંહ હતો. સાથે શ્રધેય દેવ પણ હતા. આખા પંજાબ દેશને અખંડ પ્રિમ એ જ એના જીવનની અણમોલ મૂડી હતી. પંજાબના ગામેગામમાં એમના શૌના ગીત ગવાતા હતા. આપને એક વાત ભેખી કહું કે આ જીવે આવું બળ અનતી વખત પ્રાપ્ત કર્યું. વિશાળ રાજ્યના સ્વામી બન્યા. એક ભુજાબળથી દશ લાખ સુભને જીતીને રણક્ષેત્રમાં વિંજય પ્રાપ્ત કર્યો પણ એક આત્મા ઉપર જીવે વિજય નથી મેળવ્યું. શત્રની તલવારને - સામને કર્યો પણ માથે કાળ રાજાની તલવાર સતત ઝુલી રહી છે. એના ઉપર વિજય મેળવ્યું નથી ત્યાં સુધી સાચું શૌર્ય પ્રગટ થયું નથી. આત્માનું શૌર્ય મેક્ષ મેળવવામાં છે. મોક્ષની રૂચી જાગે તો મોક્ષના દરવાજા ખેલવાની કુંચી મળે ને! “જેને થઈ આત્માની રૂચી, એને મળી એાની કંચી. પાસે કરડે રૂપિયાની મૂડી હોય, પેઢી ધમધોકાર ચાલતી હોય, પેઢીમાં પચાસ કે એ માણસે કામ કરતા હોય, શેઠજીને ખમ્મા ખમ્મા કરતા હોય, આવું સુખ હોવા છતાં જેને સંસાર ખૂચતે હેય, મોક્ષ રૂચતો હોય, વૈભવ પગમાં વાગેલા કાંટાની જેમ ખટકતા હોય તે સમજવું કે આ જીવને સમ્યક્ત્વ સ્પર્યું છે.
સમ્યક્ત્વના પાંચ પ્રકાર છે. તેમાં એક ઉપશમ સમક્તિ છે ઉપશમ એટલે શું ? તે વાત સમજીએ. ઉપશમ એટલે દબાવવું. શું દબાવવું? અનાદિકાળની લાલસાઓને દબાવવી, વિષયકષાને દબાવવા. લાલસાઓનું મૂળ વિષય વાસનાઓ છે.વિષય વાસનાઓનું મૂળ વિષયસામગ્રી છે અને વિષયસામગ્રીનું મૂળ સંસાર છે. અનાદિકાળથી જીવને સંસાર રૂપી સન્નિપાત લાગુ પડેલો છે. તેમાં વાત, પિત્ત અને કફ રૂપ કષાય, અહંકાર અને પ્રપંચનો રેગ છે. તે રેગ નાબૂદ કરવા માટે મહાન પુણ્યદયે આ માનવભવ મળે છે. જેને આત્માની પિછાણ થઈ છે તે આત્મા “દેહ છતાં જેની દશાવતે, દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગત' દેહમાં રહેવા છતાં