________________
શારદા સિદ્ધિ આ પ્રમાણે નૈમિત્તિકે એ રાણીના સ્વપ્નનું ફળ કહ્યું. હવે આગળ શું બનશે તેને ભાવ અવસરે કહેવાશે. હવે થોડીવાર પૂજ્ય ગુરૂદેવ શ્રી છગનલાલજી મહારાજ સાહેબના જીવનમાં રહેલા ગુણનું સ્મરણ કરીએ. (પૂ. મહાસતીજીએ પૂ. ગુરૂદેવ શ્રી છગનલાલજી મહારાજ સાહેબના જીવનના ગુણેનું સુંદર વર્ણન કર્યું હતું. તેમના જીવનના ગુણ ગુલાબની ગાથા સાંભળતા છેતાઓની આંખે અશથી છલકાઈ હતી.
વ્યાખ્યાન નં. - ૬ અષાઢ વદ ૧૧ને ગુરૂવાર “જીવનયાત્રામાં શું કરશો ?” તા. ૧-૭–૭૯
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓને બહેનો! અનંતજ્ઞાની ત્રિકાળ દશી, તીર્થકર પરમાત્માઓએ ભવ્ય જેના કલ્યાણ માટે આગમમાં આત્મહિતનો માર્ગ બતાવતા ફરમાન કર્યું કે હે ભવ્ય છે ! મહાન પુણ્યોદયે તમને માનવભવ મળે છે. માનવભવ એ આત્મસાધના કરવા માટેનું ઉત્તમ ક્ષેત્ર છે. અહીં આવીને પ્રમાદ ન કરે. સાવધાન બનીને ધર્મારાધના કરો. એ ધર્મારાધના પણ એવી કરજે કે ઓછી ક્રિયામાં મહાન લાભ થાય, પણ કિયાના ફળની આશંસા કદી રાખશો નહિ. હું આ તપ કરું ને મને આ લાભ મળે. આવું સુખ-સંપત્તિ અને વૈભવ મળે. એવી આકાંક્ષાથી કરેલી ક્રિયાઓથી ભૌતિક સુખ મળે છે પણ સંસારના મૂળિયા સૂકાતા નથી. ભૌતિક સુખ સમૃદ્ધિ બધી નાશવંત છે. સંસ્કૃત સુભાષિતમાં પણ કહ્યું છે કે, “ના ન સાઃ વિજારના સુનિશ્ચિત સમસ્ત બાહ્યસયે નાશવંત છે, આત્મા અવિનાશી છે. અહીંના સર્વનાશવંત સોને છોડીને દરેક જીવને પરલોકની દીર્થયાત્રાએ એક દિવસ જવાનું નકકી છે. તે હવે વિચાર કરે. જીવન કેની ચિંતામાં ગાળવું! વિનાશીની કે અવિનાશીની? એ બાહ્ય સંયોગે માત્ર નાશવંત છે એટલું જ નહિ પણ એ સંગે જીવને ભગવાન અને ભગવાનની આજ્ઞાને પણ ભૂલાવી દે તેવા છે તે બંધુઓ! તમે જ કહે કે શું એવા ભગવાનને ભૂલાવનારા અને સંસારમાં જીવને ફેલાવનારા બાહ્ય સગોની ચિંતા અને તેની જ સરભરા કર્યા કરવી કે જિનેશ્વર પ્રભુ અને જિનેશ્વર પ્રભુની આજ્ઞાપાલનની આરાધના કરાવે એવા સંગોની કદર કરી આ કિમતી જિંદગી એમાં પસાર કરવી? આ બાબતમાં ખૂબ વિચાર કરજે. આ જીવનયાત્રા કઈ નવી નથી. અનંતી જીવનયાત્રા કર્યા પછીની આ એક કિંમતી જીવનયાત્રા છે, અને હજુ ભવિષ્યમાં આવનારી જીવનયાત્રાઓનું નિર્માણ કરનારી છે. એટલા માટે આ જીવનયાત્રામાં પૂર્વની જીવનયાત્રાઓના શુભાશુભકર્મ, શુભાશુભ સંસ્કાર જીવને અનુભવવા પડે છે તેમજ અહીંના સ-અસત્ પુરૂષાર્થ પર ભાવિ