________________
+:-શારક્ષ સિદ્ધિ
૪૮
. ફળ જાણવા માટે મેં તમને તેડાવ્યા છે. ગઈ કાલે રાત્રીના છેલલા પ્રહરે રાણીએ - સવપ્નમાં દિવ્ય કાંતિવાળું અને સંપૂર્વ મંગલદાયક એવા સૂર્યના બિંબને જોયું હતું. • આ સર્વપ્નથી રાણીને શું લાભ થશે તે હવે આપ પ્રકાશો.
નૈમિત્તિકે કહેલું સ્વમનું ફળ” રાણીના સ્વપ્નની વાત સાંભળીને . સભાજને આનંદમાં આવી અંદરોઅંદર બોલવા લાગ્યા કે રાણીનું સ્વપ્ન મંગલકારી છે. જરૂર કોઈ મહાન લાભ થશે, ત્યારે કઈ કહેવા લાગ્યા કે રાત્રિના છેલા પ્રહરે આવેલું સ્વપ્ન તે અવશ્ય લાભદાયી નીવડે છે. નૈમિત્તિકે પણ ભેગા મળીને અંદરોઅંદર સ્વપ્નનું ચોકકસ ફળ શું મળે તેની ચર્ચા કરવા લાગ્યા. બધા નૈમિત્તિકે ઘેરથી નીકળ્યા ત્યારે નિર્ણય કરીને આવ્યા હતા કે બધાએ સ્વપ્નનું ફળ વિચારવું
ખરું પણ બધાને મત લઈ એક જણાએ મહારાજાને સ્વપન ફળ કહેવું. જે જુદા - ધ કહેવા જઈએ ને બેલવામાં સહેજ ફરક પડે તે રાજાને આપણું ઉપર શંકા થાય, એટલે સ્વપ્ન ફળને નિર્ણય કરી એક મોટા નૈમિત્તિકે ઉભા થઈને કહેવાની શરૂઆત કરી. હે સૂર્યસમાન તેજસ્વી રાજન! આપની કીતિ સદા અમર રહો. રાણીજીએ જે સ્વપ્ન જોયું છે તે ખરેખર ઉત્તમ છે. સ્વપ્નશાસ્ત્રમાં ૭૨ પ્રકારના સ્વપ્ન બતાવ્યા છે. તેમાં ત્રીસ પ્રકારના અને ઉત્તમ ગણાવ્યા છે. તે ત્રીસમાંથી કોઈ સ્વપ્ન દેખાય છે તો તે સ્વપ્ન જોનારને લાભ થાય છે. બાકીના ૪૨ સ્વપને અશુભ ગણાવ્યા છે. તે સ્વપ્ન જોનારને નુકશાન થવાનો સંભવ રહે છે. રાણજીએ સ્વપ્ન જોયું છે તેનાથી તેમને પુત્રરત્નની પ્રાપ્તિ થશે. જે સ્ત્રી સ્વપ્નમાં સૂર્યના બિંબને દેખે છે તે ઉત્તમ ગુણવાળા પુત્રને જન્મ આપે છે. તેમ સ્વન શાસ્ત્રોમાં બતાવ્યું છે. તેમાં પણું રાણીજીએ તે ઉત્તમ કાંતિવાળું સૂર્યનું બિંબ જોયું છે. તે પણ રાત્રીના છેલલા પ્રહરે જોયું છે. આથી ટૂંક સમયમાં એમને ગર્ભ રહેશે. આ ગર્ભ ખૂબ ઉચ્ચ હશે. અને તે જે પુત્રને જન્મ આપશે તે બુદ્ધિમાં બૃહસ્પતિ સમાન થશે, પરાક્રમી થશે અને લેકમાં સારે પ્રભાવ પાડશે. આ ઉપરાંત તે ધીર, વીર અને ગંભીર બનશે. પિતાના બાહુબળથી કીતિ પામશે. આટલું કહીને તે નૈમિત્તિક રાજાને તેમજ રાણીને પ્રણામ કરીને બેસી ગયો.
- સ્વપ્નનો ફળાદેશ સાંભળીને રાજારાણીને હર્ષનો પાર ન રહ્યો. હજુ તે પુત્ર જન્મ થવાના કેઈ ચિન્હો રાણીને જણાતા ન હતા, છતાં જાણે આજે જ પુત્રનો જન્મ ન થ હેય. એ તેમના હૈયામાં આનંદ વ્યાપી ગયો. જિતારી રાજાએ ખુશ થઈને નૈમિત્તિકને પોતાના ગળામાં પહેરેલો સવા લાખની કિંમતનો હાર ભેટ આપે ને અણીએ, પણ પિતાને હાર તેને આપી દીધો. બીજા નૈમિત્તિકને પણ રાજાએ છૂટે હાથે સોનામહોરેનું દાન કર્યું અને બધાને રેશમી શાલ આપીને સન્માન કર્યું. નૈમિત્તિકોએ પણ રાજારાણીની ખૂબ પ્રશંસા કરી અને મંગલ આશીર્વાદ આપીને પિતાને ઘેર ગયા.
શા. ૭