________________
શારદા સિાહ
૪૭ લઈને નાઠા. ચોરેના ગયા પછી માડીએ સારા સારા કિંમતી વસ્ત્રાલંકારે પહેર્યા અને બે ઘડી રાત્રિ બાકી હતી તે પહેલા પિતાને ઘેર આવીને બારણું ખખડાવ્યું. માતાને અગ્નિદાહ દઈને આવ્યા પછી બંને શાંતિથી સૂતા હતા. ત્યાં બારણું ખખડવાથી જાગી ગયા. અત્યારમાં વળી કેણ આવ્યું? બારણું ખોલીને જુવે છે તે હીરા, માણેક, મોતીના અલંકાર અને કિંમતી વસ્ત્રોથી ઝગમગતી માતાને જોઈ એટલે તરત પત્નીને ઉઠાડી. સાસુને ઝગમગતા જોઈને વહુએ બા પધારે પધારે કહીને સ્વાગત કર્યું. બા ઘરમાં આવ્યા એટલે ઉંચા આસને બેસાડ્યા ને દીકરાએ પૂછયું, બા! તેં તે અગ્નિસ્નાન કર્યું હતું ને પાછી ક્યાંથી આવી? આ કિંમતી વસ્ત્રાલંકારે તને કોણે આપ્યા?
માતાએ કહ્યું – બેટા ! હું તે મરીને સ્વર્ગમાં ગઈ છું. ત્યાં તારા પિતાજી પણ હતા. તેમણે મને આ બધા દિવ્ય અલંકાર અને વસ્ત્રો આપ્યા. હું તે તમને દર્શન આપવા માટે આવી છું બીજી એક વાત કરું. સ્વર્ગમાં ઈન્દ્રને એક કાયદો છે કે જે કોઈ નવયુવાન સ્ત્રી અગ્નિસ્નાન કરે તે ઈન્દ્ર એને આવા વસ્ત્રાલંકાથી મઢી દે છે ને પછી આપણું ઘેર મૂકી જાય છે. બંધુઓ! ધનના ભૂખ્યા માનવી આગળ પાછળનો લાંબો વિચાર કરતા નથી. એમને તે લક્ષમીની લાલચ જાગી, એટલે વહુ
એના પતિને કહે છે તે હું અગ્નિસ્નાન કરું. કાલે પાછી આવી જઈશ. પત્નીની ઈચ્છા જઈને પતિએ રજા આપી એટલે અગ્નિસ્નાન કરવાનું નક્કી કર્યું. લાકડા મોકલાવી દીધા. સાસુજી કહે છે બેટા! ભલે દાગીના અને વસ્ત્રો મળશે પણ પહેલા બળતી વખતે તે કેટલી પીડા સહન કરવી પડે છે! એ તમારું કામ નહિ, રહેવા દે પણ વહુ માની નહિ અને સ્મશાનમાં ગઈ. લાકડામાં બેસીને પતિ અગ્નિદાહ દેવા જાય છે ત્યારે સાસુને દયા આવી ગઈ. કરૂણાવંત સાસુ એના દીકરાને કહે છે બેટા ! આ કાર્ય કરવું છોડી દે. મરેલા કેઈ જીવતા થતા નથી. હું કંઈ બળી નથી. જીવતી છું. શું બન્યું તે વાત ઘેર જઈને હું તને કહીશ.
માતા સમજાવીને દીકરા વહુને ઘેર લાવી, અને જે હકીકત બની હતી તે સત્ય કહી સંભળાવી. પિતે જે મિલ્કત લાવી હતી તે બધી દીકરા વહુને સોંપી દીધી. પછી દીકરો ને વહુ માતાની ખૂબ સેવા કરવા લાગ્યા. માતા પણ સંસારના સ્વરૂપને બરાબર સમજી ગઈ અને બને તેટલી વધુ ધર્મારાધના કરવા લાગી. દીકરા વહુની આંખ ઉઘાડવા સાસુએ આ કિમિયો કર્યો હતે. હવે સાસુને સંસારનું સ્વરૂપ સમજાઈ ગયું હતું એટલે એક જ વિચાર કર્યો કે મને જે દુઃખ પડયું તે મારા કર્મના ઉદયથી પડયું છે. એમાં દીકરા વહુનો કેઈ દોષ નથી, જ્યારે જીવને સમ્યગદર્શન પ્રાપ્ત થાય છે ત્યારે આ વિવેક આવે છે. સમ્યગુદર્શન એ કઈ બાહ્ય ચીજ નથી. સમ્યગુદર્શન એટલે શું? સાંભળે સમ્યક્ એટલે સાચી અને દર્શન એટલે આંતરદષ્ટિ, દિવ્યદૃષ્ટિ, બહિર્મુખ દશામાંથી અંતર્મુખ દશા પ્રાપ્ત કરાવતી તેજોમય દૃષ્ટિ અને પરમકૃપાળુ