________________
શારદા સિદ્ધિ કહ્યું તું અહીં ઊભી રહે, હું કેરે સીન લઈને આવું છું, ત્યારે કહે છે ના, મને તે બીક લાગે છે. હું તે તમારી સાથે જ આવું છું એમ કહી બંને જણે માતાને લાકડામાં બેસાડી કેરોસીન લેવા માટે શહેરમાં ગયા.
દેવાનુપ્રિયે! આ તમારો સંસાર કે છે? સમજાય છે ને? સંસારમાં સુખ માનવા જેવું છે? જે પુત્રને માર માન્યો તે જ સગી જનેતા માતાને બાળવા ઉઠ આવે આ દુઃખમય સંસાર છે છતાં જીવ એમાં સુખ માનીને બેઠો છે. સંત કબીરે પણ કહ્યું છે કે,
ઠા સાચા કર લિયા, વિષકે અમૃત જાના છે
દુઃખ સુખ સબ કોઈ કહે, અસા જગત દિવાના આ જગતના છ અજ્ઞાનના કારણે જૂઠાને સાચું અને વિષને અમૃત માનીને એમાં મોહાંધ બને છે પછી પસ્તાવાનો પાર રહેતું નથી. આ માતાને પણ પસ્તાવાનો પાર નથી. દીકરા અને વહુ પિતાને સળગાવવા માટે કેસીન લેવા માટે ગયા ત્યારે માતાને વિચાર થયે કે આમ કમેતે મરવાથી શું લાભ? આ બંને જણા કેરોસીને લેવા ગયા છે ત્યાં સુધી હું કયાંક છૂપાઈ જાઉં. પછી શું કરવું તેનો વિચાર કરીશ. માતા ચિતામાંથી નીકળીને એક ઘટાદાર વડલાના વૃક્ષ ઉપર ચઢીને છૂપાઈ ગઈ. થેડી વારે દીકરી અને વહુ કેરોસીન લઈને આવ્યા. એમને ખબર નથી કે માતા અંદરથી ગુમ થઈ ગયા છે. એમને તે જલદી કેમ બળી જાય એ દષ્ટિ હતી એટલે ખૂબ કેરે સીન છાંટયું ને અગ્નિ દાહ દીધે. લાકડા ભડભડ બળવા લાગ્યા ચિતા બરાબર સળગી પછી બન્ને પાછા ફર્યા. વહુને મનમાં અપૂર્વ આનંદ હતે. હાશ હવે ડેશીની પરતંત્રતાથી છૂટી. પતિ તે મારા હાથનું રમકડું છે. એને જેમ રમાડીશ તેમ રમશે.
માતાએ જોયું કે દીકરા ને વહુ ચાલ્યા ગયા. હવે હું સવારે કયાં જઈશ? આ સ્મશાનમાં આખી રાત કેવી રીતે પસાર કરવી? એમ ચિંતામાં હતા ત્યાં શું બન્યું? ઘેર અંધકારમાં ચિતાનો પ્રકાશ ઝબકી રહ્યો હતો. તે સમયે કઈ ધનવાન
શેઠને ઘેર ચેરી કરીને આવેલા ચેરેની મંડળી એ વૃક્ષ નીચે આવીને ચોરી લાવેલી મિક્તનો ભાગ પાડવા બેઠી હીરા, માણેક, મોતી અને સોનાના ઝગમગતા દાગીના જોઈને ડોશીના મનમાં થયું કે આમેય મરવાનું તે છે જ. તે મરતા પહેલા બુદ્ધિનો કંઈક ચમકારે ચમકાવતી જાઉં. મનમાં યુક્તિ ગોઠવીને એણે માથાના વાળ છૂટા કર્યા અને મોટા અવાજથી ખાઉં ખાઉં બેલતી તે ચોરે ઉપર પડી. મહાબાહોશ ચોરે પણ બાઈનો પડકાર સાંભળીને ભયભીત બની ગયા કે નક્કી કઈ વ્યંતરી દેવી આપણા ઉપર કોપાયમાન થઈ છે. હમણાં એ આપણને ભરખી ખાશે. ભાગે અહીંથી (હસાહસ) ચોરે બિચારા ભયભીત બનીને ઉભી પૂંછડીએ ભાગ્યા. પિતાની યુક્તિ સફળ થતાં ડોશી ખડખડાટ હસવા લાગી એટલે ચોરેને વધુ ડર લાગે ને જહદી છવ