________________
શારદા સિદ્ધિ દુઃખ વેઠીને તમને મોટા કર્યા છે એ ઉપકારીના ઉપકારને તમે કદી ભૂલશો નહિ. માતા-પિતાએ પુત્રનું નામ કલ્પેશ પાડયું હતું. કલ્પેશને માતા-પિતા ખૂબ લાડ લડાવે છે. આ કલપેશ જ્યારે આઠ વર્ષનો થયે ત્યારે તેના પિતા આ ફાની દુનિયાને સદાને માટે ત્યાગ કરી ચાલ્યા ગયા.
સંસાર એક નાટક છે.” - પતિદેવના મૃત્યુ પછી પુત્રને સંભાળવાની જવાબદારી શેઠાણીના માથે આવી. શેઠાણીની આશાના મિનારા હવે પુત્ર ઉપર જ હતા. એટલે માતાએ પુત્ર પર વાત્સલ્યની વર્ષા વહેતી મૂકી. બાળકને બાળપણમાં જેવા સંસ્કારનું સિંચન મળે છે તેવું તેના ભાવિનું નિર્માણ થાય છે. બાળકના જીવનના ઉચ્ચ ઘડતર માટે માતાએ પ્રયત્ન કરવાની જરૂર છે. શિક્ષક વ્યવહારિક જ્ઞાન આપી શકે પણ ભાવિને ભવ્ય બનાવી શકે નહિ. આ માતા-દીકરાને એટલા લાડ લડાવે છે કે એની કંઈ ભૂલ થાય તે કઈ કંઈ કહી શકે નહિ. સમય જતાં કપેશ યુવાન થયે એટલે સારા ઘરની કન્યાઓના કહેણ આવવા લાગ્યા અને સારા ઘરની સૌંદર્યવાન કલ્પના નામની કન્યા સાથે ખૂબ ધામધૂમથી કલ્પેશના લગ્ન થયા. પરણ્યા પછી થડે સમય તે ઘરમાં સારું રહ્યું પણ ધીમે ધીમે વહુને સાસુના હાથ નીચે રહેવામાં પરતંત્રતા લાગવા માંડી. એને સાસુની છત્રછાયામાં રહેવાનું બિલકુલ પસંદ ન હતું. એ જેમ સૌંદર્યમાં અજોડ હતી તેમ વડીલેના શબ્દને સામને કરવામાં પણ જબરી હતી. સ્વતંત્રતામાં સુખ માનનાર વ્યક્તિઓ પરતંત્રતાને નાબૂદ કરવા માટે સદા પ્રયત્નશીલ રહે છે. સાસુ જો વહુને કઈ શિખામણ રૂપે અગર કંઈ કામ માટે મીઠાશથી કહેવા જાય ત્યાં તે વહુ સાસુને ગમે તેવા શબ્દો કહી દેતી. દિવસમાં ત્રણ ચાર વખત તે ઝઘડો થાય અને શેરીના લેકે ભેગા થાય. સાસુ બધું મૂગે મઢે સહન કરતી. આ માતા કયારેક પિતાના પતિને યાદ કરી ખૂણામાં બેસીને રડી લેતી. અરેરે... મારા પતિ લાખોની સંપત્તિ મૂકીને ગયા. કેટલા લાડકેડથી દીકરાને માટે કર્યો. ભણાવ્યોને પરણાવ્યો. મને હતું કે વહુ આવશે એટલે શાંતિથી પ્રભુનું નામ દઈશ પણ ખરેખર, આ સંસાર જ દુઃખમય છે. હું કુંવારી હતી ત્યારે સંત સતીજીએ મને સમજાવતાં હતા કે સંસારમાં પડવા જેવું નથી. સાચું સુખ સંયમમાં છે, ત્યારે હું સમજી નહિ. પરણી તે અત્યારે પસ્તાવાને વખત આવ્યો ને? આટલા માટે મીરાંબાઈએ પણ ગાયું છે કે
પરણું તો પ્રીતમ પ્યારે, અખંડ સૌભાગ્ય મારે,
રાંડવાનો ભય ટાળે રે... મોહન પ્યારા, જે પરણે તેને રંડાપ આવવાને ભય રહે છે પણ અમારે કંઈ ભય ખરો? અત્યારે કંઈક કુંવારી બહેને મનમાં મૂંઝાય છે ને પરણેલી પસ્તાય છે તે આવે પસ્તા ન કરે હોય તે અમારા ઘરમાં આવી જજે, (હસાહસ) આ શેઠાણીને