________________
શારદા સિદ્ધિ
૧૯
જાપ કર્યાં, તો હે નાથ ! આ સ્વપ્નનુ' મને શુ ફળ મળશે ? તે આપ કહેા. રાજાએ કહ્યુ−દેવી ! આપને સિંહ સમાન તેજસ્વી પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. રાજાએ નૈમિત્તિકેને તેડાવ્યા. તેમણે પણ આ પ્રમાણે સ્વપ્નનુ' ફળ કહી બતાવ્યુ.
આ સાંભળીને રાજા–રાણીને આનંદના પાર ન રહ્યો. ફરીને નવ મહિના પૂરા થતાં રાણીએ પુત્રને જન્મ આપ્યા. ખીજા પુત્રની વધામણી મળતાં રાજાને ખૂબ હ થયા. તેમના આનંદનો પાર ન રહ્યો. બીજા પુત્રના જન્મ મહેાત્સવ પણ રાજાએ પહેલાની જેમ ધામધૂમથી ઉજજ્ગ્યા. એનું નામ રિસેન પાડવામાં આવ્યું. મેટાનુ નામ ભીમસેન અને નાનાનું નામ હિરસેન. જાણે રામ લક્ષ્મણની જોડી જોઈ લો. ખ'ને બાળકાને ઉછેરવા માટે ખૂબ કાળજી રાખવામાં આવતી. દાસદાસીઓ તેમની સારસ'ભાળ લેવા માટે સતત હાજર રહેતા. રામ લક્ષ્મણ જેવા પુત્રોની જોડી જોઈને રાજા રાણોનું હૈયું ખૂબ હરખાઈ જતું. ખૂબ લાડકોડથી ભીમસેન અને રિસેન માટા થઈ રહ્યા છે. હવે શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન ન. ૭
અષાડ વદ ૧૨ને શુક્રવાર
ધમ કોના માટે ?
તા. ૨૦-૭-૭૯
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓને અહેને! અનતજ્ઞાની, ભવ્યજીવેાના ભાવિના ઘડવૈયા, કર્માંસ ગ્રામના શૂરવીર લડવૈયા અને સંસાર સિધુના તરવૈયા તીર્થંકર પરમાત્મા મહાવીર પ્રભુએ પાવાપુરીમાં અ ંતિમદેશના આપી. ભગવાને દેશના તે ઘણી આપી છે પણ અતિમ દેશનાનું મહત્વ વિશેષ છે. જેમ પિતા પોતાના પુત્રને જીવનમાં ઘણીવાર શિખામણ આપે છે પણ અંતિમ સમયે પિતા પુત્રને શિખામણના બે શબ્દો કહે છે તે પુત્રના હૃદયમાં કોતરાઈ જાય છે. તેના દિલમાં થાય છે કે મારા પિતાજીએ જતાં જતાં પણ મને કેવી સુઉંદર શિખામણ આપી! એવી રીતે ધપિતા મહાવીર પ્રભુએ આપણા એકાંત હિતને માટે સતત સેાળપ્રહર સુધી જે હિતશિખામણુ આપી છે તે અમૂલ્ય છે. એ આપણા જીવનના અંતિમ સમય સુધી હૃદયપટ ઉપર કાતરી રાખવા જેવી છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬ અયયન છે તેમાં એકેક અધ્યયનમાં અલૌકિક ભાવા ભરેલા છે. આપણે તેરમા અધ્યયનને અધિકાર ચાલે છે તેમાં બ્રહ્મદત્ત ચક્રવતિ એ ચક્રવતિ'નુ' પદ પ્રાપ્ત કરવા તપ સયમને વેચ્યા. કોડી સાટે અમૂલ્ય રત્ને ગુમાવી દીધા.
“ ધમ આત્મા માટે પણુ સસાર માટે નહિ ’:- જ્ઞાનીઓ ફરમાવે છે કે હું ભયજીવા! તમે ધર્મના મમ સમજીને ધમ કરો. તમે ધને મેાક્ષનું કારણ મીટાવી દઈને અર્થકામનું કારણ ન મનાવા. ધમથી તમને અ–કામ નહિ મળે એમ નહિ, ધર્માંથી અર્થ કામ મળશે તે એવા પ્રકારના સળશે કે એ ભાગવવા છતાં