________________
શારદા સિદ્ધિ પસ્તાવાનો પાર નથી પણ પાછળ પસ્તા શું કામને? આ સંસાર કેવું છે. એને તમને પૂરે ખ્યાલ આવશે.
વહુએ પાથરેલી માયાજાળ” : એક વખત કોઈ પર્વને દિવસ આવ્યા ત્યારે સાસુએ વહુને કહ્યું બેટા ! આજે પર્વનો દિવસ છે, માટે તું દુકાને જઈને મારા દીકરાને કહે કે એ સવાશેર પેંડાને બરફી લેતે આવે. આજે આપણે મીઠાઈ ખાઈશું ને શેરીના નાના છોકરાઓને પણ વહેંચશું. સાસુની પરતંત્રાથી કંટાળી ગયેલી વહ તે ઝટ દુકાને ઉપડી અને પતિની પાસે જઈને બનાવટ કરીને વાત કરી કે આપણું બા હવે વૃદ્ધ થયા છે એટલે એમને અંતિમ સમય સુધારવા માટે અગ્નિસ્નાન કરવાની ઈચ્છા છે, તેથી એમણે સ્મશાનમાં લાકડા મોકલાવી દેવાનું કહ્યું છે. એ સમયમાં એક એવી માન્યતા પ્રચલિત હતી કે જે અંતિમ સમયમાં માણસ અગ્નિસ્નાન કરે તે જીવનભર કરેલા દુષ્કૃત્ય બળીને સાફ થઈ જાય અને પરભવમાં સુખ મળે. એવી માન્યતાથી સ્ત્રીઓ અગ્નિરનાન કરી આપઘાતના પાપથી દુર્ગતિમાં સબડતી હતી. પત્નીની વાત સાંભળીને પતિના મનમાં થયું કે મારી બા શા માટે અગ્નિસ્નાન કરે? પત્ની કહે છે એમની ખૂબ ભાવના છે. તમે ના ન પાડશો, ત્યારે છોકરાના મનમાં થયું કે ઠીક બાની ઉત્કૃષ્ટ ભાવના છે તે ભલે અગ્નિસ્નાન કરે. આજે, કંકાસની આગમાંથી છૂટીને સદ્ગતિ પામશે. પત્નીના મેહપાશમાં જકડાયેલો કલ્પેશ પણ માતાને અગ્નિસ્નાન કરાવવા માટે સંમત થઈ ગયો. પત્ની કહે છે નાથ! આજે પર્વનો દિવસ છે માટે દુકાન બંધ કરીને ચાલો આપણે ફરવા જઈએ. પતિ પત્ની તે ફરવા ચાલ્યા ગયા. ઘેર માતા તે પુત્ર અને વહુની રાહ જોઈ રહ્યા છે. આ તરફ રાત પડવા આવી એટલે પુત્ર અને વહુએ લાકડાનું ગાડું ભરીને સ્મશાનમાં મોકલી દીધું. પછી પિતે ઘેર આવ્યા.
પુત્ર-પુત્રવધુને જોતા સાસુએ કરેલો પ્રશ્ન: પુત્ર અને વહુને આવતા જોઈને માતા હર્ષઘેલી થઈને કહે છે બેટા ! મેં પેંડા બરફી મંગાવ્યા હતા તે તું ન લા? આજે મારે શેરીના બાળકોને પેંડા વહેંચીને પછી ખાવું હતું પણ દીકરે વહુ એ વાત સાંભળતા નથી અને કહે છે બા! તમારી અગ્નિસ્નાન કરવાની ઉત્કૃષ્ટ ભાવના છે તે અમે સ્મશાનમાં લાકડા મોકલાવી દીધા છે. ચાલો, હવે જલ્દી કરે. શુભમુહુર્ત વહી જાય છે. માતા સમજી ગઈ કે નકકી મારી પુત્રવધૂએ મારું કાસળ કાઢવા માટે આ માયાજાળ બીછાવી છે. એમાં મારે દીકરે પણ સંમત થઈ ગયો છે. ઠીક, અહીં શું સુખ છે? વગર અગ્નિએ બળી જ રહી છું ને? થેડી વાર વિચાર કરીને માતા અગ્નિસ્નાન કરવા માટે સંમત થઈ ગયા. પુત્ર અને પુત્રવધૂ માતાને લઈને સ્મશાનમાં આવ્યા. ચિતા ગોઠવાઈ ગઈ. માતાને વચમાં બેસાડી દીધી. અગ્નિદાહ દેવા જાય છે પણ અગ્નિને પેટાવવા માટે કેરોસીન લાવવાનું તે ભૂલી ગયા હતા. કલપેશ કલ્પનાને