________________
૫૧
શારદા સિદ્ધિ જીવનયાત્રાઓમાં કેવા કેવા સુખદુઃખે અનુભવવા પડે તેને આધાર છે, માટે શાંત અને સ્વસ્થ ચિત્ત વિચાર કરે કે હવે પછીની આપણી ભાવિ જીવનયાત્રાએ સુખદ, પ્રકાશમય, સમાધિમય અને ઉચ્ચ ભાવનાઓથી ભાવિત બને એવો પુરૂષાર્થ આ * વર્તમાન માનવજીવન યાત્રામાં કરવાની જરૂર છે.
બંધુઓ ! આટલા માટે જ્ઞાની પુરૂષે વારંવાર ટકેર કરે છે કે તમે જે કંઈ ધર્મક્રિયા કરે તે શ્રદ્ધાપૂર્વક સમજીને કરે અને સંસારસુખની ઈચ્છા રહિત કરે. આપણું એક જ લક્ષ હોવું જોઈએ કે હે પ્રભુ! આ સંસાર ભૂમિમાં મેં ઘણી યાત્રાઓ કરી. હવે મારે આ સંસારયાત્રાને સમૂળ અંત લાવે છે. હવે મારે દેવલોકના સુખે નથી જોઈતા. મારે તો બસ એક મોક્ષ જોઈએ છે. અણસમજણુમાં ધર્મકરણ વેચીને પુણ્ય બાંધ્યા. એ પુણ્યના પથારા ભગવતા સંસાર સુખેને રસીયો બનીને સુખ ભેગવ્યા. એ સુખે ભેગવતા મેટી દુઃખની પરંપરા ઉભી કરી. પુણ્ય ભગવ્યું ને પાપ બાંધ્યું. હવે મારે પાપાનુબંધી પુણ્ય નથી જોઈતું, કારણ કે એ પુણ્ય ભેગવતા બાંધેલા પાપકર્મો ભેગવવા જીવને નરક, તિર્યંચ જેવી દુર્ગતિઓમાં જવું પડે છે. ત્યાં આ જીવે અસહ્ય દુખ સહ્યા છે તેને યાદ કરે. જે એ દુખે નજર સમક્ષ પ્રત્યક્ષ દેખાશે તો કંપારી છૂટી જશે.
તું યાદ કરી લે નરક, પરમાધામીના પ્રહાર,
ભુખ તૃષા આદિ વેદન, કેવા દુ:ખે સહ્યા બેસુમાર, ' હવે દેહાલા દુ:ખે એવા ફરી ફરી ન ચાહે સહેવા,
મળે મોંઘા આ જન્મ, એમાં ઉજાળી લે આતમ, આવા ભયંકર દુખે જીવને નરકમાં ભેગવવા પડે છે. એ પ્રત્યક્ષ દેખાય તો તમે કદી પાપ નહિ કરે, અને કહી દેશો કે મારે હવે પાપ કરવા નથી ને નરકમાં જવું નથી. નરક તમને પ્રત્યક્ષ દેખાતી નથી પણ હું તમને પૂછું છું કે તિર્યંચ તો પ્રત્યક્ષ દેખાય છે ને ? ત્યાં કેટલી પરાધીનતા છે? માલિક બળદેને દેરડાથી બાંધી દે છે. તેને ખૂબ તરસ લાગી છે, સામે પાણીને હોજ છલકાઈ રહ્યો છે પણ દેરડું ટૂંકું છે એટલે તરસથી તલકવલક થઈ ગયે છતાં પાણી કયાંથી પી શકે ? એ બિચારા એટલા પરાધીન છે કે ખાવું પીવું એક પણ કાર્ય પોતે સ્વાધીનતાપૂર્વક કરી શકતો નથી. આવું જોઈને પણ સમજે. આપણું લક્ષ એક જ હોવું જોઈએ કે જલદી વિકટ્ટી એમ કરું. આંખમાં તણખલું પડે તો ખૂચે છે ને? પિટમાં ચાંદી પડે તો બળતરા થાય છે ને? હા તો બસ, સંસાર તમને એવો ખેંચવો જોઈએ, સંસાર ખૂંચશે તો તરત સંસાર વૃક્ષને મળમાંથી ઉખેડી નાંખવાનું મન થશે. ચાલુ અધિકારમાં એ વાત આવશે. સંયમ લઈને ઉગ્ર તપ કર્યા, કઠીન ચારિત્ર પાળ્યું પણ આત્માનું લક્ષ ન રાખ્યું તો કેવું થયું ? જેમ કે ઈ માણુસ