________________
શારદા સિદ્ધિ થવાથી ઘરમાં જે કચરો તથા ગંદકી છવાયેલી હતી તેની પ્રતીતિ (શ્રદ્ધા) થતાં આપણને તેના ઉપર વિશ્વાસ થાય છે કે અમુક જગ્યાએ કચરે પડેલો છે અને તેને દૂર કરવાની ભાવના થાય છે. તે રીતે આત્મામાં પણ જ્ઞાનરૂપી પ્રકાશ થવાથી તેમાં પડેલા કર્મો રૂપી કચરાને જાણી શકવાથી તે કર્મોની આપણને શ્રદ્ધા થાય છે અને આત્માના ગુણનું ને પરદ્રવ્યના ગુણોનું ભાન થાય છે. પદ્રવ્ય આપણું આત્માના સ્વરૂપને બગાડી દીધું છે તેનું પણ ભાન થાય છે અને આપણને આપણું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરવાની ભાવના થાય છે. એનું નામ સમ્યક્દર્શન અથવા શુદ્ધ શ્રદ્ધા છે. હવે ચારિત્રની વાત કરું. જ્ઞાન દ્વારા કચરો જા, દર્શન દ્વારા શ્રદ્ધા થઈ કે અમુક જગ્યાએ કચરો પડેલો છે પણ આટલાથી કાંઈ કાર્ય પતી જતું નથી. ઘરમાં રહેલ કચરો સાફ કરાવ્યું, રંગરોગાન કરાવ્યું ત્યારે તે મકાન જાનને ઉતરવા માટે યોગ્ય બન્યું, તે રીત આત્માને પણ શુદ્ધ કરવામાં શ્રદ્ધા પછી ચારિત્રની જરૂર પડે છે. આપણે એ સમજી શક્યા કે કર્મોને દૂર કરવાથી આત્માનું નિજ સ્વરૂપ પ્રાપ્ત કરી શકાય છે. તેના ઉપર શ્રદ્ધા પણ કરી પરંતુ જ્યાં સુધી તેને આચરણમાં ન ઉતારીએ અર્થાત્ સમ્યક્ ચારિત્રનું પાલન ન કરીએ ત્યાં સુધી તે મલિનતા દૂર થાય નહિ. તેથી ચારિત્રની પણ અતિ આવશ્યકતા છે. આ રીતે સમ્યફજ્ઞાન-દર્શન-ચારિત્ર એ રત્નત્રયનો પૂર્ણ વેગ મળતા આત્મા પોતાના સ્વરૂપમાં આવે છે. છેલ્લે સમ્યફ તપ છે. દ્વારા પુરાણા કમેને બાળી નાખે છે, ને આત્મા નિર્મળ બને છે. છેવટે ઘાતી કર્મોનો ક્ષય કરી આત્મામાંથી પરમાત્મા બને છે અને પરમપદ એવા મોક્ષને પ્રાપ્ત કરે છે. આત્મગુણમાં પ્રવૃત્ત થવું તે આત્મભાવ છે તેથી વિમુખ થવું, પર ભાવમાં પ્રવૃત્ત થવું તે અનાત્મભાવ છે. પરભાવ એટલે આત્માની નહિ પણ પરની કથા. કેઈની નિંદા કુથલી કરવી, કોઈને દેષ જોવા, કોઈનું બૂરું ઈચ્છવું આ બધું પરભાવ છે. ભગવાન કહે છે આત્મભાવ નિર્જરાનું કારણ છે. જ્યારે પરભાવ કર્મ બંધનનું કારણ છે. જે આત્મા કોઈનું ખરાબ છે તે બીનનું બૂરું થતાં થશે પણ પિતાનું પહેલા થશે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે.
કોઈ એક મોટા શહેરમાં એક શ્રીમંત શેઠ રહેતા હતા. પુયોગે આ શેઠને ઘેર લક્ષ્મીનો પાર નથી, પણ એક પુત્રની ખોટ હતી, તેને માટે શેઠાણીને ખૂબ ચિંતા રહેતી હતી. ભાગ્યમાં સંતાન હશે એટલે થોડા સમયમાં શેઠને ત્યાં પારણું બંધાયું. પુત્ર જન્મની ખુશાલીમાં શેઠે આખા શહેરમાં મીઠાઈને પડીકા વહેચ્યા. ખૂબ લાડકેડમાં દીકરે માટે થાય છે, કારણ કે સંપત્તિનો પાર નથી. મેટી ઉંમરે પુત્રનો જન્મ થયે છે પછી એના લાલનપાલનમાં શું ખામી હોય ! માતા-પિતા સંતાનોને કેટલા પ્રેમથી ઉછેરે છે પણ એ જ દીકરાઓ મોટા થાય છે ત્યારે માતા-પિતાની કઈ દશા કરે છે તે તમને બધાને અનુભવ છે ને! હું તે કહું છું કે જે માતા-પિતાએ