________________
૧૮
[ શારદા શિરમણિ
આપ્યું ! આપણે પણ એ સ્થાનને પામવું છે, તો એ ગુરૂદેવ રૂપી વાઈપરને જીવનરૂપી ગાડીમાં ગોઠવી દઈએ તો એક દિવસ જરૂર એ પદને પામી જઈશું.
સાતમું અંગ છે ઉપાસકદશાંગ. જેમણે આત્માની ઉપાસના કરી એવા ૧૦ શ્રાવકે અધિકાર તેમાં આવે છે. તમે શાની ઉપાસના કરી રહ્યા છે? ધનની, વૈભવની, સંસારના સુખની. જેમણે ધનની ઉપાસના કરી તેમના નામ શાસ્ત્રના પાને આવ્યા નથી, પણ જેણે ધર્મની, આત્માની ઉપાસના કરી તેમના નામ સિધાંતમાં સુવર્ણાક્ષરે લખાયા. આવા એક શ્રાવકની વાત છે.
સુવ્રત નામના શેઠ. જેઓની પાસે ૯૯ લાખ રૂપિયાની મિલક્ત હતી. શેઠ તેમના બંગલામાં બનાવેલી પૌષધશાળામાં પૌષધ કરીને બેઠા છે. તેઓ ધ્યાનમાં મસ્ત છે તે સમયે રાતના તેમના ઘરમાં ચેર ચેરી કરવા આવ્યા. શેઠને ખબર પડી કે ચારો આવ્યા છે, છતાં દિલમાં હાય ન લાગી. કબાટો તેડવા માંડ્યાં છતાં શેઠ ધ્યાન દેતા નથી. શેઠ પિતાની નજર સામે બધું જુએ છે છતાં કાંઈ બોલતાં નથી. માની લે કે તમે ઘરમાં પૌષધ કર્યો હેય ને આવું બને તે શાંત બેસી રહે ખરા? મનમાં ઉકળાટ થાય કે નહિ? પૌષધ છે એટલે બીજુ ન કરે પણ ત્યાં તમે શું કહે ? પૌષધ છે એટલે ઉઠાય નહિ પણ બૂમ તે પડાયને! આ શેઠની દઢતા કેટલી છે! ઘર તોડીને અંદર આવ્યા. કબાટો તોડવા છતાં તે બાજુ દષ્ટિ પણ કરતાં નથી. એટલે ચરોને તે ફાવતું મળી ગયું. શેઠ શું વિચારે છે! મેં પૌષધ લીધું છે. મારે બધા પાપના પચ્ચખાણ છે. હું એ બધી પાપ ક્રિયાઓથી ૨૪ કલાક માટે નિવૃત્ત થયો છું, તેથી મારે એ તરફ દષ્ટિ કરવાની શી જરૂર ! સંપત્તિ મારી છે ક્યાં? હું એકલે આવ્યો છું, ને એકલે જવાનું . જ્યારે અહીંથી જઈશ ત્યારે આ બધી સંપત્તિ, માલમિલ્કત મારી સાથે આવવાના નથી, પછી એની મમતા શી! પૌષધમાં તો મારે ને એને કાંઈ લાગતું વળગતું નથી. એ બધી મિલક્ત ભેગી કરીને પિોટલા બાંધ્યા છતાં શેઠને જરાપણું ઉત્પાત નથી. અરે, તેમનું રૂંવાડું પણ ફરકતું નથી. આ ચોર મારી બધી મિક્ત ચોરી જાય છે એટલા ભાવ પણ આવતા નથી. મેં પૌષધ લીધે ત્યારે બધા પચ્ચખાણું લીધા છે, પછી મારી મિલ્કત છે જ ક્યાં! શેઠને ચિંતા નથી, ફિકર નથી. એ તો આત્મસ્વરૂપમાં મસ્ત છે. પૌષધના ભાવને બરાબર સમજેલા છે, નહિ તો આવા પ્રસંગે જીવને કેટલે ઉત્પાત વધી જાય! હજુ આ શેઠ આગળ શું વિચારણા કરશે અને પૌષધને ચમત્કાર કે સર્જાશે તેના ભાવ અવસરે. અપાડ વદ બીજ ને ગુરૂવાર વ્યાખ્યાન નં. ૩ તા. ૪-૭-૮૫
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંત કરૂણાસાગર, ગુણોના રત્નાકર, દર્શનના દિવાકર ભગવતે જગતના જીના આત્મશ્રેય માટે દ્વાદશાંગી રૂપ વાણીની પ્રરૂપણા કરી. તેમાં પહેલું અંગ આચારાંગ સૂત્ર. તેનું સ્થાન મડુત્વપૂર્ણ છે. જેટલા તીર્થકરો