________________
શારદા શિરેમણિ ] નથી. તે રીતે પાંચે ઈન્દ્રિયો અનુકૂળ સામગ્રીએ બધું મળ્યું છે છતાં ગુરૂદેવ રૂપી વાઈપર વિના આપણી જીવન ગાડી મોક્ષમાર્ગમાં આગળ વધી શકે નહિ. આ જીવનરૂપી ગાડીમાં ગુરૂદેવ રૂપી વાઈપર તે સાથે જ રાખજે. જીવનમાં બધું જાય તે ભલે જાય, પણ આ વાઈપર ન જવા દેશે. ગુરૂદેવના વચનામૃત જીવનમાં વણી લેશે તે જીવન ગાડી સંસારના પાટા પરથી ગબડી પડશે નહિ, અને મોક્ષમાર્ગમાં સારી રીતે આગળ વધી શકશે. ગાડીના માલિકને જેટલી વાઈપરની કિંમત સમજાઈ છે, તેટલી હજુ જીવન ગાડીના વાઈપરની કિંમત સમજાઈ નથી.
ગુરૂવિના કે નહિ મુકિતદાતા, ગુરૂ વિના કે નહિ માર્ગાતા, ગુરૂવિના કે નહિ જાડય હર્તા, ગુરૂં વિના કે નહિ સૌખ્યકર્તા.
મોક્ષને માર્ગ બતાવનાર આ કાળમાં ગુરૂ ભગવંતે છે. અજ્ઞાનના અંધકાર ગુરૂ વિના કેણ દૂર કરે? જેનું વાઈપર સલામત તેની જીવનગાડી સલામત. સિધ્ધાંતમાં દષ્ટિ કરે. જ્યાં જ્યાં વાત ચાલે છે ત્યાં ડગલે ને પગલે બેલ્યા છે. આપણું ગુરૂભગવંત આપણને આ રીતે કહી ગયા છે. સુધર્માસ્વામી જ બુસ્વામીને કહે છે ત્યારે એ પણ એમ જ બોલે છે કે આપણું ગુરૂભગવંત મહાવીર પ્રભુ પાસેથી જેવું સાંભળ્યું છે તેવું કહું છું દરેક વાતમાં ગુરૂને આગળ કર્યા છે. વાઈપર મોટરગાડીની અપેક્ષાએ તે કેટલું નાનું છે! છતાં એની તાકાત કેટલી છે એ મિટર ચલાવનાર સહુને ખબર છે. અરે ! એ વાઈપરના રક્ષણમાં તે મોટરનું રક્ષણ છે. એની ઉપેક્ષામાં મોટરને નાશ છે. આ જ રીતે આધ્યાત્મિક જીવનમાં વાઈપર સમાન ગુરૂભગવંતની જેણે ઉપેક્ષા કરી તેમણે આ ક્ષેત્રમાં માર ખાધો છે, એટલે કે સંસાર વધારી દીધો છે. એક વખતના મહાવૈરાગી જમાલિકુમાર, ગોશાલક જેમણે ગુરૂભગવંત એવા મહાવીર પ્રભુની ઉપેક્ષા કરી તો સંસાર પરિભ્રમણ કેટલું વધાર્યું ! જેણે એ ગુરૂભગવાન રૂપી વાઈપરની કિંમત કરી, તેમના ચરણે જીવન અર્પણ કર્યું તે ન્યાલ થઈ ગયા. સંસાર સાગરથી તરી ગયા. ગજસુકુમાલ, અયવંતામુનિ. બીજી વાત એ છે કે મોટરને વાઈપરની જરૂર ખાસ વરસાદ વરસતા હોય ત્યારે પડે છે, એટલે કે બારે માસ જોઈએ જ એવું નથી કારણ કે વરસાદ બારે માસ આવતો નથી. ચાતુર્માસમાં બે ત્રણ મહિના આવે છે. બાકીના મહિનામાં તો બહાર જાવ તે વાઈપર ન હોય તો પણ ચાલે. જ્યારે આપણું જીવનમાં તે એક પળ પણ વાઈપર વિના ચાલે તેમ નથી, કારણ કે અહીં તે સમયે સમયે આશ્રવને વરસાદ ચાલુ જ છે. જીવનની એક પળ પણ આ વરસાદ વિનાની નથી તે પછી વાઈપર વિના ચાલે કેવી રીતે? આ વાઈપર સાથે હશે તો કષાયોથી દૂધળા બનેલા જીવનને સ્વચ્છ બનાવી દેશે. ઈદ્રભૂતિના જીવનગાડીને કાચ મિથ્યાજ્ઞાનથી, અભિમાનથી ધૂંધળો બની ગયેલ હતા. વાઈપર જેવા વિભુ મળી ગયા. ઇન્દ્રભૂતિએ એમને કેટલા બહુમાન સાથે સ્વીકાર્યા. તો એ પ્રભુએ એમની બધી ધંધળાશ દૂર કરી અને મોક્ષના સુખનું કેટલું ઊંચું ઈનામ