________________
૧૬ ]
( શારદા શિરમણ તે સમયે રસ્તા પરથી બીજી જે ગાડીઓ નીકળે તેને ઉભી રાખવા હાથ કરે ને કહે, ભાઈ! મને મદદ આપ ને ! પણ કેઈ તેની વાત સાંભળે નહિ. તે તે સીધા ચાલ્યા જાય. બહુ રત્ના વસુંધરા, કેઈ એક રત્ન જે દયાળુ, હળુકમી માણસ ત્યાંથી નીકળે. તેણે પોતાની ગાડી ઉભી રાખી. પિલા ભાઈના સદ્ભાગ્યે આ ભાઈ મળે. ભાઈએ જોયું કે શું છે ! વાત બધી જાણી. ચારે બાજુ પાણી છે. તેના ઘરનાં માણસો પણ બધા ઉભા રહ્યાં છે. તેનું નામ સાચો માનવ છે કે જે સામાના દુઃખમાં ભાગ પડાવે પિતાનું સુખ જતું કરે પણ બીજાનું ભલું કરે. કેઈ છે એવા હોય છે કે કેઈ એ તેનું અપમાન કર્યું હોય છતાં તે ભૂલી જઈને સામા પર ઉપકાર કરે. જેને કઈ દિવસ જોયા નથી કે ઓળખતાં નથી છતાં એવી ભાવના જેનામાં છે કે પિતાનું જે થવું હોય તે થાય પણ બીજાનું કેમ સારું થાય તે સાચે માનવ છે. આ ભાઈએ ઉતરીને જોયું તે ગાડીમાં વાઈપર નથી. બીજાને સહાય કરવાની ભાવનાથી આવા ધોધમાર વરસાદમાં તેણે પિતાની પાસે સ્ટોકમાં રહેલું વાઈપર મહેનત કરીને બેસાડી આપ્યું. વાઈપર કામ કરતું થઈ ગયું, પછી ગાડી સ્ટાર્ટ કરી. રસ્તો કાપતાં તેઓ ઘેર પહોંચી ગયા. વરસાદ, વીજળી, વાટોળીયા વગેરે બધું તોફાન હેવાં છતાં આ વાઈપરે એ તમામની તાકાત તેડી નાંખી, અને અલ્પ સમયમાં ગાડી સહીસલામત રીતે ઘેર પહોંચી ગઈ. રસ્તામાં વિદને આવ્યા, મૂંઝવણ ને મુશ્કેલીઓ આવી, છતાં જો વાઈપર મળી ગયું તે સહીસલામત રીતે ઘેર પહોંચી ગયા. જીવનગાડીના વાઈપર કેણી: - જે વાત ગાડીની બાબતમાં છે, તે જ વાત આધ્યાત્મિક જીવનની છે. આ સંસારમાં જીવન એ એક ગાડી છે. આ ગાડીને મેક્ષમાર્ગના રસ્તે લઈ જવી છે. આ જીવનની પ્રત્યેક પળ જોખમોથી ભરેલી છે. કઈ પળે હોનારત સર્જી દે એ કહી શકાય નહિ. આ માર્ગમાં પણ વાસનાઓના વાવાઝોડા થઈ રહ્યા છે. ભયના ગડગડાટ થાય છે. આશ્રવરૂપી પાણીને વરસાદ વરસી રહ્યો છે. કષાયે રૂપી ધુંધળાશ આત્મા પર લાગી રહી છે. આ કારણથી જીવન રૂપી ગાડીને સાચો માર્ગ સૂઝતું નથી. આવા કપરા સંજોગોમાં જીવન રૂપી ગાડીમાં ઉપકારી ગુરૂભગવંતે રૂપી વાઈપર જ ન હોય તે ગાડી ખાડામાં પડી હોનારત થયા વિના ન રહે. વિચાર કરે, આ જીવન રૂપી ગાડીને કાચ તે સામાન્ય બાબતોમાં પણ ધૂંધળે બની જાય છે. કેઈમાન, સન્માન આપે તે આનંદ થાય છે, કઈ ગાળ દે તે ક્રોધ આવે, મોટરનો કાચ તે વરસાદની સીઝનમાં ધૂંધળો બને. બાકી બારે માસ એ ધૂંધળે રહેતો નથી. જ્યારે જીવનરૂપી ગાડીને કાચ તો અનુકૂળતા કે પ્રતિકૂળતાના સામાન્ય નિમિત્તોમાં પણ કષાયરૂપી વરસાદથી ધંધળો બને છે, અને આ કારણથી હજુ જીવન ગાડી આગળ વધી શકતી નથી. આવા ધંધળા કાચથી આગળ શી રીતે વધાય? મેટરમાં પિડાં, બ્રેક, તથા તેના મશીને અને બધા સાધને બરાબર વ્યવસ્થિત હોવા છતાં વરસતા વરસાદે વાઈપર વિના મુસાફરી કરી શકાતી