________________
૧૪ ]
| [ શારદા શિરોમણિ
અનાદિને. કર્મો કથારના? અનાદિકાળના. એને અંત છે કે નહિ? અનાદિના કર્મોને અંત થઈ શકે છે. જ્યારે જીવ મેક્ષમાં જાય ત્યારે એના કર્મોનો સંપૂર્ણ અંત થઈ જાય છે. કર્મોને અંત કરવા માટે તૃષ્ણના બંધનને તોડો. માછલી જાળમાં ફસાઈ ગઈ છે. એને જાળમાંથી બહાર નીકળવું છે તો એ પિતાના દાંતથી ધીમે ધીમે મહેનત કરી જાળને કતરી નાંખે છે ને બહાર નીકળી જાય છે. આ સંસાર પણ એક માયાવી જાળ છે. એ મેહનું પિંજર છે. આત્મા તેમાં પૂરાઈ ગયો છે. હવે એ જાળમાંથી બહાર નીકળવાની અંદરથી જિજ્ઞાસા જાગી હશે તે બહાર નીકળી શકશે, અને જિજ્ઞાસા નહિ જાગી હોય તે અમે પિંજરમાંથી ઉડાડીશું તે પણ તમે પાછા અંદર જઈને બેસવાના. અહીં તમે બે ઘડી માટે ઘર સંસાર બધું છોડીને આવો છે. સામાયિક કરે, વ્યાખ્યાન સાંભળો છતાં મનમાં તે ઘર ઊભું ને ઊભું છે. સંસારની આસક્તિ છેડે તો કામ થઈ જાય. જ્યાં સુધી આસક્તિ છૂટતી નથી ત્યાં સુધી મોહનું બંધન તૂટવાનું નથી. એ બંધન તૂટશે નહિ ત્યાં સુધી કર્મબંધન અટકવાનું નથી. આસક્તિ ગઈ એટલે સમજવું કે કર્મબંધન ગયા. હે આત્મા! તું વિચાર કર કે હું કોઈનો નથી, ને કોઈ મારું નથી. કર્મોના કારણે હું આ સંસારના પિંજરમાં પૂરાયો છું. લાખે કે કરોડની સંપત્તિ હોય છતાં મરતી વખતે શું સાથે લઈ જવાના? અરે ! એક રાતી પાઈ પણ સાથે લઈ જવાની નથી, છતાં મમતા છૂટતી નથી. જ્યારે જીવ માને કે મારું કાંઈ નથી, હું તો એકલે આવ્યો છું અને એક જવાનો છું ત્યારે એને આસક્તિ છૂટી જાય છે.
સુવ્રત નામના શેઠ પિતાના મકાનમાં બનાવેલી પૌષધશાળામાં એક વાર પૌષધ લઈને બેઠા હતા. પૌષધમાં પિતાની આત્મસમાધિમાં, દયાનમાં મસ્ત હતા. ભગવાને સાધકને પણ કહ્યું છે કે મારે સાધક પહેલા પ્રહરે સ્વાધ્યાય, બીજા પ્રહરે ધ્યાન, ત્રીજા પ્રહરે ગૌચરી અને ચોથા પ્રહરે સ્વાધ્યાય કરે. જે આ રીતે સાધુપણામાં રહીએ તે પછી પ્રમાદ આવે ખરો? સતત નવકારમંત્રનું સ્મરણ કરવું એ સ્વાધ્યાય છે. એના પર ચિંતન કરવું એ ધ્યાન છે. અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાનના ગુણોનું ચિંતન કરો એ પણ ધ્યાન છે. જયારે એ લગની લાગશે ત્યારે નવકારમંત્રના ચિંતનમાં દિવસો અને મહિનાઓ ક્યાં પસાર થઈ જશે એ પણ ખ્યાલ નહિ આવે. આ ઠ શ્રમણોપાસક હતાં. જિનાજ્ઞાનું જેના હૃદયમાં સ્થાન હતું. ૩૨ સિદ્ધાંતમાં શ્રમણોપાસકોનું એક આખું સિદ્ધાંત રચાયું છે. તે કેટલામું અંગ છે? દ્વાદશાંગી પેટીનું તે સાતમું અંગ છે. તેનું નામ છે ઉપાસકદશાંગ. જેમાં શ્રાવકને અધિકાર આપે છે. તમે બધા કથા તો કરો છે પણ કઈ કથા? સ્ત્રીકથા, ભત્તકથા, દેશકથા, રાજકથા. આ કથાઓ જીવને સંસાર વધારે છે, જયારે ધર્મકથા જીવને સંસાર ઘટાડે છે. જ્ઞાતાજી સૂત્રમાં જેને સમજાવવા માટે કાચબાને ન્યાય આપે છે.
બે કાચબા સમુદ્ર કિનારે રમવા નીકળ્યા. તેમાં સામે એક શિયાળ જોયું.